New Delhi : રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર આકરા વાકપ્રહાર, લોકસભા ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી
- Rahul Gandhi ના ચૂંટણી પંચ પર આકરા વાકપ્રહાર
- Rahul Gandhi એ લોકસભા ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો
- અમે આ બાબત સાબિત પણ કરીશું, અમારી પાસે હવે ડેટા છે - Rahul Gandhi
New Delhi : રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ચૂંટણી પંચ (Election Commission) પર આકરા વાકપ્રહાર કર્યા છે. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના વાર્ષિક કાનૂની સંમેલન (Annual Legal Conclave) માં લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, દેશમાં ચૂંટણી પંચ હવે અસ્તિત્વમાં નથી. રાહુલ ગાંધીએ અગાઉ જણાવ્યું હતું કે, મારી પાસે બોમ્બ છે જે હું ફોડીશ. તેઓ ચૂંટણી પંચની ગેરરીતિઓ વિશે વાત કરી રહ્યા હતા. આજે તેમણે આ પ્રકારના નિવેદનો કરીને બોમ્બ ફોડી દીધો છે.
વર્ષ 2014 થી ગેરરીતિઓ થઈ રહી છે
દિલ્હીમાં કોંગ્રેસના વાર્ષિક કાનૂની સંમેલન (Annual Legal Conclave) માં ભારત સરકાર અને ચૂંટણી પંચ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હું તાજેતરની ચૂંટણી પ્રણાલી વિશે વાત કરી રહ્યો છું. મને હંમેશા શંકા હતી કે 2014 થી તેમાં કંઈક ખોટું છે. મને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ શંકા હતી. એક પક્ષના જંગી વિજયનો ટ્રેન્ડ શંકા પેદા કરે છે. દેશમાં ચૂંટણી પંચ મરી ગયું છે, લોકસભા ચૂંટણીમાં પણ ગોટાળા થયા હતા.
દેશમાં કોઈ ચૂંટણી પંચ નથી રહ્યું - રાહુલ ગાંધી
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એ આગળ કહ્યું કે, અમે ચૂંટણીમાં ગેરરીતિઓની ગંભીરતાથી તપાસ શરૂ કરી. અમને જાણવા મળ્યું કે મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે એક કરોડ નવા મતદારો ઉમેરાય છે. જેમાંથી મોટાભાગના મત ભાજપને જાય છે. હવે હું કોઈ શંકા વિના કહું છું કે અમારી પાસે પુરાવા છે. અમારી પાસે પુરાવા છે જે દર્શાવે છે કે કોઈ ચૂંટણી પંચ નથી.
આ પણ વાંચોઃ Uttar Pradesh : આજે વડાપ્રધાન મોદી વારાણસીના પ્રવાસે, કુલ 52 વિકાસકાર્યોની ભેટ આપશે
ચૂંટણી પંચની કામગીરી શંકાસ્પદ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી પંચ મતદાર યાદીની ડિજિટલ નકલો પ્રદાન કરતું નથી. આ દસ્તાવેજો સ્કેન કરી શકાતા નથી. ચૂંટણી પંચ એવી નકલો કેમ પ્રદાન કરશે જે સ્કેન કરી શકાતી નથી ? મોટો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, એક લોકસભા મતવિસ્તારમાં, અમે મતદાર યાદી તપાસી અને શોધી કાઢ્યું કે 6.5 લાખ મતદારોમાંથી 1.5 લાખ મતદારો નકલી હતા.
#WATCH | Delhi: At the Annual Legal Conclave- 2025, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "I've been speaking recently about the election system. I always had a suspicion that there was something wrong, right from 2014... I had a suspicion in the Gujarat Assembly… pic.twitter.com/c9pDIvk8eS
— ANI (@ANI) August 2, 2025
લોકસભા ચૂંટણીમાં ગોટાળા થયા હતા
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, 'અમે તે સાબિત કરવા જઈ રહ્યા છીએ, અમારી પાસે હવે ડેટા છે. લોકસભા ચૂંટણીમાં ગોટાળા થઈ શકે છે અને ગોટાળા થયા હતા. ભારતમાં ચૂંટણી પંચ મૃત અવસ્થામાં છે. અમારી પાસે આ સાબિત કરવા માટે દસ્તાવેજો છે. જો તેમને 15-20 બેઠકો ઓછી મળી હોત, તો નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન ન બન્યા હોત.
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ! એક આતંકી ઠાર


