Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor મુદ્દે સદનમાં થશે ચર્ચા, PM મોદી રહેશે હાજર, જાણો ક્યારે ?

ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર ચર્ચા  કરાશે  આગામી અઠવાડિયે સદનમાં 16 કલાક ચર્ચા થશે વિપક્ષી માગને લઇને એક સપ્તાહનું સત્ર આયોજિત કરાયુ Monsoon Session 2025: ઓપરેશન સિંદૂરને (OPERATION SINDOOR)લઇને ચોમાસુ સત્રમાં ચર્ચા કરવામાં આવશે. આગામી અઠવાડિયે મંગળવારે સદનમાં 16 કલાક...
operation sindoor મુદ્દે સદનમાં થશે ચર્ચા  pm મોદી રહેશે હાજર  જાણો ક્યારે
Advertisement
  • ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર ચર્ચા  કરાશે 
  • આગામી અઠવાડિયે સદનમાં 16 કલાક ચર્ચા થશે
  • વિપક્ષી માગને લઇને એક સપ્તાહનું સત્ર આયોજિત કરાયુ

Monsoon Session 2025: ઓપરેશન સિંદૂરને (OPERATION SINDOOR)લઇને ચોમાસુ સત્રમાં ચર્ચા કરવામાં આવશે. આગામી અઠવાડિયે મંગળવારે સદનમાં 16 કલાક ચર્ચા થશે, વિપક્ષી સાંસદોની માગને લઇને એક સપ્તાહનું સત્ર આયોજિત કરાયુ છે. પીએમ મોદી હાલમાં વિદેશ પ્રવાસે જવા રવાના થયા છે. જેથી તેઓની ગેરહાજરીમાં આ ચર્ચા થઇ ન શકી.

ઓપરેશન સિંદૂર અંગે ક્યારે કરાશે ચર્ચા ?

મળતી માહિતી મુજબ 28 અને 29 જુલાઇના રોજ લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે. રાજ્યસભામાં 9 અને લોકસભામાં 16 કલાક એમ કરીને 25 કલાક ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા કરવા માટે ફાળવાયા છે.

Advertisement

પીએમ મોદીની હાજરીમાં ચર્ચા

વિપક્ષી 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (INDIA) ના ઘટક પક્ષોએ મંગળવારે સંસદના ચોમાસા સત્ર દરમિયાન ગૃહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી માટે સરકાર પર દબાણ લાવવાનો નિર્ણય લીધો. વિપક્ષી ગઠબંધન ઇચ્છે છે કે વડા પ્રધાન પહેલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી, બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સંશોધન (SIR) અને કેટલાક અન્ય મુખ્ય મુદ્દાઓ પર પ્રશ્નોના જવાબ આપે.

Advertisement

આ પણ  વાંચો -Mumbai Heavy Rain : મુંબઈવાસીઓ સાવધાન! IMDએ કરી ભયાનક વરસાદની આગાહી

સંસદ ભવનમાં વિરોધ પક્ષોના ગૃહોના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, DMKના ટીઆર બાલુ અને અન્ય ઘણા પક્ષોના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ પણ  વાંચો -IPS અધિકારીએ એવું તો શું કર્યું કે સુપ્રીમ કોર્ટે સમાચાર પત્રમાં માફીનામું લખાવ્યું

ચોમાસા સત્રના ત્રણ દિવસ તોફાની રહ્યા

તમને જણાવી દઈએ કે ચોમાસા સત્રના પહેલા ત્રણ દિવસ ખૂબ તોફાની રહ્યા. સત્રના પહેલા દિવસે વિપક્ષી પક્ષોએ 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચાની માંગ કરી હતી, જ્યારે સત્રના બીજા અને ત્રીજા દિવસે બિહારમાં મતદાર યાદીમાંથી મતદારોના નામ દૂર કરવાની કવાયત પર હુમલો થયો હતો. મંગળવારે, વિપક્ષી સાંસદોએ બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર અને બહાર જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, DMK અને અન્ય વિપક્ષી પક્ષોના સભ્યોએ આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી હતી.

Tags :
Advertisement

.

×