Mumbai Heavy Rain : મુંબઈવાસીઓ સાવધાન! IMDએ કરી ભયાનક વરસાદની આગાહી
Mumbai Heavy Rain: મુંબઇમાં વરસાદી માહોલને (Heavy Rain)કારણે શહેર જાણે કે થંભી ગયુ છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. કેટલીક જગ્યાએ તો પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અંધેરી સબ વેમાં તો 2-3 ફૂટ પાણી ભરાઇ જતા સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ત્યારે આવો જાણીએ આગામી સમયમાં કેવું રહેશે મુંબઇનું વાતાવરણ.
યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે જણાવ્યું કે મુંબઇ, થાણે અને પાલઘરમાં 48થી 72 કલાક માટે Orange Alert અપાયુછે. રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. જ્યાં ભારે વરસાદની સંભાવના જણાઇ રહી છે. હવામાન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે સમુદ્ર કિનારે ન જવાની અપીલ કરી છે. કારણ કે સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના છે. અહીંના ખિંડીપાડા વિસ્તારમાં ટેકરીની રક્ષણાત્મક દિવાલ તૂટી પડી હતી, જેના કારણે ત્યાં બનેલા પાંચ મકાનો પણ જમીનદોસ્ત થઈ ગયા હતા. પાણીના દબાણને કારણે નબળી પડી ગયેલી રક્ષણાત્મક દિવાલ અચાનક તૂટી પડી હતી. આ ટેકરી ગીચ વસ્તી ધરાશાયી વિસ્તાર છે.
રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં કાટમાળના ઢગલા, તૂટેલી દિવાલો અને છૂટાછવાયા મકાનોના ચિત્રો સ્પષ્ટપણે દેખાય છે. આ અકસ્માતમાં પાંચ ઘરો સંપૂર્ણપણે નુકસાન પામ્યા હતા, પરંતુ તમામ રહેવાસીઓને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.
🚨 Just in : IMD issues 'Orange Alert'🟠 for Mumbai, Thane & Palghar amid heavy/very heavy rains and 'Red Alert'🔴 for Raigad, Ratnagiri & Sindhudurg for tomorrow for extremely heavy rains. #MumbaiRains pic.twitter.com/zpiPCVu2Ns
— Mumbai Rains (@rushikesh_agre_) July 23, 2025
આ પણ વાંચો -IPS અધિકારીએ એવું તો શું કર્યું કે સુપ્રીમ કોર્ટે સમાચાર પત્રમાં માફીનામું લખાવ્યું
મુંબઈ અને કોંકણમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ
તે જ સમયે, આવતીકાલે, શુક્રવારે, હવામાન વિભાગે મુંબઈ અને કોંકણ માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રના નિર્માણને કારણે ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો -એર ઈન્ડિયા દુર્ઘટનાનો અંતિમ અહેવાલ 6 મહિનામાં આવશે, આ 4 સવાલોના મળશે જવાબ
આજે મુંબઈમાં હાઈ ટાઈડ એલર્ટ
તમને જણાવી દઈએ કે મુંબઈના પશ્ચિમ ભાગમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. પાણી ભરાઈ જવાને કારણે અંધેરી સબવે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આજે મુંબઈમાં હાઈ ટાઈડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. દરિયામાં 4.37 મીટર એટલે કે લગભગ 15 ફૂટ ઊંચા મોજા ઉછળશે. હાઈ ટાઈડને ધ્યાનમાં રાખીને, દરિયા કિનારે તૈનાત લાઈફગાર્ડ્સને એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે.


