Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ છે નાગાલેન્ડના સાંસદ ફાંગનોન કોન્યાક, જેમણે રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ

સંસદનું શિયાળુ સત્ર આજે હોબાળા બાદ સ્થગિત થઈ ગયું હતું. બાબાસાહેબ ભીમરામ આંબેડકર પર અમિત શાહના નિવેદન અને ગૃહ પરિસરમાં થયેલી ધક્કામુક્કીના કારણે રાજકારણ ગરમાયું છે. જેને લઈને ભાજપના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. બાબા સાહેબ આંબેડકરનું...
કોણ છે નાગાલેન્ડના સાંસદ ફાંગનોન કોન્યાક  જેમણે રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ
Advertisement

સંસદનું શિયાળુ સત્ર આજે હોબાળા બાદ સ્થગિત થઈ ગયું હતું. બાબાસાહેબ ભીમરામ આંબેડકર પર અમિત શાહના નિવેદન અને ગૃહ પરિસરમાં થયેલી ધક્કામુક્કીના કારણે રાજકારણ ગરમાયું છે. જેને લઈને ભાજપના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાના મુદ્દે સંસદ પરિસરમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે. નાગાલેન્ડની મહિલા સાંસદ ફાંગનોન કોન્યાકે રાહુલ ગાંધી પર આ અંગે આરોપ લગાવ્યો છે.

કોણ છે ફાંગનોન કોન્યાક ?

Advertisement

નાગાલેન્ડની ગતિશીલ મહિલા નેતાઓમાં ફાંગનોન કોન્યાકનો સમાવેશ થાય છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ હોલી ક્રોસ સિનિયર સેકન્ડરી સ્કૂલ, દીમાપુરમાંથી મેળવ્યું છે. 12મું પાસ કર્યા બાદ તેણીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. તે નાગાલેન્ડથી રાજ્યસભાના સાંસદ બનનાર પ્રથમ મહિલા છે.

Advertisement

બીજેપી સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો આરોપ

નાગાલેન્ડના સાંસદ ફાંગનોન કોન્યાકે પોતાના પર હુમલા થયાનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે, મહિલા સાંસદ રડતી રડતી મારી પાસે આવી હતી. મારી પાસે માહિતી છે અને તેણીએ લેખિતમાં ફરિયાદ કરી છે.

શું કહ્યું મહિલા સાંસદે...

નાગાલેન્ડના બીજેપી સાંસદ ફાંગનોન કોન્યાકે કહ્યું કે, હું રાજ્યસભાના અધ્યક્ષને મળી ચુકી છું. મેં મારી સુરક્ષાની માંગ કરી છે. મારું હૃદય અત્યારે ખૂબ જ ભારે છે. આજે હુ બહાર શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહી હતી. રાહુલ ગાંધી એકદમ નજીક આવીને ઉભા રહી ગયા. હું અસ્વસ્થ બની ગઈ હતી. રાહુલ ગાંધી મારા પર જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. મહિલા સાંસદ પર આ રીતે બૂમો પાડવી રાહુલ ગાંધીને શોભતું નથી. હું ખૂબ જ દુઃખી છું અને મને સુરક્ષા જોઈએ છે. તેણીએ કહ્યું કે, હું અનુસૂચિત જનજાતિ વર્ગથી આવુ છું અને મને રાહુલનું આ વર્તન સારૂ ન લાગ્યુ.

મહિલા સાંસદે પત્રમાં શું કહ્યું...

મહિલા સાંસદ કોન્યાકે ફરિયાદ કરતા પત્રમાં જણાવ્યું છે કે, હું હાથમાં પ્રદર્શન કરવા માટેની એક પ્લેટ લઈને મકર દ્વાર (સંસદ)ની સીડી નીચે ઉભી હતી. સુરક્ષા જવાનોએ અન્ય પક્ષોના સાંસદો માટે પ્રવેશ દ્વાર સુધી રસ્તો તૈયાર કર્યો હતો. અચાનક વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી અન્ય પાર્ટીના સાંસદો સાથે મારી સામે આવી ગયા, જોકે, તેમના માટે અલગ રસ્તો બનાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. તેઓ મારી એટલી નજીક આવી ગયા કે હું સંપૂર્ણપણે અસહજ બની ગઈ અને એક મહિલા સભ્ય હોવાના કારણે મને ખૂબ જ અસ્વસ્થતા અનુભવાઈ. કોન્યાકે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારે હૃદયથી તેણીએ તેના લોકતાંત્રિક અધિકારોથી પીછેહઠ કરી હતી અને એક બાજુ ખસી ગઈ હતી, પરંતુ મને લાગ્યું કે સંસદના કોઈપણ સભ્યએ આવું વર્તન ન કરવું જોઈએ.

Tags :
Advertisement

.

×