વિપક્ષના સાંસદોએ Minta Devi નામની T-shirt પહેરીને નોંધાવ્યો વિરોધ!
- SIR મુદ્દે સંસદમાં મડાગાંઠ, વિપક્ષનો Minta Devi ટી-શર્ટ પહેરીને વિરોધ
- મતદાર યાદીમાં 124 વર્ષની ‘પ્રથમ વખત મતદાર’નો વિવાદ
- ચૂંટણી પંચ સામે વિપક્ષનો ટી-શર્ટ અને બેનર પ્રદર્શન
- Minta Devi નું નામ લઈને વિપક્ષનો ચૂંટણી પંચ પર પ્રહાર
MPs wear Minta Devi name T-shirts : મંગળવારે સંસદ ભવનમાં બિહારની મતદાર યાદીમાં થયેલા સુધારા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયત સામે વિપક્ષી સાંસદોએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના અનેક સાંસદો સહિત કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, એનસીપી (એસપી) અને ડાબેરી પક્ષોના નેતાઓ આ વિરોધમાં સામેલ થયા હતા.
સાંસદોએ સફેદ ટી-શર્ટ પહેરી
વિરોધ પ્રદર્શનમાં અનેક સાંસદોએ સફેદ ટી-શર્ટ પહેરી હતી, જેમાં 124 વર્ષની ઉંમરના "પ્રથમ વખત મતદાર" Minta Devi નું નામ અને તસવીર છપાઈ હતી. ટી-શર્ટના પાછળના ભાગમાં “124 Not Out” લખેલું હતું. જણાવી દઇએ કે, વિપક્ષનો આ વિરોધ પ્રદર્શન 15મા દિવસે પહોંચ્યો છે. સાંસદોએ “આપણો મત, આપણો અધિકાર, આપણી લડાઈ” લખેલા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. કેટલાક બેનરો પર “સાહેબ – Silent invisible rigging” લખેલું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, ડેરેક ઓ'બ્રાયન, ટીઆર બાલુ અને સુપ્રિયા સુલે સહિતના નેતાઓ મકર દ્વાર પાસે એકઠા થયા હતા.
ટી-શર્ટે બધાનું ધ્યાન ખેંચ્યું
આજે ઘણા સાંસદોએ એક ખાસ ટી-શર્ટ પહેરી છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. દરેકના મનમાં એક પ્રશ્ન છે કે Minta Devi કોણ છે? વિપક્ષી સાંસદો તેમની ટી-શર્ટ પહેરીને સરકાર અને ચૂંટણી પંચનો વિરોધ કરી રહ્યા છે. ચાલો જાણીએ આ ટી-શર્ટમાં છુપાયેલા મિંતા દેવીનું રહસ્ય. મતદાર યાદીમાં અનિયમિતતાઓ સામે વિપક્ષી INDIA ગઠબંધનના સાંસદોએ સંસદ બહાર અનોખો વિરોધ કર્યો. તેઓએ ‘Minta Devi’ લખાયેલી ખાસ ટી-શર્ટ પહેરીને સરકાર અને ચૂંટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરી. માહિતી મુજબ, મતદાર યાદીમાં મિંતા દેવીનું નામ છે જેમની ઉંમર 124 વર્ષ સાથે નોંધાયું છે, જે વિપક્ષના આરોપ અનુસાર ગડબડીનું સ્પષ્ટ ઉદાહરણ છે. સાંસદોએ આ બનાવને ચૂંટણી પ્રણાલીની ખામીઓ તરીકે રજૂ કરી અને ખોટા નામો અને ખોટી વિગતો દૂર કરવાની માંગ કરી.
#WATCH | Delhi: INDIA bloc leaders continue to protest over the alleged voter fraud and SIR issues. MPs were seen wearing T-shirts featuring the name Minta Devi, a voter allegedly listed as 124 years old in the Election Commission's voter list. pic.twitter.com/LVhS3I5CZJ
— ANI (@ANI) August 12, 2025
સંસદમાં મડાગાંઠ અને કાર્યવાહી અટકાયતમાં
કોંગ્રેસના મણિકમ ટાગોરે આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર અને જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચ BJP નો એક વિભાગ બની ગયું છે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાં ભારે ગડબડી છે અને મિંતા દેવી જેવા ઉંમરવાળા વ્યક્તિને પ્રથમ વખત મતદાર તરીકે નોંધાવી જે છેતરપિંડીનું ઉદાહરણ છે. જણાવી દઇએ કે, વિપક્ષી સાંસદો બંને ગૃહોમાં SIR મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યા છે, કારણ કે તેઓનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ છે. 21 જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં “ઓપરેશન સિંદૂર” સિવાય મોટાભાગનું કામકાજ SIR મુદ્દે થતા વિવાદને કારણે સ્થગિત રહ્યું છે.
ચૂંટણી પંચ સુધી કૂચ અને પોલીસ અટકાયત
સોમવારે રાહુલ ગાંધી, ખડગે અને શરદ પવાર સહિતના નેતાઓએ સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી “મત ચોરી” વિરોધ કૂચ કાઢ્યો. સાંસદોએ સફેદ ટોપી પહેરી હતી જેમાં “Sir” અને “Vote Theft” શબ્દો પર લાલ ક્રોસ હતો. પરંતુ પોલીસે PTI ભવનની બહાર બેરિકેડ ઊભા કરી તેમને રોકી દીધા. ઉલ્લેખનીય છે કે, ઘણા સાંસદો રસ્તા પર બેસી ગયા, સૂત્રોચ્ચાર કરવા લાગ્યા, જ્યારે કેટલીક મહિલા સાંસદો બેરિકેડ પર ચઢી ગઈ. બાદમાં તેમને બસ દ્વારા સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને થોડી વાર બાદ મુક્ત કરવામાં આવ્યા.
આ પણ વાંચો : INDIA Alliance Protest : રાહુલે કહ્યું, ચૂંટણી પંચ માટે હવે છુપાવવું ખૂબ મુશ્કેલ


