New Delhi : ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા છે એવું વડાપ્રધાન મોદી ન બોલ્યાઃ રાહુલ ગાંધી
- Rahul Gandhi એ વડાપ્રધાન મોદી પર કર્યા વાકપ્રહાર
- ટ્રમ્પ ખોટા છે એવું PM મોદી ન બોલ્યાઃ રાહુલ ગાંધી
- જો PM બોલશે તો ટ્રમ્પ ખુલ્લીને બોલશેઃ રાહુલ ગાંધી
- ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડ ડીલ ઈચ્છે છેઃ રાહુલ ગાંધી
New Delhi : અત્યારે સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તા પક્ષ અને તેના નેતાઓ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) વિષયક રજૂઆતો કરી રહ્યા છે. જેમાં ખુદ વડાપ્રધાન મોદી (PM Modi) , કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishanakar), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh) એ રજૂઆતો કરી છે. જો કે વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર પર કરેલ રજૂઆતો મુદ્દે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહારો કર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર વડાપ્રધાનને ઘેર્યા
સંસદમાં વડાપ્રધાન મોદીએ ખુદ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો વગેરે વિષયક રજૂઆતો કરી હતી. આ રજૂઆત બાદ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નિવેદન પર સવાલો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં એમ કહેતા ફરે છે કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યો છે. વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા છે તેવું કહેવું જોઈએ. શા માટે વડાપ્રધાને ટ્રમ્પને ખોટા ન ગણાવ્યા ? રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડ ડીલ ઈચ્છે છે. જો વડાપ્રધાન ટ્રમ્પ વિશે કંઈક કહેશે તો તેના જવાબમાં ટ્રમ્પ પણ ખુલાસાપૂર્વકનો જવાબ આપશે.
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીનું નિવેદન
ટ્રમ્પ ખોટા છે એવું PM મોદી ન બોલ્યાઃ રાહુલ
ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડ ડીલ ઈચ્છે છેઃ રાહુલ ગાંધી
જો PM બોલશે તો ટ્રમ્પ ખુલ્લીને બોલશેઃ રાહુલ@RahulGandhi @narendramodi @realDonaldTrump @PMOIndia #India #BigBreaking #RahulGandhi #Loksabha… pic.twitter.com/LUcboNDnPh— Gujarat First (@GujaratFirst) July 30, 2025
આ પણ વાંચોઃ અલ કાયદાના આતંકવાદી મોડ્યુલની મહિલા બોસ શમા પરવીન જાણો કઇ રીતે યુવાનોને કટ્ટરપંથી બનાવતી !
ઈન્દિરા ગાંધી સાથે સરખામણી કરી
ઓપરેશન સિંદૂર મુદ્દે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર વાકપ્રહાર કરતાં કહ્યું કે, લશ્કરી દળો અને ભારતીય વાયુસેનાને પાકિસ્તાનના લશ્કરી માળખા અને હવાઈ સંરક્ષણ પ્રણાલી પર હુમલો ન કરવાનું કેમ કહેવામાં આવ્યું ? તેમણે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) નો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીની સરખામણી પણ કરી હતી. તેમણે કહ્યું કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની 50 ટકા પણ હિંમત છે, તો તેમણે કહેવું જોઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ વિશે ખોટું બોલી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં 29 વખત દાવો કર્યો છે કે તેમણે યુદ્ધવિરામ લાવ્યો છે. તેમણે કહ્યું કે, ભારત એવા વડાપ્રધાનને સહન કરી શકતું નથી જેની પાસે એવું કહેવાની હિંમત ન હોય કે ટ્રમ્પ યુદ્ધવિરામ અને ભારતીય જેટને તોડી પાડવા વિશે ખોટું બોલી રહ્યા છે.
આ પણ વાંચોઃ Monsoon Session : એસ. જયશંકરે ઓપરેશન સિંદૂરની રજૂઆત દરમિયાન પાકિસ્તાન અને કોંગ્રેસને આડેહાથ લીધા


