Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Awadhesh Rai murder case માં Mukhtar Ansari ને આજીવન કેદ, 1 લાખનો દંડ

31 વર્ષ પહેલા વારાણસીના ચેતગંજમાં થયેલી કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યાના કેસમાં વારાણસીની MP MLA કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે Mukhtar Ansari ને દોષિત જાહેર કરી દીધો છે. 3 ઓગસ્ટ 1991 ના રોજ વારાણસીના લબુરાબીર વિસ્તારમાં રહેતા કોંગ્રેસ નેતા અવધેશની...
awadhesh rai murder case માં mukhtar ansari ને આજીવન કેદ  1 લાખનો દંડ
Advertisement

31 વર્ષ પહેલા વારાણસીના ચેતગંજમાં થયેલી કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યાના કેસમાં વારાણસીની MP MLA કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે Mukhtar Ansari ને દોષિત જાહેર કરી દીધો છે. 3 ઓગસ્ટ 1991 ના રોજ વારાણસીના લબુરાબીર વિસ્તારમાં રહેતા કોંગ્રેસ નેતા અવધેશની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસની ચાર્જશીટ, લાંબી દલીલો અને સાક્ષીઓ બાદ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે.

  • વિશેષ ન્યાયધિશે (MP MLA કોર્ટ) અવનીશ ગૌતમની કોર્ટે માફિયા મુખ્તાર અન્સારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે જ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

વારાણસીના ચેતગંજ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ

Advertisement

આ હત્યાકાંડમાં મુખ્તાર અંસારી સાથે પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ ન્યાયિકને પણ નામ હતું. મુખ્તાર અંસારીએ આ કેસથી બચવા માટે કોર્ટમાંથી ડાયરી જ ગાયબ કરાવી દીધી હતી. અવધેશ રાયના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે આ મામસે વારાણસીના ચેતગંજ પોલીસ મથકમાં મુખ્તાર અંસારી સાથે પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ, ભીમસિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્ત ઉર્ફે રાકેશ રાકેશ ન્યાયિક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

2 આરોપીઓના થઈ ચુક્યા છે મોત

મુખ્તાર અંસારી હાલ બાંદા જેલ અને ભીમ સિંહ ગાઝીપુર જેલમાં બંધ છે. આ હત્યાકાંડના આરોપી કમલેશ સિંહ અને પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામનું મોત થઈ ચુક્યુ છે. જ્યારે પાંચમાં આરોપી રાકેશે કેસમાં પોતાની ફાઈલ અલગ કરાવી લીધી જેનું પ્રયાગરાજ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. છેલ્લા 9 મહિનામાં મુખ્તાર અંસારીને ચાર કેસમાં સજા સંભળાવવામાં આવી ચુકી છે.

આ પણ વાંચો : માફિયા ATIQ અમદાવાદના ટપોરીઓ સાથે ખંડણી ઉઘરાવવા ગેંગ બનાવવાનો હતો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×