દેશભરમાં પ્રકાશના પર્વની ઉલ્લાસભેર ઉજવણી, PMએ પાઠવી શુભેચ્છા
આજે સમગ્ર દેશમાં પ્રકાશના તહેવાર દિવાળી (Diwali)ની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ છે. દરેક વ્યક્તિ એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.પીએમ મોદીએ કર્યું ટ્વિટપીએમ મોદીએ ટ્વિટ કરીને દિવાળીની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું, 'તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પà«
Advertisement
આજે સમગ્ર દેશમાં પ્રકાશના તહેવાર દિવાળી (Diwali)ની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ છે. દરેક વ્યક્તિ એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ કર્યું ટ્વિટ
પીએમ મોદીએ ટ્વિટ કરીને દિવાળીની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું, "તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશનો આ તહેવાર દરેકના જીવનમાં સુખ અને સારું સ્વાસ્થ્ય લાવે. આશા છે કે બધા પરિવાર અને મિત્રો સાથે અદ્ભુત દિવાળી ઉજવે. આ તહેવાર પર મા લક્ષ્મી, દેવી સરસ્વતી, કુબેર અને કાલી માની પૂજા કરવામાં આવે છે."
રાષ્ટ્રપતિ મુર્મૂએ શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું, "તમામ દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશ અને ઉત્સાહના આ પવિત્ર તહેવાર પર, ચાલો આપણે જ્ઞાન અને ઉર્જાનો દીવો પ્રગટાવીને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ." તેમણે તમામ દેશવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી.
Advertisement
દેશભરમાં દિવાળીની ઉજવણી
દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. સર્વત્ર શણગાર અને રોશની કરાઇ છે. દિવાળી માટે લોકોના ઘરોમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે મુખ્યત્વે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, સરસ્વતી, કુબેર અને કાલી માની પૂજા કરવામાં આવે છે. આ પૂજા સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે.
પીએમ મોદી આર્મીના જવાનો સાથે ઉજવશે દિવાળી
દેશભરના દરેક શહેરોના રસ્તાઓ અને ઇમારતો તથા પ્રત્યેક ઘર પર લાઇટિંગ કરવામાં આવી છે. દરેક ખૂણો રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યો છે. આર્મીના જવાનો પણ દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં અને છત્તીસગઢના સુકમા જિલ્લામાં દિવાળીની ઉજવણી કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દિવાળીનો તહેવાર સેનાના જવાનો સાથે ઉજવશે. સાથે જ બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
આ પણ વાંચો--અયોધ્યાના દીપાવલી ઉત્સવમાં વડાપ્રધાનશ્રીએ કર્યો શ્રીરામનો રાજ્યાભિષેક, સરયૂ નદીની આરતી ઉતારી
Advertisement


