Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નીતિશ કુમાર આવતીકાલે સવારે ગાંધી મેદાનમાં CM પદના શપથ લેશે; ટાઇમ ટેબલ આઉટ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ જીત બાદ નીતિશ કુમાર આવતીકાલે સવારે (20 નવેમ્બર) પટનાના ગાંધી મેદાનમાં 10 મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે ભાજપ, જદયુ અને સહયોગી પક્ષોના 22 મંત્રીઓ પણ શપથ લેશે. આ સાથે જ નીતિશ કુમાર 18 વર્ષથી વધુના કાર્યકાળ સાથે બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રીનો ઐતિહાસિક રેકોર્ડ બનાવશે. વડાપ્રધાન મોદી પણ આ શપથવિધિમાં હાજર રહે તેવી શક્યતા છે.
નીતિશ કુમાર આવતીકાલે સવારે ગાંધી મેદાનમાં cm પદના શપથ લેશે  ટાઇમ ટેબલ આઉટ
Advertisement
  • બિહારમાં NDAની જીત બાદ નીતિશ કુમાર 10મી વખત CM બનશે (Nitish Kumar Swearing-in)
  • શપથવિધિ આવતીકાલે સવારે પટનાના ગાંધી મેદાનમાં યોજાશે
  • નીતિશ કુમાર બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર CM બન્યા
  • મુખ્યમંત્રી સાથે ભાજપ અને સહયોગી પક્ષોના કુલ ૨૨ મંત્રીઓ પણ શપથ લેશે
  • સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત અન્ય CM હાજર રહે તેવી શક્યતા

Nitish Kumar Swearing-in : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં NDA ગઠબંધનની પ્રચંડ જીતે એકવાર ફરી નીતિશ કુમારને રાજ્યના સત્તાના શિખર પર લાવી દીધા છે. 'સુશાસન બાબુ' તરીકે જાણીતા નીતિશ કુમાર આવતીકાલે, એટલે કે 20 નવેમ્બરના રોજ, દસમી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે.

શપથવિધિમાં 22 મંત્રીઓ લેશે શપથ – Bihar Cabinet Swearing-in

સત્તાધારી ગઠબંધનના ટોચના સૂત્રો અનુસાર, બિહારમાં આવતીકાલે યોજાનાર નવી NDA સરકારના ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે કુલ 22 મંત્રીઓ પણ શપથ લે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના 9, જદયુના 10, અને અન્ય સહયોગી પક્ષો – ચિરાગ પાસવાનની લાસોપા (રામવિલાસ), જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામી મોરચા અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચાના 1-1 ધારાસભ્યો શપથ લઈ શકે છે.

Advertisement

ભાજપના સંભવિત મંત્રીઓમાં સમ્રાટ ચૌધરી, વિજય સિન્હા, નિતિન નવીન, રેણુ દેવી, મંગલ પાંડે, નીરજ બબલૂ, સંજય સરાવગી, હરિ સહની અને રજનીશ કુમારનો સમાવેશ થાય છે. આ નવ નેતાઓમાંથી આઠ અગાઉની સરકારમાં મંત્રી પદ સંભાળી ચૂક્યા છે. ભાજપે બે ભૂમિહાર, બે અતિ પછાત વર્ગના નેતાઓ, અને એક-એક બ્રાહ્મણ અને રાજપૂત સમુદાયના નેતાઓને સામેલ કરીને જાતિગત સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં કાયસ્થ અને વૈશ્ય સમુદાયના નેતાઓનો પણ સમાવેશ થાય છે.

Advertisement

જદયુ અને સહયોગી પક્ષોનું પ્રતિનિધિત્વ – JDU Ministers List

જદયુ (JDU) કોટામાંથી વિજય ચૌધરી, શ્રવણ કુમાર, અશોક ચૌધરી, ઝમા ખાન, રત્નેશ સદા, લેશી સિંહ, બિજેન્દ્ર યાદવ, શ્યામ રજક, સુનીલ કુમાર અને દામોદર રાવત સહિત 10  ધારાસભ્યો શપથ લે તેવી શક્યતા છે, જેમાંથી આઠ અગાઉ મંત્રી હતા. જદયુએ પણ પોતાના મંત્રીઓની પસંદગીમાં જાતિગત સમીકરણોનું ધ્યાન રાખ્યું છે, જેમાં ચાર દલિત અને મુસ્લિમ, યાદવ, અતિ પછાત વર્ગ, રાજપૂત અને ભૂમિહારોનું પ્રતિનિધિત્વ શામેલ છે.

સહયોગી પક્ષો તરફથી, ચિરાગ પાસવાનની લાસોપા (રામવિલાસ)ના પ્રદેશ પ્રમુખ અને બ્રાહ્મણ નેતા રાજુ તિવારી મંત્રીમંડળમાં પોતાની પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ઉપરાંત, જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમન અને ઉપેન્દ્ર કુશવાહાની પત્ની સ્નેહલતા કુશવાહા પણ શપથ લે તેવી સંભાવના છે.

NDA ગઠબંધને 243 સભ્યોની વિધાનસભામાં 202 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આવતીકાલે યોજાનાર આ શપથવિધિ કાર્યક્રમને NDAના શક્તિ પ્રદર્શન તરીકે આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી અપેક્ષા છે.

નવા શિખર પર 'નીતિશ રેકોર્ડ': બે ઐતિહાસિક કીર્તિમાન – Nitish Kumar CM Record

આ કાર્યકાળ નીતિશ કુમારને બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી તરીકે મજબૂત રીતે સ્થાપિત કરી દેશે. સતત ત્રીજી વખત સત્તાની કમાન સંભાળી રહેલા જદયુ સુપ્રીમો પોતાની રાજકીય યાત્રાના સૌથી નિર્ણાયક મોડ પર ઊભા છે.

સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ (Longest Serving CM)

નીતિશ કુમાર હવે કુલ મળીને (તમામ કાર્યકાળનો સરવાળો) બિહારના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેનારા નેતા બની ગયા છે. તેમણે આઝાદી પછીના પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિંહા (શ્રી બાબુ)નો 17 વર્ષથી વધુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નીતિશ કુમારના તમામ કાર્યકાળોનો કુલ સમય હવે 18 વર્ષને પાર કરી ચૂક્યો છે.

'શપથ ગ્રહણ'નો રેકોર્ડ (Most Swearing-in Ceremonies)

રાજકીય અસ્થિરતા વચ્ચે સત્તામાં ટકી રહેવાની કળામાં માહિર નીતિશ કુમારે અત્યાર સુધીમાં નવ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. NDAની આ જીત પછી તેઓ દસમી વખત શપથ લઈને એક અનોખો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : જાપાનમાં ભયાનક અગ્નિકાંડ: ઓઇતામાં 170થી વધુ ઇમારતો બળીને રાખ, માછીમારી બંદર નજીક દુર્ઘટના

Tags :
Advertisement

.

×