Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor: ઓસ્ટ્રિયાના યુદ્ધ ઈતિહાસકાર ટોમ કૂપરનો મોટો ખુલાસો

ઓસ્ટ્રિયાના યુદ્ધ ઈતિહાસકાર ટોમ કૂપરનો મોટો ખુલાસો ભારતનો જવાબી હવાઈ કાર્યવાહીમાં સ્પષ્ટ વિજયઃ ટોમ કૂપર પાકિસ્તાને યુદ્ધવિરામ માટે ઘૂંટણિયે પડવું પડ્યુંઃ ટોમ કૂપર ભારતની આક્રમક અને અતૂલ્ય યુદ્ધ ક્ષમતાથી પાકિસ્તાન ઘૂંટણિયે" "પાકિસ્તાનના અણુ ઠેકાણા આરામથી ભારતની પહોંચમાં હતા" પાકિસ્તાન...
operation sindoor  ઓસ્ટ્રિયાના યુદ્ધ ઈતિહાસકાર ટોમ કૂપરનો મોટો ખુલાસો
Advertisement
  • ઓસ્ટ્રિયાના યુદ્ધ ઈતિહાસકાર ટોમ કૂપરનો મોટો ખુલાસો
  • ભારતનો જવાબી હવાઈ કાર્યવાહીમાં સ્પષ્ટ વિજયઃ ટોમ કૂપર
  • પાકિસ્તાને યુદ્ધવિરામ માટે ઘૂંટણિયે પડવું પડ્યુંઃ ટોમ કૂપર
  • ભારતની આક્રમક અને અતૂલ્ય યુદ્ધ ક્ષમતાથી પાકિસ્તાન ઘૂંટણિયે"
  • "પાકિસ્તાનના અણુ ઠેકાણા આરામથી ભારતની પહોંચમાં હતા"
  • પાકિસ્તાન ભારતને કોઈ નુકસાન ન પહોંચાડી શક્યુંઃ ટોમ કૂપર
  • સરગોધા, નૂરખાનમાં હુમલાથી પાકિસ્તાને ઘૂંટણિયા ટેક્યાઃ કૂપર
  • વિશ્વના અનેક યુદ્ધનો સટિક એનાલિસિસ કરી ચૂક્યા છે ટોમ કૂપર
  • વિશ્વના અનેક દેશો ટોપ કૂપરના આકલનને આદરપૂર્વક માને છે

Operation Sindoor: ઑસ્ટ્રેલિયન લશ્કરી નિષ્ણાત ટોમ કૂપરે (aviation expert Tom Cooper) ઓપરેશન સિંદૂરથી સ્તબ્ધ થયેલા પાકિસ્તાનના પોકળ અને ખોટા દાવાઓ પર શાહબાઝ શરીફ સરકારને અરીસો બતાવ્યો છે. તેમણે 3-4 દિવસ ચાલેલા ઓપરેશનને ભારતની જીત ગણાવી હતી અને સાથે એમ પણ કહ્યું કે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામની અપીલ આશ્ચર્યજનક નથી કારણ કે તેને એટલું બધું નુકસાન થયું હતું કે તે ખૂબ જ ડરી ગયું હતું. ટોમ કૂપર વિશ્વના સૌથી આદરણીય યુદ્ધ ઇતિહાસકારોમાંના એક છે. તેઓ મધ્ય પૂર્વથી દક્ષિણ એશિયા સુધીના હવાઈ યુદ્ધના વિશ્લેષક,લેખક અને નિષ્ણાત છે.

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા

ટોમ કૂપરે આ અઠવાડિયા સુધી ચાલનારા ઓપરેશન પર એક બ્લોગ લખ્યો છે. 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા પછી પાકિસ્તાને ઘણા ભારતીય શહેરોમાં લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારતે પણ આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા બાદ આ વાત પ્રકાશમાં આવી અને ગયા અઠવાડિયે પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો.

Advertisement

પરમાણુ મથકો પર પણ હુમલો

ટોમ કૂપરે કહ્યું કે 7 મેની સાંજથી 9 મે સુધી, તેમણે સમાચાર અને સોશિયલ મીડિયા પર જે કંઈ જોયું, તે સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાન આ યુદ્ધ હારી રહ્યું છે. તેમણે કહ્યું, જ્યારે તમે જુઓ છો કે જમીન પર પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પર હુમલો થયો છે, ત્યારે પાકિસ્તાની વાયુસેનાને સરહદ પરથી દૂર કરીને ભારત તરફ ધકેલવામાં આવી હતી. તેમણે કહ્યું, આનો અર્થ એ પણ થયો કે ભારતીય વાયુસેના પાકિસ્તાની હવાઈ ક્ષેત્રની નજીક જઈને પાકિસ્તાનની અંદર મિસાઈલ છોડવામાં સક્ષમ હતી. કૂપરે કહ્યું કે ભારતે માત્ર પાકિસ્તાની હવાઈ મથકો પર હુમલો કર્યો. પરંતુ હું જાણું છું કે આ સત્તાવાર નિવેદનોની વિરુદ્ધ છે, પરંતુ તેણે પરમાણુ સંગ્રહ સુવિધાઓ પર પણ હુમલો કરવાનું શરૂ કર્યું, જેમાં કદાચ સરગોધા અને નૂર ખાન હવાઈ મથકોનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ  વાંચો -MP Minister: કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન, મંત્રી સામે FIR નોંધવા આદેશ

ભારતની રણનીતિમાં પરિવર્તન

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન તેની એર ડિફેન્સ સિસ્ટમનો અસરકારક રીતે ઉપયોગ કેમ કરી શક્યું નથી? લશ્કરી ઇતિહાસકાર કૂપરે જણાવ્યું હતું કે ભારતની રણનીતિમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને આ બાબતમાં રાજકારણે અચાનક પોતાનો અભિગમ બદલી નાખ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે રસપ્રદ વાત એ છે કે તમારા સશસ્ત્ર દળોમાં આ બદલાયેલી રણનીતિને તાત્કાલિક સ્વીકારવાની અને તે મુજબ સફળ પગલાં લેવાની ક્ષમતા છે. કૂપરે કહ્યું કે ભારતીય વાયુસેનાએ પહેલા દુશ્મનના હવાઈ સંરક્ષણનો નાશ કર્યો અને પછી તેમને પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા અટકાવ્યા. આ પછી તેમના એરબેઝ અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા. આ એક સંપૂર્ણ સિસ્ટમ છે, જેના હેઠળ ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું છે.

આ પણ  વાંચો -Anti drone weapon: ઓડિશામાં કાઉન્ટર ડ્રોન સિસ્ટમ 'ભાર્ગવાસ્ત્ર'નું સફળ પરીક્ષણ

આવો ફટકો પહેલાં ક્યારેય લાગ્યો નથી

તેમણે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોને ખાસ રીતે તાલીમ આપવામાં આવે છે અને પહેલીવાર તેમને તે જ તાલીમનો ઉપયોગ કરીને જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કારણોસર ભારતીય વાયુસેનાએ લક્ષ્યાંકિત હુમલાઓ કર્યા. અગાઉ તેમને પાકિસ્તાની એરબેઝ અથવા લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનું ટાળવા અને કોઈપણ સંજોગોમાં LoC પાર ન કરવા કહેવામાં આવ્યું હતું. સેના પાસે પહેલા પણ આવી ક્ષમતા હતી, પરંતુ અત્યાર સુધી તેનો ઉપયોગ થયો નથી. અહીં તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કર્યા વિના પાકિસ્તાનમાં આ હુમલાઓ કર્યા છે.

Tags :
Advertisement

.

×