Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor 2 : ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો, લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી: વિદેશ મંત્રાલય

ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી: વિદેશ મંત્રાલય પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો.   Operation Sindoor 2 : ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલય દ્વારા બીજી પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું...
operation sindoor 2   ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો  લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી  વિદેશ મંત્રાલય
Advertisement
  • ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો
  • લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી: વિદેશ મંત્રાલય
  • પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો.

Operation Sindoor 2 : ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલય દ્વારા બીજી પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ (commander Vyomika Singh)અને કર્નલ સોફિયા કુરેશી (Colonel Sophia Qureshi) Operation Sindoor 2 સંબંધિત નવી માહિતી આપી રહ્યા છે.

Advertisement

લાહોરની એર ડીફેન્સ પ્રણાલી નષ્ટ કરી

વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં કોઈપણ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. અમે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાએ ભારતના 15 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. બદલામાં, લાહોરની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો.

Advertisement

પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓને રક્ષણ આપે છે: વિક્રમ મિસરી

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે સરહદ પારથી આપણા વિરુદ્ધ ઘણી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે જેમ કે તણાવ વધવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહેલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ ગઈકાલે તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) ગ્રુપ લશ્કર-એ-તૈયબાનું એક જાણીતું મોરચો છે. અમે પહેલગામ હુમલાની જવાબદારી લેનાર વ્યક્તિ વિશેની તમામ માહિતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને આપી રહ્યા છીએ. TRF વિશે સતત અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે. વિક્રમ મિશ્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે જ્યારે UNSC ના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાત આવી ત્યારે ફક્ત પાકિસ્તાને જ તેનો વિરોધ કર્યો અને નામ હટાવી દીધું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી જૂથોને રક્ષણ અને સમર્થન આપી રહ્યું છે.

ર્નલ સોફિયા કુરેશીએ કહ્યું-'પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા

કર્નલ સોફિયા કુરેશીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે,"ઓપરેશન સિંદૂર પછી,અમે સ્પષ્ટ કરી દીધું હતું કે પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા નથી. 7-8 મેની રાત્રે, પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ડ્રોન અને મિસાઇલોથી અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ મળેલો કાટમાળ આનો પુરાવો છે. આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવી હતી. વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો હતો.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું- 'પાકિસ્તાને કોઈ કારણ વગર LoC પર ગોળીબારની તીવ્રતા વધારી'

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને કોઈ પણ કારણ વગર નિયંત્રણ રેખા પર ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે. પાકિસ્તાન દ્વારા ઘણી જગ્યાએ મોર્ટારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હુમલાઓમાં 16 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Tags :
Advertisement

.

×