વિપક્ષ ભલે મહેનત કરે, આસાન નથી રાજ્યસભાના અધ્યક્ષને તેમના પદ પરથી હટાવવું!
- ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ
- જગદીપ ધનખર સામે વિપક્ષનો આક્રોશ
- રાજ્યસભાના અધ્યક્ષને હટાવવાનો પ્રયાસ
- ઉપરાષ્ટ્રપતિ હટાવવાના નિયમો પર ચર્ચા
INDIA બ્લોકે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (Jagdeep Dhankhar) ને પદ પરથી હટાવવા માટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી છે. આ પહેલા પણ વિપક્ષી પક્ષોએ તેમને પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં, આ નોટિસ રાજકીય રીતે મહત્વપૂર્ણ છે કારણ કે પહેલીવાર કોઈ રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ આવા પ્રસ્તાવ લાવવાની તૈયારી થઈ છે. આ પહેલા માત્ર વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો છે.
વિપક્ષી નોટિસ અને હસ્તાક્ષર
AAP ના સાંસદ સંજય સિંહે પ્રસ્તાવ અંગે માહિતી આપી હતી કે આ નોટિસ પર આશરે 60 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. આ સાથે, કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ સોશિયલ મીડિયા પર આ અંગે નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, અધ્યક્ષ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવું એક ખૂબ જ પીડાદાયક નિર્ણય છે, પરંતુ સંસદીય લોકશાહીના હિતમાં આ અભૂતપૂર્વ પગલું અનિવાર્ય છે.
#WATCH | On Opposition's no-confidence motion against Rajya Sabha Chairman Jagdeep Dhankhar, Congress MP Jairam Ramesh says, " In the last 72 years, it is the first time that Opposition parties have submitted a motion over Rajya Sabha Chairman. This shows how the situation has… pic.twitter.com/ySiO4r8D7u
— ANI (@ANI) December 10, 2024
ઉપરાષ્ટ્રપતિ હટાવવાના નિયમો
ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ છે. બંધારણના અનુચ્છેદ 67 હેઠળ ઉપરાષ્ટ્રપતિની નિમણૂક અને હટાવવા સંબંધિત નિયમો છે. અનુચ્છેદ 67(B) જણાવે છે કે ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના ઠરાવ દ્વારા પદ પરથી દૂર કરી શકાય છે જે તમામ સભ્યોની બહુમતી દ્વારા પસાર કરવામાં આવે છે અને લોકસભા દ્વારા સંમત થાય છે, પરંતુ આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો નથી. જ્યાં સુધી ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી કરવામાં આવશે નહીં.
સંખ્યાબળની જોગવાઈ અને પડકારો
રાજ્યસભામાં પ્રસ્તાવ પાસ કરવા માટે કુલ 126 વોટની જરૂર પડે છે. હાલમાં વિપક્ષ પાસે માત્ર 103 બેઠકો છે, જે આ બહુમતી માટે પૂરતી નથી. આ ઉપરાંત, નોટિસ પર ઓછામાં ઓછા 50 સાંસદોના હસ્તાક્ષર હોવા જરૂરી છે. જોકે, 14 દિવસના નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. જ્યારે સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત થશે.
આ પણ વાંચો: રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીમાં વિપક્ષ, મળ્યો આ પાર્ટીઓનો સાથ


