ગરબા સ્થળે માત્ર સનાતન હિંદુઓને જ મળશે પ્રવેશ, જાણો કયા રાજ્યમાં આ ગાઈડલાઈન જારી કરવામાં આવી
- આજથી શરૂ થાય છે નવરાત્રી
- ગરબા આયોજકોએ ભોપાલમાં માર્ગદર્શિકા જાહેર કરી
- હિંદુ સિવાયના અન્ય ધર્મના લોકોને નહીં મળે પ્રવેશ
આજથી નવરાત્રી (Navratri) ના પાવન પર્વની શરૂઆત થવા જઇ રહી છે. હિંદુ ધર્મ (Hinduism) માં આ પર્વને ખૂબ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન નવ રાત્રીએ માતાની આરતી ઉતારવામાં આવે છે, તેમની પૂજા, અર્ચના કરવામાં આવે છે. વળી માતાની પૂજા બાદ ભક્તો ગરબા (Garba) રમતા હોય છે. આજના મોડર્ન જમાનામાં ગરબા (Garba) રમવા માટે ઘણા પાર્ટી પ્લોટ જોવા મળી જાય છે. ખાસ કરીને ગુજરાતમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ આ પર્વની ઉજવણી થાય છે. ત્યારે હવે મધ્યપ્રદેશમાં નવરાત્રી પર્વની ઉજવણી (Navratri festival celebration in Madhya Pradesh) આ વર્ષે ભારે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. રાજધાની ભોપાલમાં આયોજકોએ ગરબાની ઉજવણીને લઈને ખાસ નિયમો જાહેર કર્યા છે, જેનો ઉદ્દેશ આ તહેવારની ગરિમાને જાળવવા અને પ્રતિષ્ઠાને મજબૂત બનાવવાનો છે.
- માત્ર સનાતન હિંદુઓ માટે પ્રવેશ
નવા નિયમો અનુસાર, ગરબા સ્થળે ફક્ત સનાતન હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ સાથે, organizers દ્વારા પોસ્ટર લગાવીને આ માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભોજપાલ ગરબા ઉત્સવના સુનિલ યાદવે સ્પષ્ટતા કરી છે કે ગરબા પંડાલમાં માતા દેવીની પૂજા કરવામાં આવે છે, તેથી અન્ય ધર્મના લોકોને આવવા પર પ્રતિબંધ છે.
- ઓળખપત્ર અને તિલક ફરજિયાત
જો કોઈ મુસ્લિમ વ્યક્તિ ગરબામાં સામેલ થવા માંગે છે, તો તેને હિન્દુ ધર્મ અપનાવવો પડશે. ઉપરાંત, દરેક વ્યક્તિએ પ્રવેશ મેળવતા માટે ઓળખપત્ર સાથે લાવવું ફરજિયાત છે. કપાળ પર તિલક અને હાથમાં કલવો ધરાવ્યા પછી જ લોકોને ગરબા પંડાલમાં પ્રવેશ અપાશે.
- સંગીતના નિયમો
ગરબા મહોત્સવ દરમિયાન ફક્ત નક્કી કરેલા ગીતો વગાડવામાં આવશે. organizers દ્વારા આ જોગવાઈ દ્વારા આ દિવસોમાં કોઈપણ પ્રકારના અભદ્ર ગીતો વગાડવાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેથી આ પર્વની લાગણીઓ દૂભાય નહીં.
- ડ્રેસ કોડ
ગરબા મહોત્સવમાં પ્રવેશ મેળવવા માટે મહિલાઓએ પણ ખાસ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. બેકલેસ ડ્રેસ પહેરીને આવનારી મહિલાઓને પ્રવેશ નહીં મળે. ફક્ત ભારતીય પરંપરાગત ડ્રેસ પહેરેલી મહિલાઓને જ મંજૂરી આપવામાં આવશે, અને તેઓએ પણ પોતાની ઓળખ માટે ID Card બતાવવું ફરજિયાત રાખવું પડશે.
- સિંગલ પુરુષો અને પરિવારનું મહત્વ
વિશ્વ હિન્દુ પરિષદના સહ-સચિવ અનિમેષ જોષીએ જણાવ્યું છે કે આ વખતે સિંગલ પુરુષોને પણ ગરબા પંડાલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પરિવાર સાથે જ પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. ગરબા ડ્રેસ આપવા અંગે પણ વિચારણા થઈ રહી છે. આ વખતે ગરબામાં પિંક ડે, સેફ્રોન ડે અને દેશભક્તિ આધારિત પ્રેઝન્ટેશન જોવા મળશે.
Bhopal: MP Cabinet Minister Dharmendra Singh Lodhi says, "People who come for the Garba Mahotsav should undergo verification because some anti-social elements may also enter. This sometimes creates situations that shouldn't occur. I believe that if there is a verification process… pic.twitter.com/JQj7TocrGe
— IANS (@ians_india) October 3, 2024
મધ્યપ્રદેશ સરકારના સાંસ્કૃતિક મંત્રી ધર્મેન્દ્ર લોધીએ શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ પર આયોજિત 'ગરબા મહોત્સવ'માં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. કેટલાક એવા લોકો આ મહોત્સવમાં આવે છે જેમના ઈરાદા સારા નથી હોતા. મધ્યપ્રદેશ સરકારના સાંસ્કૃતિક મંત્રી ધર્મેન્દ્ર લોધીના જણાવ્યા અનુસાર, સરકાર આ અંગે ગંભીર છે અને સરકાર દ્વારા લેવામાં આવેલા જરૂરી પગલાઓની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. સાંસ્કૃતિક મંત્રી ધર્મેન્દ્ર લોધીએ IANS સાથે વાત કરતા કહ્યું કે, "ગરબા મહોત્સવમાં આવનારા લોકોની ચકાસણી થવી જોઈએ. વેરિફિકેશનની પ્રક્રિયાના અભાવે કેટલાક અસામાજિક તત્વો પણ તેમાં આવી જાય છે. કેટલીકવાર અસામાજિક તત્વો તરફથી એવી સ્થિતિઓ ઉભી થાય છે, જે મહોત્સવ દરમિયાન ન થવી જોઇએ. મહોત્સવ દરમિયાન આધાર કાર્ડના આધાર પર પ્રવેશ આપવામાં આવવો જોઇએ. જો તેમ કરવામાં આવે છે તો તેમા કં ખોટું નથી."
આ પણ વાંચો: પરોઢ સુધી ગરબાનું આયોજન કરતા પહેલા આ નિયમોનું પાલન કરવું આવશ્યક


