Nitish Kumar 1 કરોડ યુવાનોને રોજગાર આપશે, ચૂંટણી માટે પ્રચાર કે પછી...???
- Nitish Kumar દ્વારા બિહારના યુવાનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે
- આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને રોજગાર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે
- ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો માટે એક ખાસ આર્થિક પેકેજની જાહેરાત કરાઈ
Patana : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) એ રાજ્યના યુવાનો અને ઉદ્યોગસાહસિકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને રોજગાર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, વર્ષ 2020 માં 7 નિશ્ચય-2 (7 Nishchaya-2) અંતર્ગત સરકારે 50 લાખ યુવાનોને નોકરીઓ અને રોજગાર આપવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યુ છે. હવે આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને રોજગાર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
ઉદ્યોગ સાહસિકો માટે Nitish Kumar નું ખાસ આર્થિક પેકેજ
નીતિશ કુમારે કહ્યું કે, તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, વર્ષ 2020 માં 7 નિશ્ચય-2 (7 Nishchaya-2) અંતર્ગત સરકારે 50 લાખ યુવાનોને નોકરીઓ અને રોજગાર આપવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યુ છે. હવે આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને રોજગાર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્વરોજગાર યુવાનોને દરેક શક્ય મદદ કરવામાં આવશે. બિહાર સરકારે ખાનગી ક્ષેત્રમાં ઉદ્યોગો સ્થાપતા ઉદ્યોગ સાહસિકો માટે એક ખાસ આર્થિક પેકેજની જાહેરાત કરી છે.
આર્થિક પેકેજના મુખ્ય આકર્ષણ
બિહાર સરકારે ખાનગી ક્ષેત્રમાં ઉદ્યોગો સ્થાપતા ઉદ્યોગ સાહસિકો માટે એક ખાસ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ આર્થિક પેકેજના મુખ્ય આકર્ષણ આ પ્રમાણે છે. મૂડી સબસિડી, વ્યાજ સબસિડી અને GST પ્રોત્સાહન રકમ બમણી કરવામાં આવશે. બધા જિલ્લાઓમાં ઉદ્યોગો સ્થાપવા માટે જમીનની વ્યવસ્થા કરવામાં આવશે. વધુ રોજગાર આપતા ઉદ્યોગોને મફતમાં જમીન આપવામાં આવશે. જમીનના વિવાદોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે, જેથી ઉદ્યોગો સ્થાપવામાં કોઈ અવરોધ ન આવે. ઉદ્યોગો સ્થાપનારાઓને માત્ર 6 મહિનાની અંદર આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
Bihar ના CM Nitish Kumar એે કરી મોટી જાહેરાત | Gujarat First
"5 વર્ષમાં 1 કરોડ યુવાનોને રોજગાર આપવાનું લક્ષ્ય"
"ઉદ્યોગસાહસિકોને ખાસ આર્થિક પેકેજ અપાશે"
"બિહારમાં ઉદ્યોગો સ્થાપવા માટે અપાશે સબસિડી"
"50 લાખ યુવાનોને રોજગાર આપવાનું લક્ષ્ય પૂર્ણ કર્યું"@NitishKumar #Bihar… pic.twitter.com/1rbpl51aa7— Gujarat First (@GujaratFirst) August 16, 2025
આ પણ વાંચોઃ Heavy Rain in Mumbai : મુશળધાર વરસાદથી મુંબઈના અનેક વિસ્તારો પાણી-પાણી, Red Alert જાહેર
Nitish Kumar નું વિઝન
મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) એ પોતાનું વિઝન રજૂ કરતાં કહ્યું કે, સરકાર બિહારના યુવાનોને કુશળ અને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. અમારું લક્ષ્ય રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું, ખાનગી રોકાણ લાવવાનું અને યુવાનોને તેમના ઘરની નજીક રોજગાર આપવાનું છે. આનાથી યુવાનોનું સ્થળાંતરણ અટકશે અને બિહારનું ભવિષ્ય સુરક્ષિત થશે. ઉદ્યોગો સ્થાપનારા ઉદ્યોગ સાહસિકોને નાણાકીય અને વહીવટી સ્તરે રાહત આપવામાં આવશે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને પણ ખાસ આર્થિક પેકેજથી મોટો ટેકો મળશે. સ્થાનિક સ્તરે રોજગારની તકો ઝડપથી વધશે. જો કે નીતિશ કુમારના રાજકીય વિરોધીઓ આ ખાસ રાહત પેકેજને ચૂંટણી માટેનો એક પ્રચાર ગણાવી રહ્યા હોવાનું પણ સંભળાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ PM મોદી UER-2 નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીના ટ્રાફિકને ઘટાડવાનો છે


