ભારતમાં ગંભીર પ્રકારની બિમારી, 17 લોકોનાં મોત, કોઇના જવા આવવા પર પ્રતિબંધ
- રાજોરીના એક ગામમાં શંકાસ્પદ મૃત્યુની લાઇન લાગી
- 17 લોકોનાં મોત બાદ સમગ્ર ગામને કંટેનમેન્ટ ઝોન જાહેર કરાયો
- કેન્દ્રીય મંત્રીએ કહ્યું આ ઝેરી પદાર્થ ખાવાના કારણે થયેલી ઘટના છે
રાજૌરી : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોનાં મોત બાદ હડકંપ મચી ગયો છે. જમ્મુ કાશ્મીરની સરકારે રાજૌરી સંભાગના દુરના બધાલ ગામને કંટેનમેન્ટ જોન જાહેર કરી દેવાયો છે. સમગ્ર ગામની કંટેનમેન્ટ જોન જાહેર કરી દેવાયો છે. સમગ્ર ગામને નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે, એટલા લોકોના જીવ જવાના કારણે કોઇ રહસ્યમય બીમારી છે. જો કે હવે કેન્દ્રીય મંત્રીએ આ દાવા અંગે મોટી માહિતી આપી છે.
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોનાં મોત બાદ હડકંપ
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોના મોત બાદ હડકંપ મચેલો છે. એહિતિયાત વરતતા જમ્મુ કાશ્મીરની સરકારે રાજૌરી સંભાગના દુરના બધાલ ગામને કંટેનમેન્ટ જોન જાહેર કરી દેવાયો છે. સમગ્ર ગામ પર નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે, એટલા લોકોના જીવ જવાના કારણે કોઇ રહસ્યમય બિમારી છે. જો કે હવે કેન્દ્રીય મંત્રીએ આ દાવા અંગે મોટી માહિતી આપી છે.
આ પણ વાંચો : લો બોલો! પૂર્વ મુખ્યમંત્રી મતદાન કરવા ગયા ચૂંટણી અધિકારીએ કીધું તમારું તો નામ જ નથી
કેન્દ્રીય મંત્રીએ કરી સમગ્ર મામલે સ્પષ્ટતા
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ગુરૂવારે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના રાજોરીમાં ગત્ત એક મહિનામાં 17 લોકોનાં જીવ ગયા છે. જેની પાછળનું કારણ એક રહસ્યમય બિમારી નથી. તેની પાછળ કોઇ સંક્રામક રોગાણું હોવાની સંભાવના ખારીજ થઇ ચુકી છે. પ્રારંભિક તપાસમાં અજાણ્યા વિષાક્ત પદાર્થોના કારણે બિમારી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શરૂઆતી તપાસમાં ઝેરી પદાર્થ હોવાની વાત સામે આવી છે.
લખનઉની સીએસઆઇઆર લેબનો પ્રારંભિત તપાસમાં સામે આવ્યું
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, લખનઉના સીએસઆઇઆર લૈબની પ્રારંભિક તપાસ અનુસાર આ બિમારી કોઇ સંક્રામણ, વાયરલ અથવા બેક્ટેરિયલ પ્રકૃતિક નથી. ઝેરી પદાર્થ મળી આવ્યો છે. હવે તે માહિતી મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે કે, આ કોઇ પ્રકારનો ઝેરી પદાર્થ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમગ્ર મામલે તમામ એન્ગલથી તપાસ કરવામાં આવશે. જો કોઇ કાવતરું સામે આવે છે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Champions Trophy 2025 Teaser : વીડિયોમાં રોહિત-વિરાટ OUT, આ ભારતીય ખેલાડી IN
રાજૌરીના બધાલ ગામમાં બની ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજૌરીના દુરના બધાલ ગામના રહેનારા 3 પરિવારોમાંથી 7 ડિસેમ્બરથી માંડીને 19 જાન્યુઆરી સુધીમાં 17 લોકોનાં મોત થઇ ચુક્યા છે. એક દિવસ પહેલા જ અધિકારીઓએ આ વિસ્તારને કંટેનમેન્ટ જોન જાહેર કર્યો છે. દહેશતને અટકાવવા માટે જાહેર અને ખાનગી હોસ્પિટલ સમારંભ બંધ કરવામાં આવ્યા હતા.
ચાર ગ્રામીણો ગંભીર સ્થિતિમાં
મૃતક પરિવારોના નજીકના સંબંધીઓ અને ચાર અન્ય ગ્રામીણો ગંભીર રીતે હોસ્પિટલમાં દાખલ છે. ગૃહમંત્રાલયે રહસ્યમય મોતની તપાસ માટે 11 સભ્યોની આંતર મંત્રાલય ટીમની રચના કરી છે. આ ટીમ ચાર દિવસ પહેલા રાજૌરીના આ ગામમાં પહોંચી ચુક્યા છે.
આ પણ વાંચો : નેતાજી ઇચ્છતા હોત તો તેઓ આરામદાયક જીવન જીવી શક્યા હોત, તેઓ કમ્ફર્ટ ઝોનમાં બંધાયેલા નહોતા: PM મોદી


