Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himani મર્ડર કેસમાં નવો વળાંક; માતાએ ઉઠાવ્યા ગંભીર સવાલ

હરિયાણાના રોહતકમાં હિમાની હત્યા કેસને લઈને માતા સ્વાતિએ ઘણા સવાલો ઉભા કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોલીસ કાર્યવાહીથી સંતુષ્ટ નથી.
himani મર્ડર કેસમાં નવો વળાંક  માતાએ ઉઠાવ્યા ગંભીર સવાલ
Advertisement
  • હિમાની હત્યા કેસને લઈને માતા સ્વાતિએ સવાલો ઉઠાવ્યા
  • મારી પુત્રીની કોઈ સાથે ગાઢ મિત્રતા નહોતી
  • આરોપીને ફાંસીની સજા આપવામાં આવે

Himani Murder Case : હિમાની નરવાલ મર્ડર કેસમાં જ્યાં એક તરફ પોલીસ કેસ ઉકેલવાની વાત કરી રહી છે તો બીજી તરફ હિમાનીની માતાએ અનેક સવાલો ઉભા કર્યા છે. હિમાની નરવાલની માતાનું કહેવું છે કે જો તેને તેની પુત્રીની હત્યાનું મુખ્ય કારણ નહીં જણાવવામાં આવે તો તે આત્મહત્યા કરી લેશે.

કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલની માતા સવિતાએ કહ્યું કે, મારી પુત્રીની કોઈ સાથે ગાઢ મિત્રતા નહોતી. હું ઈચ્છું છું કે પ્રશાસન મને જણાવે કે મારી પુત્રીની હત્યા શા માટે કરવામાં આવી? પૈસાના કારણે મારી શકાય નહીં. જો તે (આરોપી) તેની હત્યા કરી શકે છે તો તે તેનો મિત્ર કેવી રીતે બની શકે? મુખ્ય કારણ અમને જણાવવું જોઈએ.

Advertisement

પોલીસની કાર્યવાહીથી હું સંતુષ્ટ નથી

સ્વાતિએ કહ્યું કે પોલીસની કાર્યવાહીથી હું સંતુષ્ટ નથી. હું ઈચ્છું છું કે તેને (આરોપીને) મૃત્યુદંડ મળે. જો આરોપીને ફાંસીની સજા નહીં આપવામાં આવે તો હું આત્મહત્યા કરી લઈશ અને તેના માટે હરિયાણા સરકાર અને વહીવટીતંત્ર જવાબદાર રહેશે.

Advertisement

આ પણ વાંચો :  પુત્રીની તબિયત જાણવા પિતા પહોંચ્યા હાઇકોર્ટ, સરકારે કહ્યું- શહજાદીને ગયા મહિને દુબઈમાં ફાંસી આપવામાં આવી હતી

Tags :
Advertisement

.

×