Operation Sindoor : આતંકવાદને મળેલા ફટકાથી પાકિસ્તાનનો વિધવા વિલાપ શરૂ
Operation Sindoor : પાકિસ્તાને શરૂઆતમાં કહ્યું હતું કે ભારતીય સેનાએ તેના પ્રદેશમાંથી મિસાઇલો છોડી હતી અને આ મિસાઇલો પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી શકતી નથી. આ પછી તેણે ફરીથી ખોટું બોલ્યું કે ભારત દ્વારા ફટકારવામાં આવેલા બધા લક્ષ્યો આતંકવાદી છાવણીઓ નહીં, પરંતુ નાગરિક સ્થળો હતા.
ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો
આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. તે ફક્ત આતંકવાદીઓનો બચાવ જ નથી કરી રહ્યો પણ ખોટું પણ બોલી રહ્યો છે. બાય ધ વે, નફરતથી ભરેલા ઝીણાના દેશમાં પણ જૂઠું બોલવાની આદત છે. પાકિસ્તાને શરૂઆતમાં કહ્યું હતું કે ભારતીય સેનાએ તેના પ્રદેશમાંથી મિસાઇલો છોડી હતી અને આ મિસાઇલો પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી શકતી નથી. આ પછી તેણે ફરીથી ખોટું બોલ્યું કે ભારત દ્વારા ફટકારવામાં આવેલા બધા લક્ષ્યો આતંકવાદી છાવણીઓ નહીં, પરંતુ નાગરિક સ્થળો હતા. દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને ખોટો દાવો કર્યો કે પાંચ ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને ઘણા ભારતીય સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા હતા.
ચીની મીડિયા ગ્લોબલ ટાઇમ્સે પાકિસ્તાની લશ્કરી સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં અનેક સ્થળો પર ભારત દ્વારા રાતોરાત કરવામાં આવેલા (Operation Sindoor) હવાઈ હુમલાના જવાબમાં પાકિસ્તાન વાયુસેના (PAF) એ વધુ એક ભારતીય ફાઇટર જેટને તોડી પાડ્યું છે. આ ત્રીજું ભારતીય ફાઇટર પ્લેન છે જેને તોડી પાડવામાં આવ્યું છે.
ભારતે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો
પાકિસ્તાન મગરના આંસુ વહાવશે અને વૈશ્વિક મંચ પર વિનંતી કરશે પણ સત્યનો સામનો કરી શકશે નહીં. ભારતે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો અને કહ્યું કે ફક્ત પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. કોઈપણ નાગરિક કે લશ્કરી સ્થળોને કોઈ નુકસાન ન પહોંચે એની ખાસ કાળજી રખાઇ છે ઓપરેશન સિંદૂર ૧૦૦ ટકા સફળ રહ્યું. આનો અર્થ એ થયો કે ભારતીય સેનાને કોઈ નુકસાન થયું નથી. ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ઘણી વખત પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં, તેને દુષ્ટ દેશનો ટેગ પણ આપવામાં આવ્યો છે.
ભારતે ઇસ્લામિક દેશોને માહિતી આપી
બીજી તરફ, વરિષ્ઠ ભારતીય અધિકારીઓએ ઘણા દેશોમાં તેમના સમકક્ષો સાથે વાત કરી છે. આતંકવાદીઓ સામે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી. તેમણે અમેરિકા, બ્રિટન, સાઉદી અરેબિયા, યુએઈ અને રશિયામાં તેમના સમકક્ષોને સંપૂર્ણ માહિતી આપી છે.
અહેવાલ : કનુ જાની
આ પણ વાંચો : Operation Sindoor : ભારતની કાર્યવાહીએ શુભમ દ્વિવેદીના પરિવારને આપ્યો ન્યાય, જાણો શું કહે છે તેમની પત્ની


