AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની કસ્ટડી વધી, આ આરોપમાં કસ્ટડીમાં લેવાયા હતા
આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય (MLA) અમાનતુલ્લા ખાનને (Amanatullah Khan) દિલ્હીની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. CBIના ખાસ જજ વિકાસ ધુલે અમાનતુલ્લા ખાનને વધુ 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ACBએ AAPના ધારાસભ્યના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે 5 દિવસની કસ્ટડી મંજુર કરી હતી.ACBના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, અમાનતુલ્લા ખાનના 4 દિવસના રિમાન્ડમાંથી 2 દિવસ તેની સારવારમાં વિતાવ
Advertisement
આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય (MLA) અમાનતુલ્લા ખાનને (Amanatullah Khan) દિલ્હીની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. CBIના ખાસ જજ વિકાસ ધુલે અમાનતુલ્લા ખાનને વધુ 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ACBએ AAPના ધારાસભ્યના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે 5 દિવસની કસ્ટડી મંજુર કરી હતી.
ACBના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, અમાનતુલ્લા ખાનના 4 દિવસના રિમાન્ડમાંથી 2 દિવસ તેની સારવારમાં વિતાવ્યા હતા. તેથી અમાનતુલ્લા ખાનના રિમાન્ડ થોડા દિવસ લંબાવવા જોઈએ. ACBએ કોર્ટમાં કહ્યું કે, કેટલાક પૈસા દેશની બહાર પણ મોકલવામાં આવ્યા છે અને એવી અનેક ડાયરીઓ છે જેમાં લેણદેણનો હિસાબ લખ્યો છે.
દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપમાં AAP ધારાસભ્યની પોલીસે 16 સપ્ટેમ્બરે અટકાયત કરી હતી. અમાનતુલ્લા ખાન (Amanatullah Khan) દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ છે. ACBએ શુક્રવારે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને તેમના નજીકનાઓના ઘરે દરોડા પાડ્યા હતા અને 24 લાખ રૂપિયા રોકડા અને બે લાઇસન્સ વગરના હથિયારો જપ્ત કર્યા હતા.


