Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor આ શબ્દો આખા દેશને એક કરે છે - આર્મી ચિફ જનરલ દ્વિવેદી

આર્મી ચિફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Army Chief Upendra Dwivedi) એ IIT મદ્રાસમાં Operation Sindoor પર વિશદ રજૂઆતો કરી. તેમણે જણાવ્યું કેવી રીતે ઓપરેશન સિંદૂર નામ અપાયું અને સમગ્ર ઓપરેશનની રણનીતિ કેવી હતી ? વાંચો વિગતવાર.
operation sindoor આ શબ્દો આખા દેશને એક કરે છે   આર્મી ચિફ જનરલ દ્વિવેદી
Advertisement
  • Operation Sindoor આ શબ્દો આખા દેશને એક કરે છે
  • અમે પહેલીવાર આટલી સ્પષ્ટ રાજકીય દિશા અને નિર્ણય શક્તિ જોઈ - આર્મી ચિફ
  • નેરેટિવ મેનેજમેન્ટ સિસ્ટમે વિજયને ધારદાર બનાવ્યો - આર્મી ચિફ
  • આર્મી ચિફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ IIT મદ્રાસમાં કરી વિશદ રજૂઆત

Operation Sindoor : IIT મદ્રાસ (IIT Madras) માં પોતાના સંબોધન દરમિયાન આર્મી ચિફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Army Chief Upendra Dwivedi) એ Operation Sindoor વિશે વિશદ રજૂઆતો કરી. તેમણે જણાવ્યું કે, 23 એપ્રિલના રોજ એટલે કે પહલગામ હુમલા (Pahalgam Attack) ના એક દિવસ બાદ દેશના ટોચના લશ્કરી અને રાજકીય નેતૃત્વ વચ્ચે એક મોટી બેઠક યોજાઈ હતી. જેમાં Operation Sindoor ની રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠકમાં સેનાને જરુરી છુટછાટ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, Operation Sindoor અંતર્ગત આતંકવાદી ઠેકાણાઓનો નાશ થયો અને આ ઓપરેશને આખા દેશને એક કર્યો હતો.

Operation Sindoor મુદ્દે સ્પષ્ટ અભિગમ

જનરલ દ્વિવેદીએ કહ્યું કે, 23 એપ્રિલના રોજ એટલે કે પહલગામ હુમલાના એક દિવસ બાદ દેશના ટોચના લશ્કરી અને રાજકીય નેતૃત્વ વચ્ચે એક મોટી બેઠક યોજાઈ હતી. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh) એ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - બસ, બસ. ત્રણેય સેનાના વડાઓ સંમત થયા કે કંઈક મોટું કરવાની જરૂર છે. અમને સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી, અમને કહેવાયું હતું કે, તમે નક્કી કરો કે શું કરવું ? આ વિશ્વાસ, રાજકીય દિશા અને સ્પષ્ટતા હતી જે અમે પહેલી વાર જોઈ. જનરલ દ્વિવેદીએ કહ્યું કે, આટલો સ્પષ્ટ રાજકીય ટેકો સૈનિકોનું મનોબળ વધારે છે.

Advertisement

નેરેટિવ મેનેજમેન્ટ સિસ્ટમે વિજયને ધારદાર બનાવ્યો

IIT મદ્રાસમાં પોતાના સંબોધન દરમિયાન આર્મી ચિફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ Operation Sindoor વિશે જણાવ્યું કે, આમાં એક મહત્વપૂર્ણ વાત હતી - નેરેટિવ મેનેજમેન્ટ સિસ્ટમ (Narrative Management System). અમે મોટા પાયે સમજી ગયા કે વાસ્તવિક વિજય મનમાં છે. જો તમે કોઈપણ પાકિસ્તાનીને પૂછો કે તે જીત્યો કે હાર્યો, તો તે કહેશે - મારો ચિફ ફિલ્ડ માર્શલ બન્યો છે, તેથી આપણે જીત્યા જ હશે. આ જનતાના વિચારને પ્રભાવિત કરવાની રીત છે પછી ભલે તે આપણી સ્થાનિક વસ્તી હોય, દુશ્મન વસ્તી હોય કે તટસ્થ વસ્તી હોય.

Advertisement

આ પણ વાંચોઃ Modasa Accident: પુલ પરથી કાર માઝૂમ નદીમાં ખાબકતા 4 શિક્ષકોના મોત

Operation Sindoor નો લોગો ઈફેક્ટિવ રહ્યો

તેમણે સમજાવ્યું કે, કેવી રીતે તેઓએ સામાજિક સંવેદનશીલતા સૂચકાંક બનાવ્યો. X સહિતના પ્લેટફોર્મ દ્વારા વ્યૂહાત્મક સંદેશા પહોંચાડ્યા. તેમણે આપેલો પહેલો સંદેશ 'ન્યાય થયો, સિંદૂર ચાલુ કરો' હતો. જેને વિશ્વભરમાં સૌથી વધુ હિટ મળી. તે એક સરળ સંદેશ અને લોગો દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો જે લેફ્ટનન્ટ કર્નલ અને એક NCO દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Elon Musk એ શરતો માની, જાણો ભારતમાં Starlink ની સર્વિસ ક્યારે શરૂ થશે

Tags :
Advertisement

.

×