Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચંદીગઢ યુનિવર્સિટીના કેસમાં પોલીસનો ચોંકાવનારો દાવો

મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં યુવતીઓના કથિત વાંધાજનક વિ઼ડીયો વાયરલ થવાના મામલામાં મોહાલીના એસએસપી એ મોટો દાવો કર્યો છે.તેમણે કહ્યું છે કે અત્યાર સુધી માત્ર એક જ વિડીયો સામે આવ્યો છે, જે આરોપીનો છે. તેના સિવાય અન્ય કોઇ વિડીયો તપાસમાં સામે આવ્યા નથી. એસએસપીએ જણાવ્યું હતું કે આત્મહત્યાનો કોઈ પ્રયાસ કે કોઇનું મૃત્યુ થયું નથી.SSP વિવેક શીલ સોનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ મામલà
ચંદીગઢ યુનિવર્સિટીના કેસમાં પોલીસનો ચોંકાવનારો દાવો
Advertisement
મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં યુવતીઓના કથિત વાંધાજનક વિ઼ડીયો વાયરલ થવાના મામલામાં મોહાલીના એસએસપી એ મોટો દાવો કર્યો છે.તેમણે કહ્યું છે કે અત્યાર સુધી માત્ર એક જ વિડીયો સામે આવ્યો છે, જે આરોપીનો છે. તેના સિવાય અન્ય કોઇ વિડીયો તપાસમાં સામે આવ્યા નથી. એસએસપીએ જણાવ્યું હતું કે આત્મહત્યાનો કોઈ પ્રયાસ કે કોઇનું મૃત્યુ થયું નથી.
SSP વિવેક શીલ સોનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ મામલામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વિડીયો સિવાય અન્ય કેટલાક વીડિયો બનાવવામાં આવ્યા છે, તે વાત સંપૂર્ણ રીતે ખોટી છે. અમારી તપાસમાં આવો બીજો કોઈ વિડીયો સામે આવ્યો નથી. અમારા તરફથી FIR નોંધવામાં આવી છે, અમે એક છોકરીની ધરપકડ પણ કરી છે.
SSPએ વધુમાં કહ્યું કે હવે અમે મામલાની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. અમારી પાસે જે પણ માહિતી અને વિડીયો છે તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. અમે અત્યાર સુધી જે તપાસ કરી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે જે વિડીયો છે તે તેનો પોતાનો છે અને તે સિવાય અન્ય કોઈ વિડીયો નથી.
તેમણે કહ્યું, અત્યાર સુધીની તપાસમાં અમને જાણવા મળ્યું છે કે આરોપીનો એક જ વિડીયો છે. તેણે અન્ય કોઈનો વિડિયો રેકોર્ડ કર્યો નથી. ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.
એસએસપીએ જણાવ્યું હતું કે આત્મહત્યાનો કોઈ પ્રયાસ કે કોઇનું મૃત્યુ થયું નથી. એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવેલી એક વિદ્યાર્થીને તકલીફ હતી. તેમણે કહ્યું કે જે વોર્ડનના વિડીયો છે તેમાં વોર્ડન તેની પાસેથી માહિતી માંગી રહ્યો છે કે અન્ય કોઈનો વિડીયો તો નથી બનાવવામાં આવ્યો. અમે ફોરેન્સિક તપાસ પણ કરી રહ્યા છીએ, અને કોઈ વિડીયો નથી. અફવાઓ ફેલાઈ રહી છે. મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફોનને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×