New Delhi : ભારત વિશ્વની 3જી અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહ્યો છે - વડાપ્રધાન મોદી
- કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કુલ 51000 યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરાયા
- PM Modi એ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી
- સમગ્ર દેશમાં રોજગાર મેળાના 16મા સંસ્કરણમાં કુલ 47 કાર્યક્રમો યોજાયા હતા
New Delhi : આજે શનિવારે રોજગાર મેળાના 16મા સંસ્કરણમાં કેન્દ્ર સરકારના વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદી (PM Modi) વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક સંબોધનમાં યુવાનોને નોકરી મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વડાપ્રધાને દેશ કેવી અને કેટલી પ્રગતિ કરી રહ્યો છે તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, આપણો દેશ વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે અને છેલ્લા 11 વર્ષમાં દરેક ક્ષેત્રમાં દેશે પ્રગતિ કરી છે.
અમારું સૂત્ર 'બીના પરચી, બીના ખર્ચી'
રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરતું મહત્વનું અભિયાન છે. આજે રોજગાર મેળાના 16મા સંસ્કરણમાં વડાપ્રધાન મોદીએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, આ અભિયાનને લીધે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અત્યાર સુધીમાં, દેશભરમાં રોજગાર મેળા પહેલ હેઠળ 10 લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે, અમારું સૂત્ર 'બીના પરચી, બીના ખર્ચી' (Bina Parchi Bina Kharkhi) છે. આવા રોજગાર મેળાઓ દ્વારા, લાખો યુવાનોને રોજગાર મળ્યો છે અને તેઓ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. કેટલાક રાષ્ટ્રનું રક્ષણ કરશે, કેટલાક 'સબકી મદદ'ના યોદ્ધા બનશે.
#WATCH | Delhi | On distribution of 51,000 appointment letters, Prime Minister Narendra Modi says, "... Our moto is 'Bina Parchi Bina Kharchi'... Lakhs of youth have been employed through such Rozgar Mela and are contributing to the development of the nation... Some will protect… pic.twitter.com/xaLASLMVAf
— ANI (@ANI) July 12, 2025
આ પણ વાંચોઃ Radhika Yadav Case : મૃતક મારા માટે માત્ર એક અભિનેત્રી હતી, ઈનામ-ઉલ-હકનો ખુલાસો
સંરક્ષણ ઉત્પાદન રૂ. 1.25 લાખ કરોડને પાર
કેન્દ્ર સરકારના વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં વડાપ્રધાને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર પછી, સંરક્ષણ ઉત્પાદન વિશે ઘણી વાતો થઈ રહી છે. આપણું સંરક્ષણ ઉત્પાદન રૂ. 1.25 લાખ કરોડને વટાવી ગયું છે.
કુલ 47 સ્થળોએ યોજાયા કાર્યક્રમો
રોજગાર મેળાની 16મી આવૃત્તિ અંતર્ગત સમગ્ર ભારતમાં 47 સ્થળોએ નિમણૂક પત્રો એનાયત કાર્યક્રમો યોજાયા હતા . આ ભરતીઓ રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, શ્રમ અને રોજગાર મંત્રાલય અને અન્ય વિભાગો અને મંત્રાલયોમાં જોડાશે. વડાપ્રધાને ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે, અમે વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યુવા મિત્રોની ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. હું 12 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં ભાગ લઈશ, જ્યાં હજારો યુવાનોને નિમણૂક પત્રો સોંપવામાં આવશે. દેશભરના આ તમામ 47 સ્થળો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા સાથે જોડાયેલા રહ્યા.
આ પણ વાંચોઃ Bihar Election 2025 : 12 IPS અધિકારીઓની ટ્રાન્સફર પાછળ નીતિશ કુમારનો માસ્ટર સ્ટ્રોક કે પછી... ?


