Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં શુક્રવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું. અધિકારીઓએ જણાવ્યું કે ગુરેઝ ઘાટીના ગુજરન નાલા વિસ્તારમાં સેનાનું એક હેલિકોપ્ટર પેટ્રોલિંગ પર હતું. અચાનક ખામી સર્જાતા તે ક્રેશ થયું હતું.ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે પાયલોટ અને કો-પાઈલટની ઓળખ મેળવવામાં આવી રહી છે. માનવામાં આવે
જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ
Advertisement
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં શુક્રવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું. અધિકારીઓએ જણાવ્યું કે ગુરેઝ ઘાટીના ગુજરન નાલા વિસ્તારમાં સેનાનું એક હેલિકોપ્ટર પેટ્રોલિંગ પર હતું. અચાનક ખામી સર્જાતા તે ક્રેશ થયું હતું.
ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે પાયલોટ અને કો-પાઈલટની ઓળખ મેળવવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે પાઈલટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે પરંતુ અધિકારીઓએ આ અંગે કોઈ માહિતી આપી નથી. અકસ્માત પહેલા હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. કયા કારણોસર આ દુર્ઘટના ઘટી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
Tags :
Advertisement

.

×