New Delhi : ડે કેરમાં એક માસૂમ બાળકી પર અત્યાચાર, માર માર્યો અને બચકા ભર્યા
- ડે કેરમાં બાળકોને મુકતા માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો New Delhi માં બન્યો
- ગ્રેટર નોઈડામાં ડે કેર સેન્ટરમાં માસૂમ બાળકી પર અત્યાચાર
- બાળકીના શરીર પર માર અને બચકાના નિશાન જોવા મળ્યા
- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ
New Delhi : ડે કેરમાં બાળકોને મુકતા માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો ગ્રેટર નોઈડામાં બન્યો છે. ડે કેર સેન્ટરમાં રહેલ માસૂમ બાળકીને ઢોર માર મારવામાં આવ્યો જેનાથી તેના શરીર પર નિશાન પડી ગયા. આ સિવાય તેની જાંઘો પર બચકા ભરવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં આ નિશાન દાંતથી કરડવાના લીધે બન્યા હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. શરુઆતમાં ડે કેર સેન્ટરના કર્મચારીએ સીસીટીવી ફૂટેજ બતાવાની ના પાડી હતી. જો કે બાદમાં પોલીસ તપાસમાં સીસીટીવી ચેક કરવામાં આવતા બાળકી સાથે થયેલા અત્યાચારનો ભાંડો ફૂટ્યો હતો.
સમગ્ર ઘટનાક્રમ
ગ્રેટર નોઈડા સેક્ટર-137ની પારસ ટિએરા સોસાયટીના ડે કેરમાં 15 મહિનાની બાળકી સાથેની ક્રૂરતા સામે આવી છે. એવો આરોપ છે કે ડે કેરના સહાયકે પહેલા છોકરીને ખૂબ માર માર્યો અને પછી તેના જાંઘ પર દાંતથી બચકા ભર્યા. છોકરીની માતાની ફરિયાદ પર સેક્ટર-142 પોલીસ સ્ટેશનમાં ઓપરેટર ચારુ અને સગીર સહાયક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત બાળકીની માતા મોનિકા દેવી (Monika Devi)નો આરોપ છે કે, તેમની પુત્રીને દરરોજ 2 કલાક માટે બ્લિપ્પી ડે કેર (Blippi Day Care Centre) માં મોકલે છે. 4 ઓગસ્ટે જ્યારે તે તેને ઘરે લાવી ત્યારે તે જોરથી રડી રહી હતી. કપડાં બદલતી વખતે, તેની બંને જાંઘ પર દાંતના નિશાન જોવા મળ્યા. આ પછી તે છોકરીને ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે તેને કહ્યું કે, આ ઈજાઓ કરડવાથી થઈ છે.
આ પણ વાંચોઃ Vote Theft : કર્ણાટક-હરિયાણા-મહારાષ્ટ્રે Rahul Gandhi ને ફટકારી નોટિસ
ડે કેર સંચાલકોએ ધમકી આપી
મોનિકા દેવીએ જણાવ્યું કે, તેણીએ આ બાબતની ફરિયાદ ડે કેર ચલાવતી ચારુ અને સહાયકને કરી હતી. આ અંગે બંનેએ તેની સાથે ગેરવર્તણૂક કરીને ધમકી આપી હતી. પહેલા તો ઓપરેટરે સીસીટીવી બતાવવાનો ઈનકાર કર્યો હતો. છોકરીની માતાની ફરિયાદ પર સેક્ટર-142 પોલીસ સ્ટેશનમાં ઓપરેટર ચારુ અને સગીર મદદગાર સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા.
ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ
આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ફૂટેજમાં સહાયક પહેલા છોકરીને થપ્પડ મારતો, પછી તેને નીચે ફેંકી દેતો અને પ્લાસ્ટિકના બેટથી મારતો જોવા મળે છે. ત્યારબાદ તે છોકરીની જાંઘોને બચકા ભરે છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
- બાળકને ડે કેરમાં મૂકતા પહેલા લાયસન્સ તપાસો
- ડે કેર સ્ટાફ અને ઓપરેટરની લાયકાત વિશે જાણો
- જેમના બાળકો પહેલાથી જ ત્યાં જઈ રહ્યા છે તેમના સ્ટાફના વર્તન વિશે જાણો
- બાળકના વર્તનમાં થતા ફેરફારો પર ધ્યાન આપો
- બાળકોને ડે કેરમાં થતી દૈનિક પ્રવૃત્તિઓ વિશે પૂછો


