Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નિતેશ રાણા મસ્જિદમાં આવશે બે પગે અને જશે સ્ટ્રેચર પર : વારિસ પઠાણ

પોલીસને એક દિવસની રજા આપો અને પછી જુઓ : નિતેશ રાણા નિતેશ રાણેએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન AIMIM નેતા વારિસ પઠાણની સામે આવી પ્રતિક્રિયા Maharashtra : મહારાષ્ટ્રના સાંગલીમાં BJP નેતા નિતેશ રાણે (BJP leader Nitesh Rane) એ ફરી એકવાર વિવાદાસ્પદ...
નિતેશ રાણા મસ્જિદમાં આવશે બે પગે અને જશે સ્ટ્રેચર પર   વારિસ પઠાણ
Advertisement
  • પોલીસને એક દિવસની રજા આપો અને પછી જુઓ : નિતેશ રાણા
  • નિતેશ રાણેએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
  • AIMIM નેતા વારિસ પઠાણની સામે આવી પ્રતિક્રિયા

Maharashtra : મહારાષ્ટ્રના સાંગલીમાં BJP નેતા નિતેશ રાણે (BJP leader Nitesh Rane) એ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં હિંસાની ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતા નિતેશ રાણેએ કહ્યું કે, પોલીસકર્મીઓને 24 કલાકની રજા આપો, તે પછી તમે તમારી તાકાત બતાવો અને અમે અમારી તાકાત બતાવવા માટે મેદાનમાં ઉતરીશું. નિતેશ રાણેના આ નિવેદન બાદ AIMIM નેતા વારિસ પઠાણ (AIMIM leader Waris Pathan) ગુસ્સે થઈ ગયા છે. તેમણે નિતેશ રાણેને ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે તેઓ બે પગે મસ્જિદમાં આવશે, પરંતુ સ્ટ્રેચર પર જશે.

શું કહ્યું નિતેશ રાણે?

જણાવી દઇએ કે, તાજેતરમાં મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના કેટલાક શહેરોમાં ગણપતિ વિસર્જન દરમિયાન હિંસક ઘટનાઓ જોવા મળી હતી. આ ઘટનાઓ અંગે મહારાષ્ટ્રના સાંગલીમાં એક બેઠક દરમિયાન ભાજપના નેતા નિતેશ રાણેએ પ્રતિક્રિયા આપી હતી. નિતેશ રાણેએ સભામાં કહ્યું કે, પોલીસકર્મીઓને 24 કલાકની રજા આપો, પછી તમે તમારી તાકાત બતાવો અને અમે અમારી તાકાત બતાવવા મેદાનમાં ઉતરીશું. તેમણે કહ્યું કે, શું આપણે એવા લોકો છીએ જેઓ તેમની ધમકીઓથી ડરીએ છીએ? હું તેમને કહેવા માંગુ છું કે પોલીસને એક દિવસની રજા આપો, તમે તમારી તાકાત બતાવો અને હિંદુ તરીકે અમે અમારી તાકાત બતાવવા મેદાનમાં આવીએ છીએ. પછી આપણે એ પણ જોવાનું છે કે તે દિવસ પછી બીજા દિવસે સવારે હિંદુ દેખાય છે કે મુસ્લિમ દેખાય છે.

Advertisement

Advertisement

વારિસ પઠાણનું નિવેદન

નિતેશ રાણેના આ નિવેદન પર AIMIM નેતા વારિસ પઠાણે પણ વળતો પ્રહાર કર્યો છે. તેણે નિતેશ રાણેને ખુલ્લેઆમ ધમકી આપતાં કહ્યું કે, કૂતરા ભસતા રહે છે, સિંહને કોઈ પરવા નથી. નિતેશ રાણે કહે છે 24 કલાક પોલીસ હટાવો, શું કરશો? જો મેં આ જ વાત કરી હોત તો હું અત્યારે જેલમાં હોત. નિતેશ રાણે કહે છે કે તે મુસ્લિમોની મસ્જિદમાં ઘૂસીને તેમને મારી નાખશે. અરે, તે મસ્જિદમાં બે પગે આવશે પણ સીધા પગે જ જશે. તેમણે કહ્યું કે ભાજપ મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે રમખાણો કરાવવા માંગે છે બીજું કંઈ નહીં.

આ પણ વાંચો:  UP : CM યોગીએ ગોરખપુરમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું કર્યું ઉદ્ઘાટન, સાંસદ રવિ કિશન વિશે કહી આ મોટી વાત...

Tags :
Advertisement

.

×