21મી સદીનો આ દાયકો જમ્મુ-કાશ્મીર માટે મહત્ત્વપૂર્ણ :PM MODI
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે (30 ઓક્ટોબર) વીડિયો કોન્ફરન્સ દ્વારા જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)રોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના હોનહાર યુવાનો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં 20 અલગ-અલગ જગ્યાએ 3 હજાર યુવાનોને સરકારમાં કામ કરવા માટે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. 21મી સà
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે (30 ઓક્ટોબર) વીડિયો કોન્ફરન્સ દ્વારા જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)રોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના હોનહાર યુવાનો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં 20 અલગ-અલગ જગ્યાએ 3 હજાર યુવાનોને સરકારમાં કામ કરવા માટે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું.
21મી સદીનો આ દાયકો જમ્મુ-કાશ્મીરના ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ દશક
પીએમ મોદીએ કહ્યું કે આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં પણ 700 થી વધુ નિમણૂક પત્રો આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 21મી સદીનો આ દાયકો જમ્મુ-કાશ્મીરના ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દશક છે. અમારે નવી વિચારસરણી સાથે કામ કરવું છે. જમ્મુ અને કાશ્મીર હવે નવી પ્રણાલીઓમાં સતત વિકાસ કરી રહ્યું છે. 2019 થી રાજ્યમાં 30,000 સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. તેમાંથી, છેલ્લા વર્ષમાં લગભગ 20,000 નોકરીઓ આપવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન મજબૂત
પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે, કનેક્ટિવિટી વધી રહી છે, તેનાથી પર્યટન ક્ષેત્ર પણ મજબૂત બન્યું છે. અહીંના લોકોએ હંમેશા પારદર્શિતા પર ભાર મૂક્યો છે. આજે સરકારી સેવાઓમાં આવતા યુવાનોએ પારદર્શિતાને પોતાની પ્રાથમિકતા બનાવવી પડશે.
જમ્મુ-કાશ્મીરના લોકો ભ્રષ્ટાચારને નફરત કરે છે
વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે પહેલા જ્યારે પણ તેઓ જમ્મુ-કાશ્મીરના લોકોને મળતા હતા, ત્યારે તેઓ હંમેશા તેમની પીડા અનુભવતા હતા. આ પીડા હતી સિસ્ટમમાં ભ્રષ્ટાચારની. જમ્મુ-કાશ્મીરના લોકો ભ્રષ્ટાચારને નફરત કરે છે. હવે જૂના પડકારોને પાછળ છોડીને નવી શક્યતાઓનો પૂરેપૂરો લાભ લેવાનો સમય છે.
21મી સદી ખીણ માટે મહત્વપૂર્ણ છે
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, કે 21મી સદીનો આ દાયકો જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દાયકા છે. હવે જૂના પડકારોને પાછળ છોડીને નવી શક્યતાઓનો પૂરેપૂરો લાભ લેવાનો સમય છે. તેમણે કહ્યું કે, મને ખુશી છે કે જમ્મુ-કાશ્મીરના યુવાનો તેમના રાજ્યના વિકાસ માટે, જમ્મુ-કાશ્મીરના લોકોના વિકાસ માટે મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે.
Addressing the Rozgar Mela in Jammu and Kashmir. Such initiatives will open up new avenues for youth in the region. https://t.co/3zIBu8Okou
— Narendra Modi (@narendramodi) October 30, 2022
Advertisement


