Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બડગામમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ આતંકવાદી લતીફ રાથેર અબ્દુલ્લા, રાહુલ ભટ અને અમરીન ભટના હત્યારાઓને ઠાર માર્યા છે. કાશ્મીરના ADGPએ જણાવ્યું કે સુરક્ષા દળોએ બડગામ એન્કાઉન્ટરમાં છુપાયેલા ત્રણેય આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.આ પહેલા બુધવારે સવારે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતં
બડગામમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને કર્યા ઠાર
Advertisement
જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ આતંકવાદી લતીફ રાથેર અબ્દુલ્લા, રાહુલ ભટ અને અમરીન ભટના હત્યારાઓને ઠાર માર્યા છે. કાશ્મીરના ADGPએ જણાવ્યું કે સુરક્ષા દળોએ બડગામ એન્કાઉન્ટરમાં છુપાયેલા ત્રણેય આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
આ પહેલા બુધવારે સવારે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ જિલ્લાના ખાનસાહિબ વિસ્તારમાં વોટરહોલમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન
સુરક્ષા દળોએ આ આતંકીઓનો સામનો કર્યો અને જોતા જ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કાશ્મીર ડિવિઝન વિજય કુમારે જણાવ્યું કે વોન્ટેડ આતંકવાદી લતીફ રાથેર સહિત લશ્કરના ત્રણ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઘેરી લેવામાં આવ્યા છે.
કુમારે ટ્વીટ કર્યું કે એન્કાઉન્ટરમાં આતંકવાદી લતીફ રાથેર સહિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આતંકવાદીઓ લતીફ રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ છે.
આ આતંકવાદીઓ પર કાશ્મીરી પંડિતોની હત્યા કરવાનો આરોપ છે
હજુ સુધી એન્કાઉન્ટરમાં કોઈ જાનહાનિ થઈ નથી. જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા શહેરમાં 12 મેના રોજ તહસીલ ઓફિસની અંદર આતંકીઓએ રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેમને શરણાર્થીઓ માટેના વિશેષ રોજગાર પેકેજ હેઠળ 'કારકુનીની નોકરી મળી. થોડા દિવસો પછી લશ્કરના આતંકવાદીઓએ ટીવી કલાકાર અમરીન ભટની બડગામ જિલ્લાના ચદૂરામાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી હતી.
Tags :
Advertisement

.

×