આશ્ચર્ય! પેટના દુખાવાથી હોસ્પિટલ પહોંચેલા યુવકના શરીરમાંથી 50થી વધુ વસ્તુઓ નીકળી
- ઉત્તરપ્રદેશના હાપુડમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો (Objects in stomach)
- ડૉક્ટરે દર્દીના પેટમાંથી કાઢી 50થી વધુ વસ્તુઓ
- દર્દી નાશાની લત્તથી પરેશાન હોવાથી તેને ભાન રહેતુ નહી
- નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવતા ગળવાનું શરૂ કર્યુ
Objects in stomach : ઘણીવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના પેટમાંથી 50થી વધુ વસ્તુઓ કાઢવામાં આવી છે, જેમાં ચમચી અને ટૂથબ્રશ જેવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.
બુલંદશહેરના રહેવાસી 40 વર્ષીય સચિનને પેટમાં અસહ્ય દુખાવો થતાં તેના પરિવારજનો તેને હાપુડની દેવનંદની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યારે દવાઓથી પણ દુખાવામાં રાહત ન મળી, ત્યારે ડોક્ટરોએ તપાસ કરવાનો નિર્ણય કર્યો.
એક્સ-રે અને સીટી સ્કેન બાદ થયો ખુલાસો (Objects in stomach)
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, દર્દી લાંબા સમયથી પેટમાં દુખાવો, ઊલટી અને નબળાઈની ફરિયાદ કરતો હતો. જ્યારે એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યા, ત્યારે ડોક્ટરો ચોંકી ગયા. સ્કેનમાં તેના પેટમાં ધાતુ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ ફસાયેલી જોવા મળી, જે જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય.
5 કલાકની સર્જરી બાદ પેટમાંથી શું નીકળ્યું? (Objects in stomach)
દેવનંદની હોસ્પિટલના ડોક્ટર શ્યામ કુમારે જણાવ્યું કે, પાંચ કલાકની લાંબી સર્જરી બાદ સચિનના પેટમાંથી 29 સ્ટીલની ચમચી, 19 ટૂથબ્રશ અને 2 તીક્ષ્ણ પેન કાઢવામાં આવ્યા. તેમણે કહ્યું કે ઓપરેશન પછી દર્દીની હાલત હવે સ્થિર છે.
આટલી બધી વસ્તુઓ કેવી રીતે પેટમાં ગઈ?
આવા વિચિત્ર વર્તન પાછળનું કારણ માનસિક બીમારી હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, દર્દી સચિન નશાની લતથી પરેશાન હતો અને તેના પરિવારજનોએ તેને નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ કરાવ્યો હતો. આ વાતથી નારાજ થઈને તેણે ત્યાં ચમચી, ટૂથબ્રશ અને પેન જેવી વસ્તુઓ ગળવાનું શરૂ કરી દીધું.
પિકા ડિસઓર્ડર જેવી ગંભીર બિમાર
નિષ્ણાતો માને છે કે આ કિસ્સો 'પિકા ડિસઓર્ડર' (Pica Disorder) જેવી ગંભીર માનસિક બીમારી સાથે સંબંધિત હોઈ શકે છે, જેમાં વ્યક્તિ ન ખાવાલાયક વસ્તુઓ ખાવાનું શરૂ કરી દે છે. ઓપરેશન કરનાર ડોક્ટરોની ટીમ પણ આ જોઈને દંગ રહી ગઈ હતી. એક ડોક્ટરે કહ્યું કે તેમણે તેમના સમગ્ર કરિયરમાં આવો કિસ્સો ક્યારેય જોયો નથી અને દર્દીનો જીવ બચી ગયો તે એક ચમત્કાર છે.
આ પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રે ભારતની મોટી છલાંગ: રેલવેથી લોન્ચ થશે અગ્નિ પ્રાઈમ મિસાઈલ


