ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં : Ajit Doval
- ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં : Ajit Doval
- માત્ર 23 મિનિટમાં પૂર્ણ થયું ઓપરેશન સિંદૂર : Ajit Doval
- વિદેશી મીડિયા ફેલાવે છે ખોટા સમાચાર : Ajit Doval
- ભારતનું ઓપરેશન સિંદૂર 100% સફળ : Ajit Doval
Ajit Doval : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે તાજેતરમાં IIT મદ્રાસના 62 મા દીક્ષાંત સમારંભમાં એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના સંબોધન દરમિયાન ભારત દ્વારા હમલાવર રીતે અમલમાં મૂકાયેલા "Operation Sindoor" વિશે ખુલાસાઓ કર્યા અને તેને લઈને ચાલી રહેલા વિદેશી પ્રચારના સામે તીવ્ર પ્રતિસાદ આપ્યો.
ઓપરેશન સિંદૂર: માત્ર 23 મિનિટમાં પૂર્ણ થયું મિશન
અજિત ડોભાલે જણાવ્યું કે "ઓપરેશન સિંદૂર" સંપૂર્ણપણે સચોટ અને સફળ રહ્યું. તેમણે જણાવ્યું કે, "આ ઓપરેશન માટે અમને કુલ માત્ર 23 મિનિટનો સમય લાગ્યો. અમે પાકિસ્તાનમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ તમામ ઠેકાણાઓ સરહદી વિસ્તારોની બહાર હતા. મહત્વની વાત એ છે કે અમે એકપણ લક્ષ્ય ચૂક્યા નથી અને પાકિસ્તાનમાં અન્ય કશું પણ નિશાન બનાવ્યું નહોતું." ડોભાલે વધુમાં કહ્યું કે, આ ઓપરેશન દરમિયાન ભારતની તરફથી એકપણ નુકસાન થયું નથી. તેમની વાત પ્રમાણે, મિશન એટલી ઉચ્ચ તકનીક અને માહિતી આધારીત હતું કે ઓપરેશન પહેલાં જ દરેક લક્ષ્યનું ચોક્કસ સ્થાન નક્કી કરી લેવાયું હતું.
#WATCH | Chennai, Tamil Nadu | Speaking on Operation Sindoor, at IIT Madras, NSA Ajit Doval slams the foreign media for their reportage on the operation.
"Foreign press said that Pakistan did that and this...You tell me one photograph, one image, which shows any damage to any… pic.twitter.com/v13Pr8RuRf
— ANI (@ANI) July 11, 2025
“સેટેલાઇટના યુગમાં ખોટું છુપાવી શકાતું નથી”
વિદેશી મીડિયાની ટીકા કરતા ડોભાલે જણાવ્યું કે ઘણા પશ્ચિમી મીડિયાઓ, જેમ કે New York Times, એ એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે ભારત તરફથી આ ઓપરેશન દરમિયાન કંઈક ઉલટું થયું હતું અથવા ભારતને પણ નુકસાન થયું હતું. તેઓએ કહ્યું, "આજે સેટેલાઇટના યુગમાં તમે કંઈ છુપાવી શકતા નથી. જો ભારતમાં ખરેખર કોઈ નુકસાન થયું હોત, તો કોઈ તો ફોટો સામે આવ્યો હોત. પરંતુ આજ સુધી એકપણ તસવીર નથી આવી કે જેમાં ભારતની કોઈ ઢાંચાગત સંરચનાને નુકસાન થયું હોવાનું સાબિત થાય."
વિદેશી મીડિયા પર કટાક્ષ
ડોભાલે વધુમાં કહ્યું, "વિદેશી મીડિયાએ ખોટા નેરેટિવ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ લખે છે કે પાકિસ્તાને હુમલો કર્યો, ભારતને નુકસાન થયું. પરંતુ હું તેમને પડકાર આપું છું – એક પણ સચોટ ફોટો બતાવો, જેમાં કોઈ ભારતીય ઈમારત, બિલ્ડિંગ કે ઢાંચા ખંડિત થયો હોય, કાચ તૂટી ગયો હોય." તેઓએ ઉમેર્યું કે, "તસવીરોમાં માત્ર પાકિસ્તાનના 13 એરપોર્ટ્સ દેખાઈ રહ્યા છે – જેમ કે સરગોધા, રહીમ યાર ખાન અને ચકલાલા. તે બધું પણ 10 મે પહેલાં અને પછીના સેટેલાઇટ ચિત્રોમાં સમાન હતું. એટલે સ્પષ્ટ છે કે તમામ દાવાઓ ખોટા છે."
દેશી ટેકનોલોજી અને આત્મનિર્ભરતા પર ભાર
આ પ્રસંગે ડોભાલે સ્વદેશી ટેકનોલોજી અને આત્મનિર્ભર ભારતના મહત્વ પર પણ પ્રકાશ નાખ્યો. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન મોટા પ્રમાણમાં દેશી સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો, જે દરેક ભારતીય માટે ગર્વની બાબત છે. તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે, "હવે દેશ માટે ટેકનોલોજીનું નિર્માણ આપણા હાથે થવું જોઈએ, આયાત ઉપર નિર્ભર રહેવાનો સમય ગયો."
આ પણ વાંચો : Laser Warfare : રેડ સીમાં ચીન અને જર્મની વચ્ચેના તણાવમાં લેઝર વોરફેરનો ખતરો તોળાયો


