Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai : શ્રદ્ધા વોકરના પિતાનું નિધન, પુત્રીની હત્યા બાદ ડિપ્રેશનમાં હતા

શ્રદ્ધા વોકરના પિતા વિકાસ વોકરનું આજે સવારે મુંબઈના વસઈ વિસ્તારમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. પુત્રીના મૃત્યુ પછી તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.
mumbai   શ્રદ્ધા વોકરના પિતાનું નિધન  પુત્રીની હત્યા બાદ ડિપ્રેશનમાં હતા
Advertisement
  • શ્રદ્ધા વોકરના પિતા વિકાસ વોકરનું હાર્ટ એટેકથી નિધન
  • શ્રદ્ધા વોકરની તેના પ્રેમીએ નિર્દયતાથી હત્યા કરી હતી
  • પુત્રીના મૃત્યુ પછી પિતા ડિપ્રેશનમાં જતા રહ્યા હતા

Shraddha Walker's father passes away : શ્રદ્ધા વોકરના પિતા વિકાસ વોકરનું આજે સવારે મુંબઈના વસઈ વિસ્તારમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. વર્ષ 2022માં શ્રદ્ધાને તેના પ્રેમીએ નિર્દયતાથી ગળું દબાવીને મારી નાંખી હતી. બાદમાં તેના મૃતદેહના નાના-નાના ટુકડા કરીને ફેંકી દીધા હતા. પુત્રીના મૃત્યુ પછી પિતા ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.

વિકાસ વોકરનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું

18 મે 2022… આ તારીખે દિલ્હીમાં કંઈક એવું બન્યું જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. 27 વર્ષની શ્રદ્ધા વોકરની તેના પ્રેમીએ નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી. આ હત્યાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. આ હત્યા કેસથી શ્રદ્ધા વોકરના પરિવારને ભારે આઘાત લાગ્યો હતો. દરમિયાન, શ્રદ્ધા વોકરના પિતા વિકાસ વોકરનું રવિવારે સવારે મુંબઈના વસઈ વિસ્તારમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાના પિતા વિકાસ તેમની પુત્રીની હત્યા બાદથી ડિપ્રેશનમાં હતા. તેમની ડિપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી. તે પણ તેમની દીકરીની રાખની રાહ જોઈ રહ્યા હતા. શ્રદ્ધાના પિતાએ આરોપીઓ સામે મૃત્યુદંડની માંગ કરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો :  UP: સોનભદ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રેલર-બસની ટક્કર, એક જ પરિવારના 4 લોકોના મોત

જંગલમાંથી શરીરના કેટલાક અંગો મળી આવ્યા હતા

18 મે 2022ના રોજ શ્રદ્ધા વોકરની તેના પ્રેમીએ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપીએ તેના શરીરને કાપીને ફ્રિજમાં રાખ્યું અને પછી પોલીસને ચકમો આપવા માટે ઘણા દિવસો સુધી તેના શરીરના અલગ અલગ ટુકડા કરીને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકતો રહ્યો. બાદમાં જંગલમાંથી શરીરના કેટલાક અંગો મળી આવ્યા હતા. નવેમ્બર 2024 માં, દિલ્હીની તિહાર જેલના અધિકારીઓએ આરોપી આફતાબ પૂનાવાલાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે ધમકીઓ મળ્યા બાદ તેની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી.

પ્રેમીએ જ હત્યા કરી દીધી

પૂછપરછ દરમિયાન, સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાએ ખુલાસો કર્યો હતો કે બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોનકરે આફતાબ પૂનાવાલા પર હુમલાનું કાવતરું ઘડવાની વાત કરી હતી. જોકે, કડક સુરક્ષાને કારણે ગેંગે તેના પર હુમલો ન કરવાનો નિર્ણય લીધો. શ્રદ્ધા અને પૂનાવાલા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા, તેઓ લગ્ન કરે તે પહેલા જ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો :  મોદી કેબિનેટે આપ્યા સારા સમાચાર, ₹8800 કરોડના ભંડોળને મંજૂરી

ક્રૂરતાપૂર્વક હત્યા

શ્રદ્ધાના પરિવારજનોને આ સંબંધ મંજૂર ન હતો. 2019માં જ્યારે પરિવારે શ્રદ્ધાના લિવ-ઈન રિલેશનશિપના નિર્ણયનો વિરોધ કર્યો ત્યારે તેણે કહ્યું કે તે 25 વર્ષની છે અને પોતાના નિર્ણયો લેવા સક્ષમ છે. તેણીએ તેના પિતાને સ્વીકારવા માટે પણ કહ્યું હતું કે તે હવે તેમની પુત્રી નથી. શ્રદ્ધા 28 વર્ષીય આરોપી પૂનાવાલા સાથે લિવ-ઈન રિલેશનશીપમાં હતી. આ બંને પહેલા વસઈમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને ત્યાંથી તેઓ દિલ્હી ગયા હતા, જ્યાં આરોપીએ શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી હતી.

વિકાસ વોકર ખૂબ જ ભાંગી પડ્યા હતા

પુત્રીની હત્યા બાદ પિતા વિકાસ વોકર ખૂબ જ ભાંગી પડ્યા હતા. તે પોતાની દીકરીના ન્યાય માટે લડી રહયા હતા. જોકે, ન્યાય મળે તે પહેલાં જ પિતા વિકાસ વોકરનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ઘટના બાદથી પીડિત પરિવારની હાલત ખુબ જ ખરાબ છે અને તેઓ ખુબ જ રડી રહ્યાં છે. જીવનમાં બનેલી અણધારી ઘટનાએ પરિવારનો માણો વિખેરાઈ નાખ્યો છે.

આ પણ વાંચો : દિલ્હીના CM-મંત્રી પર ભાજપે કર્યું મંથન, 14મી પછી શપથ ગ્રહણ સમારોહ યોજાશે

Tags :
Advertisement

.

×