લોકસભા તથા રાજ્યસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરતી ટીવી ચેનલ ‘સંસદ ટીવી’ની યુટ્યુબ ચેનલ હેક થયાની ઘટના સામે આવી છે. જેના કારણે થોડા સમય માટે ચેનલને બંધ કરવામાં આવી છે. હેકર્સે સંસદ ટીવીની યુટ્યુબ ચેનલનું નામ બદલીને ‘Ethereum’ (એથેરિયમ) કરી નાખ્યું હતું. જો કે અત્યારે યુટ્યુબ આ અંગે કામ કરી રહ્યું છે અને થોડા સમયની અંદર જ ફરી વખત સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ ફરી વખત શરુ થઇ જશે.ચેનલનું નામ પણ બદલીને ‘Ethereum’ કરાયુંસંસદ ટીવીએ આ અંગે એક પ્રેસ રિલિઝ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ‘15 ફેબ્રુઆરી (મંગળવારે 1 વાગે) લાઇવ સ્ટ્રીમિંગ સહિત સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ કેટલાક તત્વોના કારણે હક થઇ છે. હેકર્સે ચેનલનું નામ પણ બદલીને ‘Ethereum’ કરી દેવામાં આવ્યું છે. જો કે સંસદ ટીવીની સોશિયલ મીડિયા ટીમે તરત જ તેના પર એક્શન લેવામાં આવી અને ચેનલને વહેલી સવારે 3ઃ45 કલાકે ફરી પૂર્વવત કરવામાં આવી હતી.’થોડા સમય માટે You tube ચેનલ બંધ રહેશેવર્તમાન સમયે યુટ્યુબે સુરક્ષા કારણોસર આ ચેનલને બંધ કરવામાં આવી છે, જે થોડ જ સમયમાં ફરી વખત શરુ થઇ જશે. હેકર્સે ચેનલનું નામ બદલીને જે એથેરિયમ કરાયું હતું, તે એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે. સંસદ ટીવીએ વધારામાં કહ્યું કે દેશમાં સાયબર સિક્યોરીટી સાથે સંકળાયેલી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) આ અંગે સૂચના આપવામાં આાવી હતી અને સંસદ ટીવીને સતર્ક કરાઇ હતી.ગત 15 સપ્ટેમ્બરે સંસદ ટીવી શરુ થયુંઉલ્લેખનીય છે કે ભારતમાં રાજ્યસભા તથા લોકસભાની તમામ કાર્યવાહી જોવા માટેનું એકમાત્ર પ્લેટફોર્મ સંસદ ટીવી જ છે. પહેલા લોકસભા ટીવી અને રાજ્યસભાા ટીવી એમે બે અલગ અલગ પ્લેટફોર્મ હતા. જે બંનેનો વિયલ કરીને ગત 15 સપ્ટેમ્બરના રોજ સંસદ ટીવીની શરુઆત કરવામાં આવી હતી.