Bihar Voter યાદીમાંથી હટાવાશે 51 લાખ મતદારોના નામ', ચૂંટણી પંચે આપી મોટી અપડેટ
- બિહારમાં ચાલી રહેલા SIR લઈને આવ્યા મોટા સમાચાર
- 51 લાખ મતદારોના નામ હટાવવામાં આવશે
- તપાસ દરમિયાન 18 લાખ મતદારો મૃત મળી આવ્યા
Bihar Voter List Trimmed: ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેસિવ રિવીઝન (SIR) અભિયાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યભરમાં 51 લાખ મતદારોના નામ હટાવવામાં આવશે.
તપાસ દરમિયાન 18 લાખ મતદારો મૃત મળી આવ્યા
ચૂંટણી પંચનું કહેવું છે કે, તપાસ દરમિયાન 18 લાખ મતદારો મૃત મળી આવ્યા છે, જેના નામ મતદાર યાદીમાં સામેલ હતા. તપાસમાં 26 લાખ એવા મતદારો મળી આવ્યા છે જેઓ બિહારની બહાર અથવા અન્ય વિધાનસભા વિસ્તારમાં જઈ ચૂક્યા છે. આ સિવાય 7 લાખ લોકોએ બે જગ્યાના ચૂંટણી કાર્ડ બનાવી રાખ્યા છે જે સ્પષ્ટ રીતે નિયમોનું ઉલ્લંઘન છે. એજ કારણોથી 51 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી શકાય છે, જેથી યાદીમાં માત્ર લાયક મતદારોને જ સામેલ કરી શકાય.
આ પણ વાંચો -Vice President: હવે કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? રેસમાં આ નામો ચર્ચામાં
97.30 ટકા લોકોએ ગણતરી ફોર્મ સબમિટ કર્યા
મહત્વનું છે કે બિહારનાં 7.89 કરોડ મતદારોમાંથી લગભગ 97.30 ટકા લોકોએ અત્યાર સુધી પોતાના ગણતરી ફોર્મ સબમિટ કર્યા છે. જેમાં 2.70 ટકા મતદારોએ હજુ સુધી કોઇ ફોર્મ સબમિટ કર્યુ નથી. પરંતુ આજે સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન અભિયાનને લઇને માહિતી સામે આવી. જેમાં તપાસ દરમિયા અનેક મતદારોને અલગ અલગ રિઝનને કારણે નામ કમી કર્યા છે. એટેલે કે મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. 51 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરાયા છે.
આ પણ વાંચો -દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ બાદ Air India ના વિમાનમાં લાગી આગ
30 સપ્ટેમ્બરે અંતિમ યાદી જાહેર કરવામાં આવશે
SIRમાંથી કોઈ પણ મતદાર બાકાત ન રહે તે માટે ચૂંટણી પંચે અનેક પગલાં લીધા છે. જે મતદારોના નામ મૃત, સ્થાનાંતરિત અથવા ડબલ નોંધણી તરીકે ચિહ્નિત થયા છે તેમની યાદી રાજકીય પક્ષો અને તેમના બૂથ લેવલ એજન્ટો સાથે શેર કરવામાં આવી છે. 25 જુલાઈ સુધીમાં આ મતદારોની સ્થિતિની પુષ્ટિ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, 1 ઓગસ્ટના રોજ પ્રારંભિક મતદાર યાદી જાહેર થયા પછી, 1 સપ્ટેમ્બર સુધી દાવા અને વાંધા દાખલ કરવાનો સમય આપવામાં આવશે. આ પછી, 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.