Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અરુણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, સર્ચ ઓપરેશન શરૂ

અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના સિયાંગ જિલ્લાના એક ગામમાં હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થયું છે. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ સ્થળ ટૂટિંગ હેડક્વાર્ટરથી 25 કિલોમીટરના અંતરે છે. રાહત અને બચાવ માટે એક રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.અકસ્માત ટૂટિંગ હેડક્વાર્ટરથી લગભગ 25 કિમી દૂર થયોઅધિકારીઓના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ રેસ્ક્યૂ à
અરુણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ  સર્ચ ઓપરેશન શરૂ
Advertisement
અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના સિયાંગ જિલ્લાના એક ગામમાં હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થયું છે. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ સ્થળ ટૂટિંગ હેડક્વાર્ટરથી 25 કિલોમીટરના અંતરે છે. રાહત અને બચાવ માટે એક રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
અકસ્માત ટૂટિંગ હેડક્વાર્ટરથી લગભગ 25 કિમી દૂર થયો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ટૂટિંગ વિસ્તારમાં સવારે 10.40 વાગ્યે સેનાના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો. અપર સિયાંગ જિલ્લાના એસપીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, અકસ્માત સ્થળ રસ્તા સાથે જોડાયેલો નથી, તેથી બચાવ ટીમને ત્યાં પહોંચવામાં સમય લાગશે. હેલિકોપ્ટર એચએએલ રુદ્ર સિંગિંગ પાસે ક્રેશ થયા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ અકસ્માત ટૂટિંગ હેડક્વાર્ટરથી લગભગ 25 કિમી દૂર થયો છે. રુદ્ર એ ભારતીય સેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત એટેક હેલિકોપ્ટર છે. તે ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) નું વેપન સિસ્ટમ ઇન્ટીગ્રેટેડ (WSI) Mk-IV વેરિઅન્ટ છે.

મંગળવારે પણ કેદારનાથમાં એક હેલિકોપ્ટર થયું હતું ક્રેશ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 5 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. તવાંગના આગળના વિસ્તારોમાં ટેકઓફ કરતી વખતે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વળી આ પહેલા મંગળવારે પણ કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને તેમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા. આ અકસ્માત કેદારનાથથી બે કિમી દૂર ગરુડચટ્ટીમાં થયો હતો. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ જવા માટે ઉડ્યું હતું અને ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા છે. 
Advertisement
Tags :
Advertisement

.

×