Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

70 વર્ષના વૃદ્ધે પોતાની જ 28 વર્ષની પુત્રવધુ સાથે કર્યા લગ્ન, કારણ જાણી ચોંકી જશો તમે પણ

આપણે આજે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યા કઇ પણ થવું શક્ય લાગી રહ્યું છે. આજે કોઇ છોકરી ખુદ પોતાની સાથે લગ્ન કરી જીવન વિતાવવા માગે છે તો ઘણા એવા કિસ્સા પણ જોવા મળી જશે જેમા છોકરાએ છોકરા સાથે અને છોકરીએ છોકરી સાથે લગ્ન કર્યા હોય. લાજ, શરમ અને સંસ્કાર જાણે ક્યાય ખોવાઈ ગયા છે. સંબંધોમાં જે પવિત્રતા પહેલાના સમયમાં જોવા મળતી હતી તે આજે નથી જોવા મળી રહી. જેનું તાજું ઉદાહરણ ઉત્તર પ્રદેશથી àª
70 વર્ષના વૃદ્ધે પોતાની જ 28 વર્ષની પુત્રવધુ સાથે કર્યા લગ્ન  કારણ જાણી ચોંકી જશો તમે પણ
Advertisement
આપણે આજે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યા કઇ પણ થવું શક્ય લાગી રહ્યું છે. આજે કોઇ છોકરી ખુદ પોતાની સાથે લગ્ન કરી જીવન વિતાવવા માગે છે તો ઘણા એવા કિસ્સા પણ જોવા મળી જશે જેમા છોકરાએ છોકરા સાથે અને છોકરીએ છોકરી સાથે લગ્ન કર્યા હોય. લાજ, શરમ અને સંસ્કાર જાણે ક્યાય ખોવાઈ ગયા છે. સંબંધોમાં જે પવિત્રતા પહેલાના સમયમાં જોવા મળતી હતી તે આજે નથી જોવા મળી રહી. જેનું તાજું ઉદાહરણ ઉત્તર પ્રદેશથી સામે આવી રહ્યું છે. મળી રહેલી જાણકારી મુજબ યુપીના ગોરખપુરમાં એક 70 વર્ષના વૃદ્ધે પોતાની જ પુત્રવધુ સાથે લગ્ન કરી દીધા છે. 
70 વર્ષના સસરાને પુત્રવધૂએ આપ્યું દિલ
ગોરખપુરમાં 70 વર્ષના વૃદ્ધે 28 વર્ષની પુત્રવધુ સાથે લગ્ન કર્યા તેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. સમગ્ર યુપી જ નહીં પરંતુ દેશમાં આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયા છે. બરહાલગંજ કોતવાલી વિસ્તારના છપિયા ઉમરાવ ગામના 70 વર્ષીય કૈલાશ યાદવની 28 વર્ષની પુત્રવધૂ પૂજા સાથે મંદિરમાં લગ્ન કરવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ છપિયા ગામનો રહીશ કૈલાશ યાવદ બડહલગંજ પોલીસ મથકનો ચોકીદાર છે. હાલમાં વૃદ્ધ સાથે લગ્ન કરનાર પુત્રવધૂ સાત ફેરા લઈને સાસરીવાળા સાથે ઘરે સુખેથી રહે છે. મળી રહેલી માહિતી અનુસાર, બરહાલગંજ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે કામ કરતા કૈલાશ યાદવની પત્નીનું 12 વર્ષ પહેલા અવસાન થયું હતું. કૈલાશના 4 સંતાનો છે જેમાથી ત્રીજા નંબરના પુત્રનું મૃત્યું થઇ ગયું હતું. પૂજા કૈલાશના ત્રીજા નંબરના પુત્રની વહુ હતી. કૈલાશે તેની વિધવા પુત્રવધૂ પૂજાના બીજા લગ્ન કરાવ્યા, પરંતુ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. આ પછી તે ઘરે પરત આવી અને તેના પૂર્વ પતિના ઘરે રહેવા લાગી. પરંતુ આ વચ્ચે સસરાનું દિલ વહુ પર આવી ગયું અને ત્યારબાદ ઉંમર અને સમાજના બંધનોની ઝંઝીરો તોડીને બંનેએ મંદિરમાં જઈને સાત ફેરા ફરી લીધા. વળી આ બંન્નેએ લગ્ન કર્યા તેનો ફોટો વાયરલ થયા પછી લોકોને આ સમગ્ર મામલે ખબર પડી.
સમાજની પરવા કર્યા વિના સાથે રહેવાનું નક્કી કર્યું
સસરા અને પુત્રવધુ બંને ઉંમર અને સમાજની પરવા કર્યા વગર એકબીજા સાથે રહેવા સંમત થયા. આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સસરા અને પુત્રવધુના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ તસવીર જોયા બાદ લોકો અલગ-અલગ વાત કહી રહ્યા છે. ઘણા લોકોએ તેને ટેકો આપ્યો, જ્યારે ઘણા વડીલોએ તેના પર પોતાનો અલગ અભિપ્રાય રાખ્યો. સ્ટેશન ઈન્ચાર્જ બરહાલગંજ જેએન શુક્લાએ જણાવ્યું કે આ લગ્નની જાણકારી એક વાયરલ તસવીર દ્વારા મળી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×