Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોતાને મૃત સાબિત કરવા નિર્દોષની હત્યા કરનારું પ્રેમી યુગલ ઝડપાયુ

દિલ્હીમાં એક ચોંકાવનારી હત્યા (Murder)નો બનાવ બહાર આવ્યો છે. દિલ્હી પોલીસે ( Delhi Police) એક એવી યુવતીને કસ્ટડીમાં લીધી છે જેણે પોતાના માતા પિતાની આત્મહત્યાનો બદલો લેવા પોતાની હત્યા થઇ છે તેવું પુરવાર કરવા નિર્દોષ યુવતીની હત્યા કરી હતી. આ માટે તેણે પોતાના પ્રેમીનો સાથ લીધો હતો. સિરિયલ કિલર બનવા માગતી હતી પાયલટીવી સિરિયલ જોઈને સિરિયલ કિલર બનવા માગતી પાયલ હવે દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. તેણ
પોતાને મૃત સાબિત કરવા નિર્દોષની હત્યા કરનારું પ્રેમી યુગલ ઝડપાયુ
Advertisement
દિલ્હીમાં એક ચોંકાવનારી હત્યા (Murder)નો બનાવ બહાર આવ્યો છે. દિલ્હી પોલીસે ( Delhi Police) એક એવી યુવતીને કસ્ટડીમાં લીધી છે જેણે પોતાના માતા પિતાની આત્મહત્યાનો બદલો લેવા પોતાની હત્યા થઇ છે તેવું પુરવાર કરવા નિર્દોષ યુવતીની હત્યા કરી હતી. આ માટે તેણે પોતાના પ્રેમીનો સાથ લીધો હતો. 

સિરિયલ કિલર બનવા માગતી હતી પાયલ
ટીવી સિરિયલ જોઈને સિરિયલ કિલર બનવા માગતી પાયલ હવે દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. તેણે પોતાને મૃત દેખાડવા માટે નિર્દોષ હેમલતાની હત્યા કરી. તેના માતા-પિતાની આત્મહત્યાનો બદલો લેવા તે અમાનવીયતાની હદ વટાવવા તૈયાર હતી. આ માટે તે પહેલા દુનિયાની નજરમાં પોતાને મૃત બતાવવા માંગતી હતી. આ જ કારણ હતું કે તેણે તેના બોયફ્રેન્ડ સાથે મળીને હેમલતાની હત્યા કરી હતી. પોતાની ઓળખ છુપાવવા માટે પાયલે મૃતક હેમલતાના ચહેરા પર ઉકળતું તેલ રેડ્યું અને પોતાનાં કપડાં પહેરીને ભાગી ગઈ હતી.
અંતિમ સંસ્કાર પણ થઇ ગયા હતા
હેમલતાનો ચહેરો દાઝી ગયો હતો. આવી સ્થિતિમાં, કોઈ સમજી શક્યું નહીં કે તે પાયલ છે કે અન્ય કોઈ. મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં એ પણ સાબિત થયું કે પાયલે આત્મહત્યા કરી છે. આ પછી પાયલના ભાઈએ મૃતદેહને પોતાની બહેન માનીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
યુવતીની શોધખોળ કરી હતી
પાયલે તેના બોયફ્રેન્ડ અજય સાથે મળીને 50 થી વધુ છોકરીઓને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવતીને શોધી હતી. અંતે, અજયને એક મિત્ર દ્વારા હેમલતા વિશે ખબર પડી, જે તેને તેના આયોજન માટે સૌથી યોગ્ય લાગી. સીરીયલ કિલર બનવા માટે તૈયાર થયેલી પાયલે સમગ્ર ષડયંત્રને અંજામ આપવા માટે ટીવી સીરીયલ 'કુબૂલ સે' અને OTT પ્લેટફોર્મ પરની અનેક ગુનાહિત દસ્તાવેજી ફિલ્મોની મદદ લીધી હતી. પરંતુ તેમનું પ્લાનિંગ લાંબું ચાલ્યું નહીં અને હેમલતાની હત્યાના ગુનામાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ભાંડો ફોડયો 
પોલીસના જણાવ્યા અનુસાર, 15 નવેમ્બરના રોજ બિસરાખ પોલીસ સ્ટેશનમાં હેમલતા નામની છોકરીના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ હેમલતાનો નંબર અને કોલ રેકોર્ડ ટ્રેસ કરી રહી હતી, જ્યારે તેમને અજય નામના છોકરાનો નંબર મળ્યો. પોલીસે અજયનો નંબર ટ્રેસ કરીને તેને કસ્ટડીમાં લીધો હતો. અજયની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે અને તેની ગર્લફ્રેન્ડ પાયલ સાથે મળીને હેમલતાની હત્યા કરી હતી.

માતા પિતાની આત્મહત્યાનો બદલો લેવો હતો
બિસરાખ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી પાયલ ભાટીએ તેના માતા-પિતાની આત્મહત્યાનો બદલો લેવા અને તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પોતાના મૃત્યુની યોજના બનાવી હતી. તે તેના માતા-પિતાની આત્મહત્યા માટે તેના ભાઈના સાસરિયાઓ અને તેના પિતરાઈ ભાઈને જવાબદાર માનતી હતી. દરમિયાન તે પોતાને મૃત સાબિત કરવા માંગતી હતી. આ સમગ્ર ષડયંત્રને અંજામ આપવા માટે તેણે તેના બોયફ્રેન્ડ અજય ઠાકુર સાથે નિર્દોષ હેમલતાને શોધી હતી. નિર્દયતાની હદ વટાવીને મૃતકની ઓળખ છૂપાવવા બંનેએ ઉકળતું તેલ નાખીને તેનો ચહેરો ખરાબ રીતે બાળી નાખ્યો જેથી કોઈ તેને ઓળખી ન શકે.
પાયલે હેમલતાને તેના કપડાં પહેરાવી દીધા અને બંને તેને પાયલના ઘરે છોડીને ભાગી ગયા. પાયલે હેમલતાના મૃતદેહ પાસે એક નાનકડી સુસાઈડ નોટ છોડી હતી, જેમાં લખ્યું હતું... "રસોઈ બનાવતી વખતે મારો ચહેરો બળી ગયો હતો. હું આ ચહેરા સાથે જીવવા માંગતી નથી. તેથી જ હું આત્મહત્યા કરી રહી છું."

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×