NISAR satellite launch : NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
- NASA અને ISRO ના સંયુક્ત પ્રોજેક્ટ સફળતાપૂર્વક કર્યો લોન્ચ
- પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના ફેરફારોને શોધી કાઢશે
- આ ઉપગ્રહ દર 12 દિવસે આખી પૃથ્વીનું સ્કેન કરશે
NISAR satellite launch: આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી NASA અને ISRO ના સંયુક્ત પ્રોજેક્ટ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના (માત્ર 1 સેન્ટિમીટર) ફેરફારોને પણ શોધી કાઢવા સક્ષમ છે. NISAR જંગલોમાં ફેરફાર, બરફ પીગળવો, સમુદ્રના સ્તરમાં વધારો, ભૂગર્ભજળનું સ્તર ઘટવું અને ભૂકંપ-સુનામી જેવી કુદરતી આફતોની વહેલી ચેતવણી આપવામાં મદદ કરશે. ISRO અને NASA દ્વારા વિકસિત આ અદ્યતન રડાર સિસ્ટમ, GSLV રોકેટ દ્વારા લોન્ચ કરાયું છે અને તે આપત્તિ વ્યવસ્થાપન તથા પર્યાવરણીય અભ્યાસ માટે મોટા પ્રમાણમાં ડેટા પ્રદાન કરશે.
ISRO અને NASA નો સંયુક્ત પ્રયાસ: NISAR
NISAR, એટલે કે NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર, એક અત્યંત ખાસ ઉપગ્રહ છે જે ભારતના ISRO અને અમેરિકાના NASA દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો છે. તેનો પ્રાથમિક હેતુ પૃથ્વીની સપાટીનું અત્યંત નજીકથી નિરીક્ષણ કરવાનો છે, જેથી આપણી પૃથ્વી પર થઈ રહેલી જટિલ પ્રક્રિયાઓને વધુ સારી રીતે સમજી શકાય. આ ઉપગ્રહ જંગલોમાં થતા ફેરફારો, બરફની ચાદરનું તૂટવું, સમુદ્રના સ્તરમાં વધારો, ભૂગર્ભજળનું સ્તર ઘટવું અને ભૂકંપ, સુનામી, ભૂસ્ખલન જેવી કુદરતી આફતો પર સતત નજર રાખશે.
Our Earth science fleet just got... NISAR.
Shortly after launch on an @ISRO rocket, the NASA-ISRO Synthetic Aperture Radar spacecraft successfully separated from its ride to orbit.
We'd say this satellite is more than nice, it's great. 😎 Find out why at… pic.twitter.com/l5ugVYByyY
— NASA (@NASA) July 30, 2025
આ પણ વાંચો -Supreme Court : નિઠારી કાંડ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય! CBI ની અપીલ ફગાવી
1 સેન્ટિમીટર સુધીના ફેરફારને પણ શોધી કાઢશે
NISAR ની સૌથી મોટી વિશેષતા તેની રડાર ટેકનોલોજીની ચોકસાઈ છે. અવકાશમાં તેના પ્રકારનું આ પ્રથમ સાધન છે, જે અત્યંત ચોકસાઈ સાથે કાર્ય કરશે. તે સમગ્ર પૃથ્વીની સપાટીને વ્યવસ્થિત રીતે સ્કેન કરશે અને ફક્ત 1 સેન્ટિમીટર જેટલા નાના ફેરફારોને પણ માપી શકશે. આનો સીધો અર્થ એ છે કે આ ઉપગ્રહ આપણને કુદરતી આફતોના સંકેતો અગાઉથી આપી શકે છે, જેનાથી સમયસર ચેતવણી આપી શકાય છે અને જાનહાનિ તેમજ સંપત્તિના નુકસાનને ઘટાડી શકાય છે.
આ પણ વાંચો -લદ્દાખમાં ભારતીય સેનાના વાહન પડયો પથ્થર,ત્રણ જવાનના મોત
12 દિવસમાં આખી પૃથ્વીનો ડેટા
ઇસરો અનુસાર, નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (NISAR) ઉપગ્રહનું પ્રક્ષેપણ બંને અવકાશ એજન્સીઓ વચ્ચેના એક દાયકાથી વધુ લાંબા સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ઇસરોએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહ દર 12 દિવસે આખી પૃથ્વીનું સ્કેન કરશે અને હવામાનની તમામ પરિસ્થિતિઓમાં દિવસ અને રાત હાઈ-રિઝોલ્યુશન ડેટા પ્રદાન કરશે. ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા અત્યંત સૂક્ષ્મ ફેરફારોને ઓળખી શકશે, જેમ કે વનસ્પતિમાં ફેરફાર, હિમનું પીગળવું અને જમીનનું ડિફોર્મેશન.ઇસરોએ જણાવ્યું હતું કે આ મિશન સમુદ્ર સ્તરનું નિરીક્ષણ, જહાજો શોધવા, તોફાનોનું નિરીક્ષણ, માટીના ભેજમાં ફેરફાર, સપાટીના જળ સંસાધનોનું મેપિંગ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં મદદ કરશે. આ ઉપગ્રહ ભૂકંપ અથવા બરફ પીગળવાની સ્થિતિ જેવા અનેક ફેરફારો, તેમજ જમીનમાં થતી નાની તિરાડો પણ શોધી કાઢશે.
LIVE: We're launching an Earth-observing satellite with @ISRO to map surface changes in unprecedented detail. NISAR will help manage crops, monitor natural hazards, and track sea ice and glaciers.
Liftoff from India is scheduled for 8:10am ET (1210 UTC). https://t.co/M5cECyAAFg
— NASA (@NASA) July 30, 2025
પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે, દરેક દેશ પર રાખજે નજર
કાવુલુરૂએ જણાવ્યું હતું કે, નિસાર સમગ્ર પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે. જેનો ઉપયોગ કોમર્શિયલ અને વૈજ્ઞાનિક ઉદ્દેશો માટે થશે. ઈસરો આ ડેટાને પ્રોસેસ કરશે અને તેમાંથી મોટા ભાગના ડેટાને ઓપન-સોર્સ તરીકે ઉપલબ્ધ કરાવશે. જેથી વિશ્વભરના યુઝર્સને તેની સરળતાથી ઍક્સેસ કરી શકશે. આનાથી આપણે હિમાલય અને એન્ટાર્કટિકા જેવા પ્રદેશોમાં જંગલોમાં ફેરફાર, પર્વતોની સ્થિતિ અથવા સ્થાનમાં ફેરફાર અને હિમનદીઓની હિલચાલ સહિત મોસમી ફેરફારોનું નિરીક્ષણ કરી શકીશું. દરેક દેશ પર નજર રાખી શકાશે.
મિશન NISAR ની અદ્યતન વિશેષતાઓ
ભારત અને અમેરિકાની અવકાશ એજન્સીઓ ISRO અને NASA દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ NISAR મિશન તેના પ્રકારનું પ્રથમ ઉપગ્રહ મિશન છે. આ ઉપગ્રહ અદ્યતન SweepSAR ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે ઉચ્ચ રીઝોલ્યુશન સાથે વિશાળ વિસ્તારની તસવીરો લેવામાં સક્ષમ છે. NISAR ને શ્રીહરિકોટાથી GSLV રોકેટ દ્વારા સૂર્ય-સમન્વયિત ધ્રુવીય ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે આ ભ્રમણકક્ષામાં GSLV નું પ્રથમ મિશન છે.
પ્રથમ 90 દિવસ ઉપગ્રહના કમિશનિંગ વિતાવશે
લોન્ચ પછીના પ્રથમ 90 દિવસ ઉપગ્રહના કમિશનિંગ અથવા ઇન-ઓર્બિટ ચેકઆઉટ (IOC) માં વિતાવશે. આ ઉપગ્રહ પૃથ્વીની જમીન અને બરફની 3D છબીઓ પ્રદાન કરશે, જે વૈજ્ઞાનિકોને ભૂકંપ, ભૂસ્ખલન, દરિયાઈ બરફ અને હિમનદીઓનું નિરીક્ષણ, પાક વ્યવસ્થાપન અને આપત્તિ ચેતવણી પ્રણાલીઓમાં ખૂબ મદદ કરશે. આ ઉપગ્રહ કુદરતી અને માનવસર્જિત જોખમોનો સામનો કરવા માટે નીતિઓ અને યોજનાઓ બનાવવામાં સરકારોને મદદ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. NISAR એ NASA અને ISRO દ્વારા અત્યાર સુધી લોન્ચ કરાયેલ સૌથી અદ્યતન રડાર સિસ્ટમ છે, જે દૈનિક ધોરણે મોટી માત્રામાં ડેટા પ્રદાન કરશે.
અવકાશયાનનું રૂપરેખાંકન અને સંચાલન
NISAR અવકાશયાન ISRO ના I-3K માળખા પર આધારિત છે અને તેમાં બે મુખ્ય પેલોડ્સ છે - L-બેન્ડ અને S-બેન્ડ સિન્થેટિક એપર્ચર રડાર (SAR). S-બેન્ડ રડાર સિસ્ટમ, ડેટા હેન્ડલિંગ, હાઇ-સ્પીડ ડાઉનલિંક, અવકાશયાન અને પ્રક્ષેપણ સિસ્ટમ ISRO દ્વારા વિકસાવવામાં આવી છે, જ્યારે L-બેન્ડ રડાર, GPS રીસીવર, સોલિડ-સ્ટેટ રેકોર્ડર, 12 મીટર રિફ્લેક્ટર અને 9 મીટર બૂમ NASA દ્વારા પ્રદાન કરવામાં આવ્યા છે.
ISRO આ મિશનના અવકાશયાનને કમાન્ડ અને ઓપરેટ કરશે
ISRO આ મિશનના અવકાશયાનને કમાન્ડ અને ઓપરેટ કરશે, જ્યારે NASA ઓર્બિટલ ઓપરેશન્સ અને રડાર ઓપરેશન પ્લાનિંગ પૂરું પાડશે. ISRO અને NASA બંનેના ગ્રાઉન્ડ સ્ટેશનોનો ઉપયોગ ડેટા એક્વિઝિશન અને પ્રોસેસિંગ માટે કરવામાં આવશે. એક જ પ્લેટફોર્મ પરથી મેળવેલ L અને S-બેન્ડ SAR ડેટા વૈજ્ઞાનિકોને પૃથ્વીની સપાટી પર થઈ રહેલા સૂક્ષ્મ ફેરફારોને સમજવા માટે ચોક્કસ માહિતી આપશે, જે ભવિષ્યમાં પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે.


