Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Waqf Bill પર NDA એક થયું, વિપક્ષનો પ્લાન ફેઈલ! આજે લોકસભામાં રજૂ થશે બિલ

વકફ સુધારા બિલને લઈને આજે એટલે કે બુધવારે સંસદમાં ભારે હોબાળો થવાની શક્યતા છે. વકફ સુધારા બિલ આજે લોકસભામાં પસાર થવા માટે રજૂ કરવામાં આવશે
waqf bill પર nda એક થયું  વિપક્ષનો પ્લાન ફેઈલ  આજે લોકસભામાં રજૂ થશે બિલ
Advertisement
  • Waqf Bill પર NDA એકજુથ, વિપક્ષનો પ્લાન ફેઈલ
  • વિરોધ પક્ષોઓ બિલનો જોરદાર વિરોધ કર્યો
  • આજે બિલને લઈને સંસદમાં ભારે હોબાળો થવાની શક્યતા

Waqf Bill: લોકસભામાં NDAના 293 સાંસદો છે. ઓલ ઈન્ડિયા એલાયન્સ પાસે 235 સાંસદો છે, અને જો આમાં અન્ય સાંસદો ઉમેરવામાં આવે તો આ સંખ્યા ફક્ત 249 થાય છે. જ્યારે બહુમતીનો આંકડો 272 છે. વિપક્ષને લાગ્યું કે જો 16 સાંસદો સાથે TDP અને 12 સાંસદો સાથે JDU વક્ફ બિલનો વિરોધ કરે, તો ગેમ બદલાઈ શકે છે કારણ કે પછી NDA ની સંખ્યા ઘટીને 265 થઈ જશે અને બિલનો વિરોધ કરનારાઓની સંખ્યા 277 થઈ જશે.

વિરોધ પક્ષો આ બિલનો જોરદાર વિરોધ કરી રહ્યા છે અને તેને ગેરબંધારણીય અને મુસ્લિમ સમુદાયના હિતોની વિરુદ્ધ ગણાવી રહ્યા છે. કેટલાક અગ્રણી મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ બિલ ભારતમાં વકફ મિલકતોના સંચાલન અને વહીવટમાં સુધારાનો પ્રસ્તાવ મૂકે છે.

Advertisement

સંસદમાં ભારે હોબાળો થવાની શક્યતા

વકફ સુધારા બિલને લઈને આજે એટલે કે બુધવારે સંસદમાં ભારે હોબાળો થવાની શક્યતા છે. વકફ સુધારા બિલ આજે લોકસભામાં પસાર થવા માટે રજૂ કરવામાં આવશે, જેના કારણે સરકાર અને વિપક્ષ વચ્ચે મુકાબલો થશે, જેમણે પ્રસ્તાવિત કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો છે. શાસક અને વિપક્ષ બંને પક્ષોએ આ બિલ પર લડવાનું મન બનાવી લીધુ છે. ગુરુવારે રાજ્યસભામાં તેના પર ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રસ્તાવિત કાયદા પર ચર્ચા કરવા માટે બંને ગૃહોને આઠ-આઠ કલાકનો સમય આપવામાં આવ્યો છે.

Advertisement

અમે મોટા નિર્ણયો લેવામાં પાછા નથી પડતા : BJP

ભલે ત્રીજા પ્રયાસમાં ભાજપ બહુમતીથી 32 બેઠકોથી પાછળ રહી ગયું હોય, પરંતુ સરકાર વક્ફ સુધારા બિલ પર સંસદમાં થોડા કલાકોમાં જ પોતાની તાકાત બતાવશે. ભલે ભાજપે લોકસભામાં ગત વખતની સરખામણીમાં 63 બેઠકો ગુમાવી હોય, પણ સરકાર કહેવા જઈ રહી છે કે બેઠકો ગુમાવવાને કારણે અમે મોટા નિર્ણયો લેવામાં પાછા નથી પડતા. જોકે ત્રીજા કાર્યકાળમાં, મોદી સરકાર 14 ગઠબંધન પક્ષોના 53 સાંસદોના સમર્થન પર નિર્ભર છે, પરંતુ થોડા કલાકોમાં સરકાર કહેવા જઈ રહી છે કે બહુમતી કરતાં સર્વસંમતિ મોટી છે. આવી સ્થિતિમાં, આજે આપણે સમજવું પડશે કે શું વક્ફ બિલથી દેશમાં ધર્મનિરપેક્ષતાના નામે રાજકારણ બદલાશે?

સાંસદોને વ્હિપ જારી

ભારતીય જનતા પાર્ટી (BJP) પછી, સત્તારૂઢ NDA ગઠબંધનમાં ચાર સૌથી મોટા ઘટક - તેલુગુ દેશમ પાર્ટી (TDP), જનતા દળ-યુનાઈટેડ (JDU), શિવસેના અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એ તેમના સાંસદોને વ્હિપ જારી કરીને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા જણાવ્યું છે.

આ પણ વાંચો : Diesel price : આ રાજ્યમાં ડીઝલના ભાવમાં થયો ધરખમ વધારો

Waqf Bill પર NDA એકજુથ

સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના કેટલાક સાથી પક્ષો બિલમાં વધુ ફેરફારોની માંગ કરી રહ્યા છે. ભાજપના સાથી પક્ષના એક વરિષ્ઠ સભ્યએ આશા વ્યક્ત કરી કે સરકાર તેમના મંતવ્યો ધ્યાનમાં લેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા તેમની કેટલીક ચિંતાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે અને NDA આ મુદ્દા પર એકજૂથ રહેશે. કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં ગૃહની વ્યાપાર સલાહકાર સમિતિ (BAC) ની બેઠકમાં, આ બિલ પર આઠ કલાકની ચર્ચા માટે સર્વસંમતિ સધાઈ હતી, જેને ગૃહની લાગણીઓ અનુસાર વધુ લંબાવી શકાય છે.

સભામાં બિલને લઈને શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે ઉગ્ર મુકાબલાના સંકેતો મળ્યા જ્યારે વિપક્ષી ઈન્ડિયા એલાયન્સના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું અને સરકાર પર તેમનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. જોકે, આ મુદ્દા પરની ગતિરોધથી બહુ ફરક પડતો નથી કારણ કે શાસક ભાજપની આગેવાની હેઠળના NDA પાસે લોકસભામાં સંખ્યાબળ તેના પક્ષમાં છે.

આ પણ વાંચો :  દીકરાના એડમિશનને બદલે પિતાનું ટીચરના પ્રેમમાં 'એડમિશન'!ગુમાવ્યા 20 લાખ

મણિપુર અને મતદાર ઓળખ કાર્ડ જેવા મુદ્દાઓ પર ચર્ચા

લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે તેમનો અવાજ સાંભળવામાં આવી રહ્યો નથી. તેમણે કહ્યું કે વિરોધ પક્ષો ચર્ચા માટે વધુ સમયની માંગ કરી રહ્યા છે અને તેઓ ઇચ્છે છે કે ગૃહ મણિપુરની પરિસ્થિતિ અને મતદાર ઓળખ કાર્ડના વિવાદ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરે. સાંસદ ગોગોઈએ જણાવ્યું હતું કે BAC બેઠકમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી અને વિપક્ષી પક્ષોના નેતાઓએ બેઠકમાંથી વોકઆઉટ કર્યુ હતુ. રિજિજુએ કહ્યું કે ઘણા પક્ષો ચારથી છ કલાકની ચર્ચા ઇચ્છે છે, જ્યારે વિરોધ પક્ષોના સભ્યો 12 કલાકની ચર્ચા કરવા પર અડગ હતા. તેમણે કહ્યું કે ગૃહની ભાવના મુજબ આ સમયગાળો લંબાવી શકાય છે.

અસદુદ્દીન ઓવૈસીનો આરોપ

બાદમાં, રાજ્યસભાના BAC ની એક બેઠક યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુરુવારે બિલ પર ચર્ચા કરવામાં આવશે અને એવી અપેક્ષા છે કે ત્યાં સુધીમાં બિલને નીચલા ગૃહ દ્વારા મંજૂરી મળી જશે. બિલના કટ્ટર વિરોધી, AIMIM સભ્ય અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ગૃહમાં આ બિલ પર ચર્ચા દરમિયાન, તેઓ સમજાવશે કે તે કેટલું ગેરબંધારણીય છે. તેમણે આરોપ લગાવ્યો કે આ બિલ મુસ્લિમોના ધાર્મિક અધિકારોને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યું છે અને જનતા ભાજપના સહયોગી પક્ષો જેમ કે TDP અને JDUને પાઠ ભણાવશે.

લોકસભામાં 542 સભ્યોમાંથી NDA પાસે 293 સાંસદો છે અને ભાજપ ઘણી વખત કેટલાક અપક્ષ સભ્યોનો ટેકો મેળવવામાં સફળ રહ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, TDP, JDU અને ચિરાગ પાસવાનની આગેવાની હેઠળના LJP (રામવિલાસ) જેવા ભાજપના મુખ્ય સાથી પક્ષોએ શરૂઆતમાં બિલના કેટલાક પાસાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સંસદની સંયુક્ત સમિતિ દ્વારા તેમના કેટલાક સૂચનો સ્વીકારાયા પછી તેઓ તેને સમર્થન આપી શકે છે.

આ પણ વાંચો :  દેશના આ રાજ્યમાં આવ્યો જોરદાર ભૂકંપ,લોકો ઘરની બહાર નીકળ્યા

મંગળવારે ભારતના કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ, ચર્ચ ઓફ ઈન્ડિયાએ આ બિલને સમર્થન આપ્યું હતું, જેનાથી પ્રસ્તાવિત કાયદાને તેના કથિત વ્યાપક લઘુમતી વિરોધી એજન્ડાના ભાગ રૂપે દર્શાવવાના વિપક્ષના પ્રયાસનો સામનો કરવાના સરકારના પ્રયાસોને વેગ મળ્યો હતો. ગયા વર્ષે બિલ રજૂ કરતી વખતે, સરકારે તેને બંને ગૃહોની સંયુક્ત સમિતિ (JPC) ને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

બિલમાં કેટલાક ફેરફારોને મંજૂરી

JPC રિપોર્ટ સબમિટ થયા બાદ કેન્દ્રીય કેબિનેટે તેની ભલામણોના આધારે મૂળ બિલમાં કેટલાક ફેરફારોને મંજૂરી આપી હતી. બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં, વિપક્ષે બિલ પર ચર્ચા કરવા માટે 12 કલાકનો સમય ફાળવવાની માંગ કરી હતી, જ્યારે સરકારે ઓછો સમય રાખવાનો આગ્રહ કર્યો હતો જેથી અન્ય કાયદાકીય કામકાજ પૂર્ણ થઈ શકે.

ઇન્ડિયા એલાયન્સના ઘટક નેતાઓએ તેમની રણનીતિ પર પણ ચર્ચા કરી, જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, NCP (શરદ પવાર)ના સુપ્રિયા સુલે, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી અને આમ આદમી પાર્ટીના સંજય સિંહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી. ડીએમકેના સભ્યો ટી.આર. બાલુ, તિરુચી સિવા અને કનિમોઝી, આરજેડીના મનોજ કુમાર ઝા, સીપીઆઈ(એમ)ના જોન બ્રિટાસ, એસપીઆઈના સંધોષ કુમાર પી, આરએસપીના એન. પ્રેમચંદ્રન અને MDMK નેતા વાઈકો પણ હાજર હતા.

આ પણ વાંચો : UP CM Yogi : રાજકારણ મારા માટે ફુલટાઈમ જોબ નથી,PM બનવા મુદ્દે યોગીનો સટીક જવાબ

Tags :
Advertisement

.

×