Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

New Delhi : રાજકારણમાંથી ગુનેગારોને દૂર કરતું 130 મુ સંવિધાન સુધારણા બિલ રજૂ કરાશે

આજે બુધવારે લોકસભામાં અમિત શાહ 130 મુ સંવિધાન સુધારણા બિલ (130th Constitutional Amendment Bill) રજૂ કરશે. આ બિલ અનુસાર વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈને જાહેર જનપ્રતિનિધિઓ પોતાનું પદ ગુમાવી શકે છે. વાંચો વિગતવાર.
new delhi   રાજકારણમાંથી ગુનેગારોને દૂર કરતું 130 મુ સંવિધાન સુધારણા બિલ રજૂ કરાશે
Advertisement
  • આજે લોકસભામાં 130th Constitutional Amendment Bill રજૂ કરશે
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આજે બિલ રજૂ કરશે
  • આ બિલ અનુસાર વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈને જાહેર જનપ્રતિનિધિઓ પોતાનું પદ ગુમાવી શકે છે
  • આ બિલ રાજકારણમાંથી ગુનેગારોને દૂર કરવા સક્ષમ છે

New Delhi : આજે બુધવારે લોકસભામાં અમિત શાહ (Amit Shah) 130 મુ સંવિધાન સુધારણા બિલ (130th Constitutional Amendment Bill) રજૂ કરશે. આ બિલ રાજકારણમાંથી ગુનેગારોને દૂર કરવા સક્ષમ છે. આ બિલ અનુસાર વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈને જાહેર જનપ્રતિનિધિઓ પોતાનું પદ ગુમાવી શકે છે. રાજકારણમાં ગુનાખોરી રોકવાની દિશામાં સરકારનું આ પગલું ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.

130th Constitutional Amendment Bill

આજે અમિત શાહ લોકસભામાં રાજકારણમાંથી ગુનેગારોને દૂર કરવા સક્ષમ એવું 130 મુ સંવિધાન સુધારણા બિલ (130th Constitutional Amendment Bill) રજૂ કરશે. આ બિલની જોગવાઈ અંતર્ગત વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યમંત્રીઓ સુધીના તમામ જનપ્રતિનિધિઓ પોતાનું પદ ગુમાવી શકે છે. આ બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ ચૂંટાયેલ જનપ્રતિનિધિ જ્યુડિશિયલ કસ્ટડીમાં જાય છે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે. આ બિલમાં બંધારણની કલમ 75 અને 164 માં સુધારાનો પ્રસ્તાવ રજૂ થશે.

Advertisement

આ પણ વાંચોઃ દિલ્હીના CM Rekha Gupta પર જનસુનાવણી દરમિયાન હુમલો!

Advertisement

30 દિવસની મર્યાદા

130 મા સંવિધાન સુધારણા બિલ અંતર્ગત જો કોઈ મંત્રી ગંભીર ગુના (5 વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનો) ના આરોપમાં સતત 30 દિવસ જેલમાં રહે છે તો તેમનું પદ આપમેળે સમાપ્ત થઈ જશે. આ જ જોગવાઈ વડાપ્રધાન અને મુખ્યમંત્રી પર પણ લાગુ પડશે. જો તેઓ રાજીનામું નહિ આપે તો તેમનું પદ 31મા દિવસથી આપમેળે સમાપ્ત થઈ જશે. આ બિલની રજૂઆત થતાં જ લોકસભામાં હોબાળો થવાની શક્યતા છે. 130 મુ સંવિધાન સુધારણા બિલ રજૂ કર્યા બાદ અમિત શાહ આ બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલશે.

આ પણ વાંચોઃ Online સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી, આજે સંસદમાં કેન્દ્ર સરકાર રજૂ કરશે નવું બિલ

Tags :
Advertisement

.

×