New Delhi : કોંગ્રેસે ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા માટે બનાવી ખાસ રણનીતિ, સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં થઈ બેઠક
- આ વખતે સંસદનું ચોમાસુ સત્ર તોફાની બનશે
- સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસે બનાવી ખાસ રણનીતિ
- ભાજપને અનેક મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસ તૈયાર
New Delhi : સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. સરકાર આ ચોમાસુ સત્રમાં કેટલાક નવા બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે બીજી તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પણ સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ મંગળવારે સાંજે તેમના નિવાસસ્થાને સંસદીય વ્યૂહરચના જૂથ સાથે એક બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) , રાજ્યસભામાં ઉપનેતા પ્રમોદ તિવારી અને જયરામ રમેશ, કે. સુરેશ અને મણિકમ ટાગોર અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.
કયા મુદ્દા કોંગ્રેસ ઉઠાવશે ?
ચોમાસુ સત્રમાં પહેલગામ આતંકવાદી હુમલો (Pahalgam terrorist attack), બિહારમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (Special Intensive Revision-SIR), જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અને દેશમાં મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ જેવા મુદ્દાઓ ઉઠાવવાનો નિર્ણય કોંગ્રેસે લીધો છે. આ સાથે કોંગ્રેસ ચોમાસુ સત્ર દરમિયાન ખેડૂતોની સમસ્યાઓ, વધતી બેરોજગારી, દેશની સુરક્ષા અને અમદાવાદ વિમાન દુર્ઘટનાના મુદ્દાઓ પણ ઉઠાવશે.
આ પણ વાંચોઃ Amritsar : Golden Temple ને 20 કલાકમાં બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તંત્ર એલર્ટ મોડ પર
અચાનક યુદ્ધ વિરામ શા માટે ?
બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યસભામાં ઉપનેતા પ્રમોદ તિવારી (Pramod Tiwari) એ કહ્યું કે, પહેલગામમાં 26 લોકો માર્યા ગયા હતા અને કોંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષોએ 22 એપ્રિલના આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે પહેલગામમાં 26 લોકોની હત્યા કરનારા અને આપણી બહેનોને વિધવા બનાવનારા આતંકવાદીઓ ક્યાં છે ? તેમની સામે હજૂ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? પહેલગામ હુમલા પર સરકાર પાસેથી જવાબ માંગવો એ કોંગ્રેસની પહેલી પ્રાથમિકતા છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું ત્યારે અચાનક યુદ્ધવિરામ શા માટે જાહેર કરવામાં આવ્યો.
VIDEO | After the Congress Parliamentary Strategy Committee meeting, senior leader Pramod Tiwari says, “the party’s top priority in Parliament will be to demand answers from the government on the recent terror attack in Pahalgam and the details of Operation Sindoor. Why the… pic.twitter.com/dBiwXQFs5D
— Press Trust of India (@PTI_News) July 15, 2025
મતદાર યાદી સમીક્ષા મુદ્દે ઘમાસાણ થશે
બિહારમાં મતદાર યાદીના મુદ્દા પર પ્રમોદ તિવારીએ આરોપ લગાવ્યો કે, પહેલા હરિયાણા અને મહારાષ્ટ્રમાં લોકશાહીની 'હત્યા' કરવામાં આવી હતી અને હવે બિહારમાં જે કરવામાં આવી રહ્યું છે તે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે, બિહારમાં મતદાર યાદીમાં કરવામાં આવતી સઘન સમીક્ષા (SIR) લોકશાહી માટે ખતરો છે. તેમણે વધુમાં કહ્યું કે, આવા અનેક સળગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Uttarakhand Road Accident : પિથોરાગઢમાં ગમખ્વાર અકસ્માત,જીપ 150 ઊંડી ખાઈમાં ગાબાકી,8 ના મોત


