Operation Sindoor : ભારતે હુમલો કર્યો તે પાકિસ્તાને સ્વીકાર્યુ, મસૂદ-અઝહરનું હેડકવાર્ટર તબાહ
Operation Sindoor : ભારતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતે ઓપરેશન Operation Sindoor સિંદૂર શરૂ કર્યું છે. પાકિસ્તાનની મસ્જિદોમાંથી એલાન કરવામાં આવી રહ્યું છે અને પાકિસ્તાની મિલેટ્રી સતર્ક બની ગઈ છે, ભારતે 4 વાગે શ્રીનગર એરપોર્ટ બંધ કર્યુ છે, ઈન્ડિગોએ એડવાઈઝરી જાહેર કરી દીધી છે, પહગામ હુમલાનો ભારતે જવાબ આપ્યો છે અને ભારતીય નાગરિકોમાં પણ ખુશીનો માહોલ છે.
સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ હુમલાની માહિતી આપી હતી. પાકિસ્તાન સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે પોસ્ટ કરીને કહ્યું કે, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે, જે પહેલગામ આતંકવાદી હુમલાનો ચોક્કસ અને સંયમિત જવાબ છે, જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
9 આતંકવાદી માળખાગત સ્થળો પર કેન્દ્રિત હુમલા કરવામાં આવ્યા છે
આ ઓપરેશન વિશે માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, સરહદ પારથી આતંકવાદી આયોજનના મૂળિયાઓને નિશાન બનાવીને, પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી માળખાગત સ્થળો પર કેન્દ્રિત હુમલા કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે કોઈપણ પાકિસ્તાની લશ્કરી સુવિધા પર હુમલો થયો નથી. સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે આ ઓપરેશન બિનજરૂરી ઉશ્કેરણી ટાળીને ગુનેગારોને જવાબદાર ઠેરવવાના ભારતના સંકલ્પને આગળ ધપાવે છે. ભારતે લક્ષ્ય પસંદ કરવામાં ઘણો સંયમ દાખવ્યો છે. આ સાથે, સંરક્ષણ અધિકારીએ માહિતી આપી કે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારત-પાકિસ્તાન સરહદ પર તમામ હવાઈ સંરક્ષણ એકમોને સક્રિય કરવામાં આવ્યા છે.
India has launched #OperationSindoor, a precise and restrained response to the barbaric #PahalgamTerrorAttack that claimed 26 lives, including one Nepali citizen. Focused strikes were carried out on nine #terrorist infrastructure sites in Pakistan and Pakistan-occupied Jammu and…
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 6, 2025
Operation Sindoor LIVE । જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય કાર્યાલય ધ્વસ્ત। Gujarat First@adgpi @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah @narendramodi @DefenceMinIndia @SpokespersonMoD #OperationSindoor #IndiaStrikesTerrorCamps #Pakistan #POK #Gujaratfirst pic.twitter.com/cPyLfkO4kl
— Gujarat First (@GujaratFirst) May 6, 2025
પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી
આતંકવાદ પર ભારતની પ્રતિક્રિયા બાદ, પાકિસ્તાને ફરી એકવાર ધમકી આપી છે. પાકિસ્તાને જાહેરાત કરી છે કે આ હુમલાના જવાબમાં ભારતને મોટો અને નિર્ણાયક જવાબ મળશે. બીજી તરફ, ઓપરેશન સિંદૂર વચ્ચે, પાકિસ્તાની મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને ભારત સામે બદલો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આ હુમલા પછી, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારતે તેના હવાઈ ક્ષેત્રથી મિસાઇલો છોડ્યા છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારત-પાકિસ્તાન સરહદ પર તમામ હવાઈ સંરક્ષણ એકમો સક્રિય કરવામાં આવ્યા છે: સંરક્ષણ અધિકારી
Justice is Served.
Jai Hind! pic.twitter.com/Aruatj6OfA
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025
મુઝફ્ફરાબાદમાં હવામાંથી ત્રણ સ્થળોએ હવાઈ હુમલા કર્યા
પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા, કાયર દુશ્મન ભારતે બહાવલપુરના અહમદ પૂર્વ વિસ્તારમાં સુભાનુલ્લાહ મસ્જિદ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં હવામાંથી ત્રણ સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા.


