1 ઑક્ટોબરથી બદલાઈ રહ્યા છે આ 6 નિયમો: LPG, UPI અને રેલવે ટિકિટ બુકિંગ પર થશે સીધી અસર
- 1 ઑક્ટોબરથી બદલાઈ રહ્યા છે આ 6 નિયમો (New Rules from 1st October)
- UPI અને રેલવે ટિકિટ બુકિંગ પર થશે સીધી અસર
- સામાન્ય માણસના રોજિંદા જીવન અને ખિસ્સા પર સીધી અસર કરશે.
- તહેવારોમાં ખિસ્સા ખર્ચ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ
New Rules from 1st October : સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવા જઈ રહ્યો છે, અને નવો મહિનો ઑક્ટોબર 2025 અનેક મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે. 1લી ઑક્ટોબરથી અમલમાં આવનારા આ નિયમો સામાન્ય માણસના રોજિંદા જીવન અને ખિસ્સા પર સીધી અસર કરશે. તહેવારોની મોસમમાં જ્યારે ખર્ચ વધવાની સંભાવના છે, ત્યારે આ ફેરફારો તમારા માસિક બજેટ અને નાણાકીય આયોજનને પણ અસર કરશે.
જાણો 1લી ઑક્ટોબર 2025થી કયા મહત્વના નિયમો બદલાઈ રહ્યા છે:
1. રેલવે ટિકિટ બુકિંગનો નવો નિયમ (New Rules from 1st October )
ધાંધલી અને નકલી બુકિંગ પર અંકુશ લગાવવા માટે રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. 1લી ઑક્ટોબરથી, IRCTCની વેબસાઇટ અને એપ પર રિઝર્વેશન શરૂ થયાના પ્રથમ 15 મિનિટ દરમિયાન ફક્ત તે જ યુઝર્સ ઑનલાઇન ટિકિટ બુક કરી શકશે જેમનું આધાર વેરિફિકેશન થઈ ગયું છે. આનાથી ખરાબ મુસાફરોને ટિકિટ મળવામાં પ્રાથમિકતા મળશે અને એજન્ટો દ્વારા થતી ગેરરીતિ અટકશે.
IRCTC Aadhaar Verification,
2. LPG/CNG/PNG ના ભાવોમાં સંભવિત ફેરફાર (New Rules from 1st October )
દર મહિનાની જેમ, 1લી ઑક્ટોબરથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોઈ ગેસ (LPG), CNG અને PNGના ભાવોની સમીક્ષા કરશે. એપ્રિલ મહિનાથી રસોઈ ગેસના ભાવો સ્થિર છે, તેથી તહેવારોના સમયમાં ગ્રાહકોને રાહત મળી શકે છે અથવા તો ભાવો વધીને બોજ પણ વધી શકે છે, જે સીધી રીતે રસોઈના બજેટને અસર કરશે.
3. UPI માં P2P 'કલેક્ટ રિક્વેસ્ટ' ફીચર બંધ (New Rules from 1st October )
ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્યથી NPCI એ મોટો નિર્ણય લીધો છે. 1લી ઑક્ટોબર 2025થી UPI માં P2P (વ્યક્તિથી વ્યક્તિ) કલેક્ટ સર્વિસ સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ 'કલેક્ટ રિક્વેસ્ટ' ફીચરનો ઉપયોગ અન્ય યુઝર્સને પૈસા મોકલવા અથવા બિલ ચૂકવવાની યાદ અપાવવા માટે થતો હતો. જોકે, ફ્રોડ કરનારાઓ આ ફીચરનો દુરુપયોગ કરીને ખોટી રિક્વેસ્ટ મોકલીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા, જેને રોકવા માટે આ પગલું લેવાયું છે.
UPI Collect Request Feature Stop
4. પેન્શનરો માટે નવો ફીસ સ્ટ્રક્ચર
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા 1લી ઑક્ટોબરથી નવો ફીસ સ્ટ્રક્ચર લાગુ કરવામાં આવશે. હવે NPS, UPS, APY અને NPS Lite ખાતાઓ પર PRAN કાર્ડ અને વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ અલગથી ચૂકવવો પડશે. આ ફેરફાર સામાન્ય છે, જે સબ્સ્ક્રાઇબર્સના ખિસ્સા પર હળવો બોજ લાવશે, પરંતુ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.
5. ઓનલાઈન ગેમિંગ પર કડક નિયમો
ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ પર સરકારે પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ હવે નવા કડક નિયમો અમલમાં આવ્યા છે. આ નિયમો હેઠળ ગેમિંગ કંપનીઓ પર સઘન દેખરેખ રાખવામાં આવશે, જેથી ખેલાડીઓને કોઈપણ પ્રકારની છેતરપિંડી અને ગોટાળાથી બચાવી શકાય. આ પગલાનો હેતુ ઓનલાઈન ગેમિંગને વધુ સુરક્ષિત, પારદર્શક અને જવાબદાર બનાવવાનો છે.
6. NPS માં એક PAN થી વધુ સ્કીમમાં રોકાણ
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં રોકાણને પ્રોત્સાહન આપવા માટે મોટો સુધારો કરવામાં આવી રહ્યો છે. 1લી ઑક્ટોબર 2025થી PFRDA નું નવું મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક (MSF) લાગુ થશે. આ ફેરફારથી બિન-સરકારી કર્મચારીઓ, કોર્પોરેટ પ્રોફેશનલ્સ અને ગિગ વર્કર્સ હવે એક જ PAN નંબરનો ઉપયોગ કરીને અલગ-અલગ NPS સ્કીમ્સમાં રોકાણ કરી શકશે, જેનાથી રોકાણના વિકલ્પોમાં વધારો થશે.
આ પણ વાંચો : લેહ હિંસા : એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ, જોધપુર જેલમાં લઈ જવાયા


