ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Opratione Sindoor : ભારતીય સેનાએ LoC પર પાકના 40 જવાનોને ઠાર કર્યા

8-9 મેના રોજ પાકિસ્તાની ડ્રોન આપણી સીમામાં આવ્યા ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોન નષ્ટ કર્યાઃ સેના કાશ્મીરથી કચ્છ સુધી પાકિસ્તાને ડ્રોન મોકલ્યાઃ સેના પાકિસ્તાનના 40 સૈનિકો અને અધિકારીના મોતઃ સેના Army press conference: જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા બાદ...
09:02 PM May 11, 2025 IST | Hiren Dave
8-9 મેના રોજ પાકિસ્તાની ડ્રોન આપણી સીમામાં આવ્યા ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોન નષ્ટ કર્યાઃ સેના કાશ્મીરથી કચ્છ સુધી પાકિસ્તાને ડ્રોન મોકલ્યાઃ સેના પાકિસ્તાનના 40 સૈનિકો અને અધિકારીના મોતઃ સેના Army press conference: જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા બાદ...
OPERATION SINDOOR

Army press conference: જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે માત્ર પીઓકે પરત લેવા મુદ્દે જ પાકિસ્તાન સાથે વાત કરશે. ભારતે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની ઓફર ફગાવી દીધી છે. ભારતની ત્રણેય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ (Army press conference)યોજાઈ હતી. જેમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નવલ ઓપરેશન્સે ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી.

પાકિસ્તાની આર્મીના 30-40 જવાનો ઠાર કર્યા

\મિલિટરી ઓપરેશનના ડાયરેક્ટર જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું કે, ભારતે સીમાપારથી પાકિસ્તાની ફાયરિંગનો મજબૂતીથી જવાબ આપ્યો છે. આ ઓપરેશનમાં જવાબી કાર્યવાહી દરમિયાન ભારતીય સેનાએ ન માત્ર એલઓસી પર જ પાકિસ્તાની આર્મીના 30-40 જવાનો અને અધિકારીઓને ઠાર કર્યા છે. તેઓએ કહ્યું કે ભારત તરફથી જવાબી હુમલાથી બચવા માટે પાકિસ્તાને નાગરિક વિમાનોને ઢાલ બનાવ્યાં, પરંતુ અમે કોઈપણ નાગરિક વિમાનને નિશાન બનાવ્યું નહીં. પરંતુ પાકિસ્તાનમાં સૈન્ય ઠેકાણાને પણ નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ  વાંચો -Operation Sindoor : 'લાહોરમાં રડાર સિસ્ટમ, મુરીદકેમાં ટ્રેનિંગ કેમ્પ, બહાવલપુરમાં જૈશનાં મથકને નષ્ટ કરાયું'

પાકિસ્તાને સામાન્ય લોકોને પોતાની ઢાલ બનાવી

ભારતીય સેનાએ કહ્યું કે તેની ક્ષમતા એટલી હતી કે તે પાકિસ્તાનની આખી રડાર સિસ્ટમનો નાશ કરી શકતી હતી, પરંતુ ભારતનો ઉદ્દેશ્ય યુદ્ધ કરવાનો નહોતો પરંતુ પાકિસ્તાનને આ સંદેશ આપવાનો હતો. આ કારણોસર, બદલામાં, બધા એરબેઝ પર મર્યાદિત હુમલાઓ કરવામાં આવ્યા. કોઈપણ એરબેઝને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. ભારતે એમ પણ કહ્યું હતું કે એક તરફ પાકિસ્તાની સેના લાહોરથી ડ્રોન લોન્ચ કરી રહી હતી અને બીજી તરફ તેમના પેસેન્જર વિમાનો પણ ઉડાન ભરી રહ્યા હતા. આમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પણ સમાવેશ થતો હતો. નાગરિકોના જીવ બચાવવા માટે, ભારતીય સેનાએ તેની જવાબી કાર્યવાહીમાં સમાધાન કર્યું. આ કારણે, ભારતે તેની ક્ષમતા કરતાં ઓછું હુમલો કર્યો, પરંતુ સામાન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી.

Tags :
Army press conferenceIndia Airstricke"Indian-ArmyOperation SindoorPakistanPAKISTAN ATTACKsoldiers killed
Next Article