ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Heavy Rain in Mumbai : મુશળધાર વરસાદથી મુંબઈના અનેક વિસ્તારો પાણી-પાણી, Red Alert જાહેર

Heavy Rain in Mumbai : શનિવાર સવારથી મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને દૈનિક જીવન મુશ્કેલ બની ગયું છે. ભારે વરસાદને કારણે રસ્તા, બજાર અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
09:18 AM Aug 16, 2025 IST | Hardik Shah
Heavy Rain in Mumbai : શનિવાર સવારથી મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને દૈનિક જીવન મુશ્કેલ બની ગયું છે. ભારે વરસાદને કારણે રસ્તા, બજાર અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
Mumbai_Heavy_Rain_Gujarat_First

Heavy Rain in Mumbai : શનિવાર સવારથી મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને દૈનિક જીવન મુશ્કેલ બની ગયું છે. ભારે વરસાદને કારણે રસ્તા, બજાર અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે એટલે કે 16 ઑગસ્ટ માટે રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે. આગાહી મુજબ, વરસાદી દોર આવનારાં કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે 16 અને 17 ઑગસ્ટે મુંબઈ (Mumbai) સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ વરસાદી પરિસ્થિતિ 19 ઑગસ્ટ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન મુજબ મહત્તમ તાપમાન આશરે 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. વિભાગે નાગરિકોને ચેતવણી આપતા દરિયાકિનારે જવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે અને માછીમારોને 19 ઑગસ્ટ સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

Mumbai ના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે. ખાસ કરીને ગાંધી માર્કેટ, કિંગ્સ સર્કલ, અંધેરી સબવે, કુર્લા, ચેમ્બુર, મિલન સબવે વિસ્તાર અને SCLR બ્રિજ પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. આ વિસ્તારોમાં ટ્રાફિક જામ, વાહનો ફસાવાની ઘટનાઓ અને સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધતી જોવા મળી છે.

પોલીસ અને BMC ની અપીલ

મુંબઈ પોલીસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે Visibility ઘટી રહી છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી મુસાફરીથી બચે અને બહાર નીકળતી વખતે પૂરતી સાવચેતી રાખે. પોલીસ દળને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને નાગરિકોને મદદ કરવા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં 100/112/103 પર સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે. બીજી તરફ, BMC એ પણ Advisory બહાર પાડી છે જેમાં લોકોને સલાહ આપવામાં આવી છે કે જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે.

પડોશી જિલ્લાઓમાં પણ ચેતવણી

મુંબઈ સાથે સાથે પડોશી જિલ્લાઓ થાણે, પાલઘર અને રાયગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અહીં આવતા 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને રાયગઢ જિલ્લામાં કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. વિભાગે જણાવ્યું છે કે 20 ઑગસ્ટ સુધી મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થશે. કોંકણ પટ્ટી અને મધ્ય મહારાષ્ટ્રને અડીને આવેલા ઘાટ વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ તેમજ કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. સાથે જ ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા પણ છે, જ્યારે પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો :   Himachal Pradesh cloudburst: કુલ્લુ અને લાહૌલ-સ્પીતિમાં વાદળ ફાટ્યું, પૂરનું એલર્ટ

Tags :
BMC AdvisoryFishermen WarningGujarat FirstHardik Shahheavy rainfallIMD WarningLightning and ThunderstormMaharashtra Weathermumbai heavy rainMumbai Police AdvisoryMumbai RainMumbai rainsOrange AlertRed Alertstrong windswaterlogging
Next Article