ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Noida Fire : ગર્લ્સ હોસ્ટેલના બીજા માળે AC માં થયો બ્લાસ્ટ,જીવ બચવવા યુવતીઓએ મારી છલાંગ,જુઓ video

અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક AC માં થયો બ્લાસ્ટ બ્લાસ્ટના કારણે આગ લાગી હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ હાજર જીવ બચાવવા યુવતીઓએ બાલ્કનીમાંથી મારી છલાંગ Noida : ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા Girlshostel માં અચાનક આગ (Noida Fire)ફાટી નીકળી હતી....
04:05 PM Mar 28, 2025 IST | Hiren Dave
અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક AC માં થયો બ્લાસ્ટ બ્લાસ્ટના કારણે આગ લાગી હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ હાજર જીવ બચાવવા યુવતીઓએ બાલ્કનીમાંથી મારી છલાંગ Noida : ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા Girlshostel માં અચાનક આગ (Noida Fire)ફાટી નીકળી હતી....
Gautam Buddh Nagar

Noida : ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા Girlshostel માં અચાનક આગ (Noida Fire)ફાટી નીકળી હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્ટેલમાં ACના બ્લાસ્ટના કારણે આગ લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. અકસ્માત સમયે હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ હાજર હતી, જેમણે કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

જીવ બચાવવા યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં

આગની આ ઘટના દરમિયાન હોસ્ટેલના બીજા માળે બે વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તેમને સીડીની મદદથી નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીચે ઉતરતી વખતે એક વિદ્યાર્થી કૂદવાનો પ્રયાસ કરતા નીચે પડી ગઈ હતી. જો કે, ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ બનાવનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

આ પણ  વાંચો -'કાવડિયાઓની જેમ, હેલિકોપ્ટરથી નમાઝીઓ પર ફૂલોનો વરસાદ કરો' સંભલમાં સપા નેતાએ સીએમ યોગીને માંગ કરી

છાત્રાલયમાં 160 વિદ્યાર્થિનીઓ હાજર હતી

માહિતી મળતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઇટરોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તેઓએ અંદર ફસાયેલી 160 વિદ્યાર્થિનીઓને સીડીઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, બે વિદ્યાર્થિનીઓ આગથી બચવા માટે બારીમાંથી નીચે આવતી જોવા મળે છે. આ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી તે રાહતની વાત છે.

આ પણ  વાંચો -DA Hike : મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ,મોંઘવારી ભથ્થામાં કર્યો આટલા ટકા વધારો

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

ફાયર બ્રિગેડ ઓફિસરે આ મામલે જણાવ્યું કે, ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે જાણકારી મળી હતી કે નોલેજ પાર્ક-3 સ્થિત અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન એફએસઓ પણ ઘટના સ્થળ પર હાજર હતા. કેટલાક લોકો અંદર ફસાયા હોવાની માહિતી મળી હતી, પરંતુ ફાયરની ટીમ આવે તે પહેલા તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.'

Tags :
fireFire in Girls HostelGautam Buddha NagarGreater NoidaGujarat FirstHiren dave
Next Article