Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NSA Ajit Doval પહોંચ્યા રશિયા, સંરક્ષણ, સુરક્ષા સહિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રશિયા પહોંચ્યા સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઈગુ સાથે મુલાકાત કરશે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળશે NSA Ajit Doval : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (NSA Ajit Doval)બુધવારે રશિયા પહોંચ્યા છે. જ્યાં તેઓ તેમના...
nsa ajit doval પહોંચ્યા રશિયા  સંરક્ષણ  સુરક્ષા સહિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Advertisement
  • ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રશિયા પહોંચ્યા
  • સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઈગુ સાથે મુલાકાત કરશે
  • રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળશે

NSA Ajit Doval : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (NSA Ajit Doval)બુધવારે રશિયા પહોંચ્યા છે. જ્યાં તેઓ તેમના રશિયન સમકક્ષ અને સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઈગુ સાથે મુલાકાત કરશે. આ સાથે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળશે. ઓપરેશન સિંદૂર પછી ડોભાલની આ પહેલી મોસ્કો મુલાકાત છે. રશિયા સાથે ભારતના સંબંધો પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ડોભાલે SCOની NSA બેઠકમાં આપી હાજરી

સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમના બાકીના બે યુનિટની ડિલિવરી, ઓપરેશન સિંદૂરમાં તેમની ભૂમિકા અને વધુ સંભવિત સોદાઓ પર ચર્ચા થવાની આશા છે. ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારી જેવા વિષયો પણ એજન્ડામાં સામેલ છે. જોકે ડોભાલે જૂનમાં બેઈજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) NSA બેઠકમાં હાજરી આપી હતી, જ્યાં તેઓ રશિયન સુરક્ષા પરિષદના ડેપ્યુટી સેક્રેટરી એલેક્ઝાન્ડર વેનેડિક્ટોવને પણ મળ્યા હતા, રશિયાની આ મુલાકાત ખાસ કરીને દ્વિપક્ષીય વાટાઘાટો માટે છે.

Advertisement

આ પણ  વાંચો -Bihar Election : US President Donald Trump ના નામે residence certificate જારી!

Advertisement

રાષ્ટ્રપતિ પુતિન સાથે ડોભાલ કરશે મુલાકાત (NSA Ajit Doval)

આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળશે. આ દરમિયાન અન્ય રશિયન નેતાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર વાતચીત કરવામાં આવશે.ત્યારે શક્યતા છે કે ડોભાલ બાદ વિદેશ પ્રધાન એસ જયશંકર પણ આવતા અઠવાડિયે રશિયાની મુલાકાત લઈ શકે છે.

આ પણ  વાંચો -America : ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તરાધિકારીનું નામ કર્યું જાહેરાત! જુઓ કોનું આપ્યું નામ

અમેરિકા અને ભારત વચ્ચેના તણાવ વચ્ચે મુલાકાત (NSA Ajit Doval)

તમને જણાવી દઈએ કે હાલમા અમેરિકા અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા પર નારાજગી વ્યક્ત કરી છે, જોકે અમેરિકાએ પોતે આ પ્રક્રિયામાં અગાઉ મદદ કરી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડોભાલ અમેરિકા સાથે તાજેતરના ટેરિફ તણાવ અને અમેરિકાની ધમકીઓ વિશે પણ વાત કરશે. ડોભાલની મુલાકાતનો એક મહત્વપૂર્ણ હેતુ રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતની તૈયારી કરવાનો પણ છે. રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત 2022થી બાકી છે. આવી સ્થિતિમાં અજિત ડોભાલની આ મુલાકાત વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડોભાલની મુલાકાત સંપૂર્ણપણે ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય મુદ્દાઓ પર કેન્દ્રિત છે.

Tags :
Advertisement

.

×