એક તરફ કુંભ એક તરફ એન્કાઉન્ટર: યુપીમાં મોડી રાત્રે પોલીસે 4 ગેંગસ્ટરને ઠાર માર્યા
- યુપી એસટીએફ દ્વારા મોડી રાત્રે ઠાર મરાયા
- યુપીના શામલીમાં ઇનામી ગુનેગારો ઠાર મરાયા
- એસટીએફ મેરઠની ટીમ દ્વારા પાર પડાયું ઓપરેશન
લખનઉ : UP એસટીએફની મેરઠ ટીમે શામલીમાં મોડી રાત્રે એન્કાઉન્ટર કર્યું. મુસ્તફા કગ્ગા ગૈંગના બદમાશોની ધેરાબંધી કરી હતી. આ દરમિયાન સામસામે થયેલા ફુટઆઉટમાં ચાર ગેંગસ્ટરને ઠાર મારવામાં આવ્યા હતા. આ ગેંગસ્ટર પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
યુપીના શામલીમાં મોડી રાત્રે એન્કાઉન્ટર
યુપીમાં શામલી જિલ્લામાં મોડી રાત્રે એન્કાઉન્ટર થયું હતું. યુપી એસટીએફની મેરઠ ટીમે શામલીના ઝિંઝાના વિસ્તારમાં સોમવારે રાત્રે આશરે 02.30 વાગ્યાની આસપાસ મુસ્તુફા કગ્ગા ગેંગના ગેંગસ્ટરની ઘેરાબંધી કરી હતી. આ દરમિયાન સામસામેના ફાયરિંગ માં એક લાખ ઇનામની વ્યક્તિ ચાર ગેંગસ્ટર ઘર્ષણમાં ઠાર મરાયા હતા. જ્યારે એસટીએફના ઇંસ્પેક્ટર સુનીલ કુમારને અનેક ગોળીઓ વાગી હતી. સુનીલ કુમારની હાલની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવાયો છે. ગેંગસ્ટર પાસે મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો : 'રમેશ બિધુડીના ભત્રીજાની ગુંડાગીરી, AAP કાર્યકરોને માર્યા', CM આતિશીની EC ને ફરિયાદ
મુસ્તફા કગ્ગા ગેંગના સભ્યોને ઠાર મરાયા
એસટીએફ મેરઠી ટીમે શામલીના ઝિંઝાના વિસ્તારમાં મુસ્તફા કગ્ગા ગેંગના સભ્ય અરશદ નિવાસી થાના ગંગોહ જિલ્લા સહારનપુર તથા તેના ત્રણ સાથીઓ મંજિત, સતીશ એક અન્યને ઘેરી લીધા હતા. તમામ બદમાશ કારમાં બેઠા હતા. આ દરમિયાન અરશદ તથા તેના સાથીઓએએ ફાયરિંગ શરૂ કરી દીધું. એસટીએફની ટીમે પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું. એએસપી બ્રિજેશ કુમારે જણાવ્યું કે, ગોળીબારમાં ચાર બદમાશોને ગોળી લાગી, જ્યારે એસટીએફના ઇન્સપેક્ટર સુનીલ કુમાર પણ ગંભી રીતે ઘાયલ થઇ ગયા. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ચારેય બદમાશોને ડોક્ટરને મૃત જાહેર કર્યા.
એક લાખ રૂપિયાના ઇનામી ગુનેગારને ઠાર મરાયો
મરનારા બદમાશોની ઓળખ એક લાખનો ઇનામી અરશદ અને તેના 3 સાથી મંજીત, સતીશ તથા એક અજાણ્યા વ્યક્તિ તરીકે થઇ. અરસધની વિરુદ્ધ લૂંટ, ચોરી, હત્યાના એક ડઝન કરતા વધારે કેસ નોધાયેલા છે. ઇન્સપેક્ટર સુનીલને પહેલા કરનાલમાં અમૃતધારા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમને ડોક્ટરે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલ ખાતે રેફર કરી દેવાયા. મોટા ઘર્ષણમાં સુચના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. બદમાશોની પાસે દેસી કાર્બાઇન સહિત મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે ગુજરાત, કરોડોનાં વિકાસકામોની આપશે ભેટ
યુપી પોલીસે સાત વર્ષમાં 217 આરોપીઓને ઠાર માર્યા
યુપી પોલીસે સાત વર્ષમાં 217 ગુનેગારોને ઠાર માર્યા છે. યુપી પોલીસના વાર્ષિક રિપોર્ટમાં 2017 થી ડિસેમ્બર, 2024 સુધીના આંકડા રજુ કરવામાં આવ્યા. તેના અનુસાર યુપી પોલીસે ગેંગસ્ટર અંતર્ગત માફિયા તથા અન્ય ગુનેગારોની 140 અબજથી વધારેની સંપત્તી જપ્ત કરી લીધી. સાથે જ 7546 ગુનેગારોને પ્રભાવી પૈરવી કરીને સજા અપાવડાવી હતી.
આ પણ વાંચો : વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ