New Delhi : ખૈબર પખ્તુનખ્વામાં થયેલ આત્મઘાતી હુમલાનો પાકિસ્તાનનો આરોપ ભારતે નકારી કાઢ્યો
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વાના હુમલાનો આરોપ ભારતે નકારી કાઢ્યો
- વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આરોપોને સ્પષ્ટપણે રદિયો આપ્યો
- પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા હુમલામાં 13 જવાનોના મૃત્યુ થયા હતા
New Delhi : નવેમ્બર 2022 માં પાકિસ્તાન સરકાર અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (Tehreek-e-Taliban Pakistan-TTP) વચ્ચે યુદ્ધવિરામ કરાર ભંગ થયા પછી ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. 28 જૂનના રોજ વઝીરિસ્તાનમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાકિસ્તાનના 13 જવાનો મૃત્યુ પામ્યા હતા. અવળચંડા પાકિસ્તાને આ આત્મઘાતી હુમલાનો આરોપ ભારત પર લગાડ્યો છે. જેનો ભારતે સખત વિરોધ કર્યો છે. શનિવારે રાત્રે ભારતીય વિદેશ મંત્રાલયે ખૈબર પખ્તુનખ્વાના (Khyber Pakhtunkhwa) પ્રાંતના વઝીરિસ્તાન વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલા માટે ભારતને દોષી ઠેરવવાના પાકિસ્તાનના પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
આત્મઘાતી હુમલામાં 13 જવાનોના મોત
શનિવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 13 જવાનો માર્યા ગયા. ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, એક સુનિયોજિત કાયરતાપૂર્ણ હુમલામાં, આતંકવાદીઓએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના મીર અલી વિસ્તારમાં સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવ્યો હતો. ISPR અનુસાર શનિવારે સવારે ખડ્ડી ગામમાં એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને બોમ્બ ડિસ્પોઝલ યુનિટના માઈન-રેઝિસ્ટન્ટ એમ્બુશ પ્રોટેક્ટેડ (MRAP) વાહન સાથે અથડાવ્યું હતું.
ઉસુદ અલ-હર્બે હુમલાની જવાબદારી સ્વીકારી
આ હુમલા બાદ લશ્કરી હિલચાલને કારણે વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓએ રાહત કામગીરી શરૂ કરી છે. તેમણે માહિતી આપી હતી કે હાફિઝ ગુલ બહાદુર જૂથ સાથે જોડાયેલા આતંકવાદી જૂથ ઉસુદ અલ-હર્બે (Usud al-Harb) આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર (Ali Amin Gandapur) એ આત્મઘાતી હુમલાની કડક નિંદા કરી છે.
આ પણ વાંચોઃ Jagannath Puri Rath Yatra 2025: ઉદ્યોગપતિ Gautam Adani એ પરિવાર સાથે Lord Jagannath ના કર્યા દર્શન
ભારતે સ્પષ્ટ રદિયો આપ્યો
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 13 જવાનો માર્યા ગયા. આ હુમલાની જવાબદારી ઉસુદ અલ-હર્બે લીધી હોવા છતાં અવળચંડા પાકિસ્તાને આ હુમલાનો આરોપ ભારત પર લગાવ્યો છે. શનિવારે રાત્રે ભારતીય વિદેશ મંત્રાલયે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વઝીરિસ્તાન વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલા માટે ભારતને દોષી ઠેરવવાના પાકિસ્તાનના પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે 28 જૂનના રોજ વઝીરિસ્તાનમાં થયેલા હુમલા માટે ભારતને દોષી ઠેરવતા પાકિસ્તાની સેનાનું સત્તાવાર નિવેદન જોયું છે. અમે આ નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ.
આ પણ વાંચોઃ Kolkata case : ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ, SIT ને સોંપાઈ તપાસ