Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લો બોલો! ઓનલાઈન Ludo રમતા થયો પ્રેમ, લગ્ન કરવા કાપ્યું આટલું અંતર

લુડો રમતા થયો પ્રેમ : ઓનલાઇન ગેમથી શરૂ થઇ પ્રેમ કહાની છતરપુરના યુવાનનો ઓનલાઇન પ્રેમનો અનોખો કિસ્સો પરિવારની નાપસંદગી છતાં, કપલે કોર્ટ મેરેજ કર્યા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક વિચિત્ર અને અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને...
લો બોલો  ઓનલાઈન ludo રમતા થયો પ્રેમ  લગ્ન કરવા કાપ્યું આટલું અંતર
Advertisement
  • લુડો રમતા થયો પ્રેમ : ઓનલાઇન ગેમથી શરૂ થઇ પ્રેમ કહાની
  • છતરપુરના યુવાનનો ઓનલાઇન પ્રેમનો અનોખો કિસ્સો
  • પરિવારની નાપસંદગી છતાં, કપલે કોર્ટ મેરેજ કર્યા

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક વિચિત્ર અને અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને યુવતી ઓનલાઈન લુડો (Ludo) રમતા રમતા એકબીજાના પ્રેમમાં પડ્યા અને અંતે લગ્ન કરી લીધા. આ કિસ્સો સાબિત કરે છે કે પ્રેમ ક્યાં અને ક્યારે શરૂ થશે તે કહી શકાતું નથી. લુડો ગેમ (Ludo Game) જે સામાન્ય રીતે મનોરંજક ગેમ તરીકે રમવામાં આવે છે, એ બંને માટે જીવનનો મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું છે.

લુડો રમતા રમતા પ્રેમમાં પડ્યા

છતરપુરના રહેવાસી અમન અગ્રવાલ અને કોટા, રાજસ્થાનની પ્રિયંકા વચ્ચેનો પ્રેમ એક ઓનલાઇન ગેમ (Online Game) થી શરૂ થયો હતો. તેઓ ઓનલાઈન લુડો ગેમ (Online Ludo Game) રમતા રમતા એકબીજાને મળ્યા અને તે પછી એકબીજા સાથે વાતચીત શરૂ થઇ. આ જાણકારી જલ્દી જ પ્રેમમાં બદલાઈ ગઈ. ગેમ રમતી વખતે એકબીજાના વિચારોથી પ્રભાવિત થવાનું શરૂ થયું અને તેમની વચ્ચેના આ સંબંધે બંનેના ભાવિ માટે એક મોટો નિર્ણય લેવા તેમને મજબૂર કરી દીધા. જણાવી દઇએ કે, અમન અને પ્રિયંકા બન્ને છેલ્લા 2 વર્ષથી મળતા રહ્યા, અને તેમનો સંબંધ દર વખતે વધુ ઘનિષ્ઠ બનતો ગયો. જે સમયે તેમણે નક્કી કર્યું કે તેઓ લગ્નના સંબંધથી જોડાશે ત્યારે પ્રિયંકાના પરિવારજનો આ સંબંધને સ્વીકારવા નહોતા માંગતા. આ નાપસંદગીના કારણે બંનેએ આ સંબંધને કાનૂની માન્યતા આપવા માટે આગળ વધવાનું નક્કી કર્યું. પરિવારજનોએ પરવાનગી ન આપતાં, પ્રિયંકાએ રાજસ્થાનના કોટા શહેર છોડી અને છતરપુર પહોંચી. ત્યાં બન્નેએ છતરપુર કોર્ટમાં જઈને કાયદેસર રીતે લગ્ન કરી લીધા. આ પગલું બન્ને માટે મહત્વપૂર્ણ હતું કારણ કે આ સાથે તેઓએ તેમના સંબંધને કાનૂની દરજ્જો આપ્યો અને ભવિષ્યમાં કોઈ વિવાદ કે આક્ષેપોનો સામનો ન થાય તે માટે અત્યારથી જ પગલા ભર્યા.

Advertisement

એડવોકેટે શું કહ્યું ?

એડવોકેટ રવિ પાંડેએ જણાવ્યું કે છતરપુરના રહેવાસી અમન અગ્રવાલ ઓનલાઈન લુડો ગેમ દ્વારા રાજસ્થાનના કોટા શહેરની રહેવાસી પ્રિયંકા સૈનીને મળ્યા હતા. આ પછી બંને ફોન પર વાત કરવા લાગ્યા અને બંને પ્રેમમાં પડ્યા. લગભગ બે વર્ષ સુધી ચાલેલા તેમના પ્રેમપ્રકરણ પછી, જ્યારે અમન તેની ગર્લફ્રેન્ડ પ્રિયંકાને મળવા રાજસ્થાનના કોટા ગયો, ત્યારે પ્રિયંકાના પરિવારના સભ્યોએ અમનને ખૂબ માર માર્યો. અમનની રિપોર્ટ પણ કોટામાં લખાય ન હોતી. તે સમયે પ્રિયંકા સગીર હતી. આ પછી અમન છતરપુર પરત આવ્યો અને અહીંના SP ને અરજી કરીને પ્રિયંકાના પરિવાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી પરંતુ કંઈ થઈ શક્યું નહીં. આ પછી પણ અમન અને પ્રિયંકાએ ફોન પર વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. હવે જ્યારે પ્રિયંકા પુખ્ત થઈ, ત્યારે તે પોતે છતરપુર આવી અને અમનને મળી. પાંડેએ જણાવ્યું કે અમન અને પ્રિયંકાએ ગુરુવારે કોર્ટમાં કોર્ટ મેરેજ કર્યા હતા. હવે તેઓ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરી શકશે. વળી, યુવક અમન અગ્રવાલે કહ્યું કે તેણે આજે જિલ્લા કોર્ટમાં પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો:  UP by Election : ભાજપે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો અખિલેશની બેઠક પરથી કોણ લડશે ચૂંટણી

Tags :
Advertisement

.

×