Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંજય સિંહ એક અઠવાડિયા માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ, જાણો શું છે કારણ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંજય સિંહને મંગળવારે સૂત્રોચ્ચાર કરવા, કાગળ ફાડવા અને ખુરશી તરફ ફેંકવા બદલ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને એક અઠવાડિયા માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગૃહની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. AAP સાંસદ સસ્પેન્ડ થયા બાદ હવે શુક્રàª
સંજય સિંહ એક અઠવાડિયા માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ  જાણો શું છે કારણ
Advertisement
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંજય સિંહને મંગળવારે સૂત્રોચ્ચાર કરવા, કાગળ ફાડવા અને ખુરશી તરફ ફેંકવા બદલ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને એક અઠવાડિયા માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગૃહની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 
AAP સાંસદ સસ્પેન્ડ થયા બાદ હવે શુક્રવાર સુધી રાજ્યસભાની કાર્યવાહીમાં હાજરી આપી શકશે નહીં. વિપક્ષી સભ્યોના કારણે મંગળવારે રાજ્યસભામાં કામકાજ થઈ શક્યું ન હોતું. મોંઘવારી, જીએસટી પર ચર્ચાની માંગને લઈને વિપક્ષના સભ્યો ડેપ્યુટી ચેરમેન હરિવંશની સીટ પાસે આવ્યા હતા અને તેમને પ્લેકાર્ડ બતાવીને જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપાધ્યક્ષે વારંવાર સભ્યોને તેમની બેઠક પર જવા વિનંતી કરી પરંતુ તેઓ માન્યા ન હોતા. આ વિરોધ કરનારા સભ્યોમાં સંજય સિંહ પણ સામેલ હતા જેમની સામે આજે કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ અધ્યક્ષે મંગળવારે ગૃહમાં હંગામો કરવા બદલ વિપક્ષના 19 સભ્યોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા હતા.  

અત્યાર સુધીમાં કુલ 24 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 20 રાજ્યસભામાંથી અને ચાર લોકસભામાંથી છે. સંજય સિંહને રાજ્યસભામાંથી એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે તેમણે ખુરશી તરફ કાગળ ફેંક્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં સુષ્મિતા દેબ, ડૉ. શાંતનુ સેન, ડોલા સેન, મૌસમ નૂર, શાંતા છેત્રી, નદીમુલ હક, અભિરંજન બિસ્વાસ, હમીદ અબ્દુલ્લા, આર.ગિરિરંજન, એનઆર એલાંગો, એમ.શણમુગમ, એસ.કલ્યાણસુંદરમ અને કનિમોઝી, બી.એલ. યાદવ, દામોદર રાવ દિવાકોંડા અને રવિચંદ્ર વેદીરાજુ, એએ રહીમ અને વી. શિવદાસન અને સંતોષ કુમાર સામેલ છે. 
કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા પીયૂષ ગોયલે કહ્યું, "સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભારે હૃદયથી લેવામાં આવ્યો હતો, તેઓ સતત અધ્યક્ષની અપીલને અવગણી રહ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણના કોવિડ સંક્રમણમાંથી સાજા થયા બાદ અને સંસદમાં પરત ફર્યા બાદ સરકાર મોંઘવારી મુદ્દે ચર્ચા માટે તૈયાર છે." તેમણે કહ્યું કે, ગૃહે નિર્ણય લીધો છે કે જે સભ્યો કાર્યવાહીમાં ભાગ લેતા નથી તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. અમે જણાવવા માંગીએ છીએ કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મોંઘવારી ઓછી છે. વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે.
કોંગ્રેસના સાંસદોએ આજે ​​સંસદ ભવન સંકુલમાં મોંઘવારી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ અનેક ખાદ્ય ચીજોનો સમાવેશ અને તેમના ચાર લોકસભા સભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ધરણા કર્યા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને અન્ય કેટલાક પક્ષના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ધરણા કર્યા. ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરાયેલા ચાર લોકસભા સભ્યો મણિકમ ટાગોર, ટીએન પ્રતાપન, જ્યોતિમણિ અને રામ્યા હરિદાસે પણ 'રઘુપતિ રાઘવ રાજા રામ...' ગીત ગાઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમના હાથમાં પ્લેકાર્ડ હતા.
Advertisement
Tags :
Advertisement

.

×