Odisha : અગ્નિ-1, પૃથ્વી-2 મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું, માત્ર 24 કલાકમાં 3 મિસાઈલ પરીક્ષણ થતાં વિશ્વ ચોંક્યું
- ભારતે 16-17 જુલાઈ દરમિયાન 3 મિસાઈલોના સફળ પરીક્ષણ કર્યા
- ગઈકાલે લદ્દાખમાં આકાશ-પ્રાઈમનું સફળ પરીક્ષણ કર્યુ હતું
- આજે ઓડિશામાં પૃથ્વી-2, અગ્નિ-1 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ છે
Odisha : ભારતે 16-17 જુલાઈ દરમિયાન આકાશ-પ્રાઈમ (Akash Prime), પૃથ્વી-2 (Prithvi-2) અને અગ્નિ-1 (Agni-1) જેવી લોન્ગ રેન્જ મિસાઈલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આકાશ-પ્રાઈમે લદ્દાખમાં 4,500 મીટરની ઊંચાઈએ ઉડાન ભરી હતી જ્યારે પૃથ્વી-2 (350 કિમી) અને અગ્નિ-1 (700 કિમી) ના ઓડિશામાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 3 મહત્વપૂર્ણ મિસાઈલ પરીક્ષણો કરીને ભારતે વિશ્વ સમક્ષ પોતાની તાકાત રજૂ કરી છે.
3 મિસાઈલોના સફળ પરીક્ષણ
ભારત મિસાઈલ ટેકનોલોજી ક્ષેત્રે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂરમાં સ્વદેશી મિસાઈલોએ આતંકવાદીઓના છુપાવાના સ્થળોનો ખાત્મો બોલાવી દીધો હતો. 16 અને 17 જુલાઈ 2025 ના રોજ ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં 3 મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. 24 કલાકથી પણ ઓછા સમયમાં 3 મહત્વપૂર્ણ મિસાઈલોનું પરીક્ષણ કરીને ભારતે વિશ્વ સમક્ષ પોતાની વ્યૂહાત્મક અને તકનીકી સંરક્ષણ શક્તિનો પરચો આપ્યો છે.
સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવા ભારતનું પગલું
વધુ બે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ સફળ
આકાશ બાદ પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળ પરીક્ષણ
ઓડિશાના ચાંદીપુર IT રેન્જમાં મિસાઈલનું પરીક્ષણ#Agni1 #Prithvi2 #BallisticMissile #MissileTest #Odisha #OdishaChandipur #MakeInIndia… pic.twitter.com/ZqwSQvpr9T— Gujarat First (@GujaratFirst) July 18, 2025
આ પણ વાંચોઃ લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવને SC નો ઝટકો! ટ્રાયલ પર સ્ટે આપવાની અરજી ફગાવી
ગઈકાલે લદાખમાં પરીક્ષણ
ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઈલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બંને ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલો છે, જે ભારતની પરમાણુ શક્તિમાં વધારો કરે છે. ગત રોજ ભારતે લદાખમાં આકાશ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આકાશ-પ્રાઈમ એ આકાશ સિસ્ટમનું એક અદ્યતન સંસ્કરણ છે. તે 30-35 કિલોમીટર સુધીના લક્ષ્યોને ભેદી શકે છે. તે 18-20 કિલોમીટરની ઊંચાઈ સુધી અસરકારક છે. તે ફાઈટર પ્લેન, ક્રુઝ મિસાઈલ અને ડ્રોન જેવા ખતરાઓનો સામનો કરી શકે છે. તેમાં 'રાજેન્દ્ર' નામક રડાર છે, જે 360 ડિગ્રી કવરેજની સુવિધા આપે છે. જેનાથી મિસાઈલ એકસાથે અનેક લક્ષ્યોને ટ્રેક કરી તેનો નાશ કરી શકે છે.
Precision. Power. Preparedness.
A major stride for #AatmanirbharDefence 🇮🇳
Short-Range Ballistic Missiles Prithvi-II & Agni-I successfully test-fired from ITR, Chandipur by Strategic Forces Command, validating all operational & technical parameters. #PrithviII & #Agni1… pic.twitter.com/8tJUZlHrYV
— Defence Production India (@DefProdnIndia) July 18, 2025
આ પણ વાંચોઃ Bengaluru : દિલ્હી બાદ બેંગલુરુમાં 40 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી


