Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભા-રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત, કોંગ્રેસે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો

લોકસભા રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત  કોંગ્રેસે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો
Advertisement

સંસદની કાર્યવાહીનો આજે 19મો દિવસ છે. ગઈકાલે લોકસભામાં One Nation One Election બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે ONOE બિલ રજૂ કર્યું હતું. જેના સમર્થનમાં 269 મત પડ્યા હતા.હવે આ બિલ JPC (Joint Parliamentary Committee)ને મોકલવામાં આવશે. સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે.

સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચા થઈ હતી. PM મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. લોકસભામાં વન નેશન, વન ઇલેક્શન સંબંધિત બિલ લાવવામાં આવ્યું હતું, જે વિભાજન પછી ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું અને જેપીસીને મોકલવામાં આવ્યું હતું.

Advertisement

હંગામાને કારણે રાજ્યસભા સ્થગિત

December 18, 2024 3:19 pm

Advertisement

બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણીના વિરોધમાં આજે કોંગ્રેસ બંને ગૃહોમાં આક્રમક રહી હતી. કોંગ્રેસે દેશભરમાં વિરોધ કર્યો હતો, અને સંસદમાં પણ હંગામો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી દરમિયાન પણ કોંગ્રેસીઓએ હંગામો ચાલુ રાખ્યો હતો. તેથી પહેલા લોકસભા અને પછી રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું નિવેદન

December 18, 2024 3:16 pm

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર લોકસભાના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બંધારણની વિરુદ્ધ છે. તેઓ શરૂઆતથી કહી રહ્યા હતા કે, તેઓ સંવિધાન બદલી દેશે. તેએ આંબેડકરજીની વિરુદ્ધ છે અને તેમની વિચારધારાનું એકમાત્ર કામ બંધારણને નષ્ટ કરવાનું છે અને આંબેડકરજીએ જે કામ કર્યું છે તે આખો દેશ જાણે છે.

હંગામાને કારણે લોકસભા સ્થગિત

December 18, 2024 3:12 pm

બાબાસાહેબ આંબેડકર પરની ટિપ્પણીથી નારાજ કોંગ્રેસે આજે સંસદમાં હંગામો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ કોંગ્રેસનો હોબાળો ચાલુ રહ્યો હતો. આથી લોકસભા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારીનું નિવેદન

December 18, 2024 3:10 pm

'વન નેશન વન ઈલેક્શન' બિલ પર રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ કહ્યુ કે, આ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બિલ છે. આદર્શ આચારસંહિતા લાગુ થાય ત્યારે વિકાસ કામો અટકી જતા હોય છે. આથી ચૂંટણી તાત્કાલિક યોજાય તો સારું રહેશે. આ ખૂબ જ ફાયદાકારક રહેશે. સરકાર આના દ્વારા ઘણા પૈસા બચાવી શકશે.

મનોજ કુમાર ઝા એ આપ્યુ નિવેદન

December 18, 2024 3:05 pm

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર આરજેડી સાંસદ મનોજ કુમાર ઝાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, માત્ર કોંગ્રેસ પાર્ટી જ નહીં પરંતુ સમગ્ર દેશ નારાજ છે, તેમણે માફી માંગવી પડશે. આપણા દેશમાં વન નેશન વન ઈલેક્શન હતુ, છતાં એ ચક્ર કેમ તૂટી ગયું? આજે તે કામ કરશે તેની શું ગેરંટી છે?

આરજેડી નેતા તેજસ્વી યાદવે શું કહ્યું?

December 18, 2024 2:59 pm

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે,અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની નિંદા કરીએ છીએ. તેમની બોડી લેંગ્વેજ બાબાસાહેબ આંબેડકર પ્રત્યેની તેમની માનસિકતા દર્શાવે છે. શરૂઆતથી જ ભાજપ અને આરએસએસના લોકોનું એક જ કામ છે નેહરુજી અને આંબેડકરજી જેવા નેતાઓને ગાળો આપવાનું.

બાબાસાહેબની ટિપ્પણી પર રાહુલ ગાંધીનુ નિવેદન

December 18, 2024 2:15 pm

બાબાસાહેબ પરની ટિપ્પણી મુદ્દે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશ બાબાસાહેબનું અપમાન સહન નહીં કરે. તેમનું અપમાન બંધારણનું અપમાન છે.

કોંગ્રેસે SC/ST સમુદાયોને અપમાનિત કર્યા: PM મોદી

December 18, 2024 2:10 pm

PM મોદીએ લખ્યું કે, જો કોંગ્રેસ અને તેની સડેલી ઇકોસિસ્ટમ એવું વિચારે છે કે તેમના જૂઠાણા વર્ષોથી તેમના દુષ્કૃત્યોને છુપાવી શકે છે, ખાસ કરીને ડૉ. આંબેડકર પ્રત્યેના તેમના અનાદરને છુપાવી શકે છે, તો તેઓ ખોટા છે. ભારતના લોકોએ વારંવાર જોયું છે કે,કેવી રીતે એક વંશના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ડૉ. આંબેડકરના વારસાને ભૂંસી નાખવા અને SC/ST સમુદાયોને અપમાનિત કરવા માટે દરેક સંભવિત ગંદી ચાલો રમી છે.

PM મોદીએ શું લખ્યુ?

December 18, 2024 2:04 pm

PM મોદીએ લખ્યુ કે, અમારી સરકારે ડૉ. આંબેડકર સાથે જોડાયેલા 5 પ્રતિષ્ઠિત સ્થળો પંચતીર્થને વિકસાવવાનું કામ કર્યું છે. ચૈત્ય ભૂમિની જમીનનો મામલો દાયકાઓથી પડતર હતો. અમારી સરકારે માત્ર આ મુદ્દાને ઉકેલ્યો નથી, પરંતુ હું ત્યાં પ્રાર્થના કરવા પણ ગયો છું.

અનિલ વિજનું બિલ પર નિવેદન

December 18, 2024 1:59 pm

વન નેશન વન ઈલેક્શન બિલ પર હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું કે,આ ખૂબ જ સારો નિર્ણય છે. રંવાર ચૂંટણી કરાવવામાં ઘણો સમય અને નાણાંનો વ્યય થાય છે અને આદર્શ આચારસંહિતા વારંવાર લાગુ થવાથી કામની ગતિ ઘટી જાય છે. પીએમ મોદી દેશને ઝડપી વિકાસ તરફ લઈ જવા માંગે છે અને તેના માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરી રહ્યા છે.

બાબાસાહેબ આંબેડકર ટિપ્પણી વિવાદ પર પીએમ મોદીનું ટ્વિટ

December 18, 2024 1:47 pm

બાબાસાહેબ આંબેડકરના વિવાદ પર ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને ઘેરી છે. તેમણે લખ્યું કે, આપણે આજે જે કંઈ પણ છીએ તે ડૉ. બાબાસાહેબ આંબેડકરના કારણે છીએ. અમારી સરકારે છેલ્લા એક દાયકામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિઝનને સાકાર કરવા માટે અથાક મહેનત કરી છે.

બીજેપી સાંસદ જગન્નાથ સરકારનું નિવેદન

December 18, 2024 1:44 pm

વન નેશન વન ઈલેક્શન બિલ પર બીજેપી સાંસદ જગન્નાથ સરકારે કહ્યુ કે, આ સંપૂર્ણ રીતે લોકતાંત્રિક છે. તેની ખાતરી કરવા માટે કે, દેશના પૈસા અને કામકાજના દિવસો વેડફાય નહીં. વારંવાર ચૂંટણીઓ થવાથી દેશને શા માટે નુકસાન થવા દેવું જોઈએ? આ જનતાના પૈસા છે. જનતા ઇચ્છે છે કે આવું થાય, કોંગ્રેસ જનતા અને દેશની વિરુદ્ધ છે.

બાબાસાહેબ પરના નિવેદન પર ભાજપની મહત્વની બેઠક

December 18, 2024 1:38 pm

રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે ભીમરાવ આંબેડકર પર નિવેદન આપ્યું હતુ, જેનાથી કોંગ્રેસીઓ નારાજ થઈ ગયા. વધી રહેલા હંગામાને જોઈને જેપી નડ્ડાએ મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત ઘણા મંત્રીઓ હાજર રહ્યા હતા.

કિરણ કુમાર ચમલાએ શું કહ્યું?

December 18, 2024 1:37 pm

કોંગ્રેસના સાંસદ કિરણ કુમાર ચમલાએ કહ્યું કે, અમિત શાહે ગઈકાલે રાત્રે રાજ્યસભામાં જે રીતે વાત કરી તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ લેવા માંગતા ન હતા. આજે આપણે બંધારણના આધારસ્તંભ એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરવા માટે પ્રદર્શન કર્યું. આનાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ-આરએસએસને આ દેશનું બંધારણ અને ત્રિરંગો પસંદ નથી, તેમના પોતાના વિચારો છે જેને તેઓ અમલમાં મૂકવા માંગે છે પરંતુ આ વખતની લોકસભા ચૂંટણીમાં લોકોને આ વાતનો અહેસાસ થયો છે.

ટિપ્પણી પર કુમારી શૈલજાનું નિવેદન

December 18, 2024 1:31 pm

કોંગ્રેસ સાંસદ કુમારી સેલજાએ કહ્યું કે, ગઈકાલે તમે જોયું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર પર કેવા પ્રકારની ટિપ્પણી કરી હતી. બંધારણ એ દેશનો ગ્રંથ છે. જો બંધારણ ગ્રંથ છે તો બાબાસાહેબ ભગવાનથી ઓછા નથી. બાબાસાહેબ પર આવી ટિપ્પણી બાબા સાહેબનું, દેશનું, દેશના લોકોનું અને આપણા બંધારણનું અપમાન છે.

મલ્લિકાર્જુન ખડગેએ આપ્યુ નિવેદન

December 18, 2024 1:27 pm

સંસદમાં ગૃહમંત્રીના નિવેદન પર વાંધો વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમણે ડૉ. બાબાસાહેબનું અપમાન કર્યું છે. આરએસએસ અને મનુસ્મૃતિ પ્રત્યેની તેમની વિચારધારાથી સ્પષ્ટ થાય છે કે, તેઓ બાબાસાહેબનું સન્માન કરતા નથી.

બાબાસાહેબ આંબેડકર પર અમિત શાહનું શું હતું નિવેદન?

December 18, 2024 1:23 pm

તમને જણાવી દઈએ કે, ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સંસદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને વિપક્ષ દ્વારા રાજકીય એજન્ડા બનાવવામાં આવ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, હવે આંબેડકર-આંબેડકર-આંબેડકર કહેવાની ફેશન બની ગઈ છે. જો તમે આટલી વાર ભગવાનનુ નામ લીધુ હોત, તો તમને સાત જન્મો માટે સ્વર્ગ મળી જાત.

PM મોદીને મળ્યા શરદ પવાર

December 18, 2024 1:20 pm

એનસીપી (શરદ પવાર) પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર નવી દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા. શરદ પવાર PM મોદીને મળવા સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે PM મોદી સમક્ષ ખેડૂતોની દાડમ સંબંધિત સમસ્યાઓ રજૂ કરી હતી.

ગિરિરાજ સિંહના વિપક્ષ પર પ્રહાર

December 18, 2024 1:15 pm

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહએ કહ્યુ કે, જો કોઈએ ડૉ. બાબાસાહેબનું અપમાન કર્યું છે તો તે કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે તેમનું અપમાન કર્યું છે. નેહરુના કારણે તેમણે મંત્રી પરિષદમાંથી પદ છોડવું પડ્યું હતુ. કોંગ્રેસે તેમની સાથે જઘન્ય અપરાધ કર્યા છે.

કોંગ્રેસે બાબાસાહેબનું અપમાન કર્યું - કેન્દ્રીય મંત્રી

December 18, 2024 1:12 pm

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ અમિત શાહનો પક્ષ આગળ રાખતા વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે તેમના જીવનકાળ દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું. કોંગ્રેસે તેમને ઘણા વર્ષો સુધી ભારત રત્ન પણ આપ્યો ન હતો.

બંધારણ આપણો ધર્મગ્રંથ - કુમારી શૈલજા

December 18, 2024 12:59 pm

હરિયાણાના કોંગ્રેસ સાંસદ કુમાર શૈલજાએ પણ અમિત શાહના નિવેદનની ટીકા કરી છે. ગૃહમંત્રીએ જે પ્રકારની ટિપ્પણીઓ કરી છે તેને લઈને તેમણે કહ્યું કે, બંધારણ આપણો ગ્રંથ છે અને બાબાસાહેબ આપણા ભગવાન છે. તેમનું અપમાન દેશનું અપમાન છે.

પ્રમોદ તિવારીએ આપ્યું નિવેદન

December 18, 2024 12:54 pm

કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર કહ્યું કે, ડૉ.ભીમરાવ આંબેડકર બંધારણના નિર્માતા છે. તેમણે બંધારણ બનાવ્યું છે. અમિત શાહે જે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે તે ખોટુ છે.

અમિત શાહ માફી માંગોથી ગુંજી ઉઠ્યું સંસદ

December 18, 2024 12:48 pm

વિપક્ષના સાંસદો ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, અમિત શાહે બાબાસાહેબનું અપમાન કર્યું છે. તેમણે ગૃહમાં બધાની સામે માફી માંગવી પડશે. આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ સ્થળ પર હાજર હતા.

સંસદની બહાર વિપક્ષે લગાવ્યા નારા

December 18, 2024 12:46 pm

સંસદ સત્રની શરૂઆત પહેલા વિપક્ષે ગૃહની બહાર હંગામો મચાવ્યો હતો. વિપક્ષના તમામ સાંસદોએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોસ્ટરો હાથમાં લીધા હતા અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

TMC સાંસદ સયાની ઘોષનું નિવેદન વાયરલ

December 18, 2024 12:43 pm

TMC સાંસદ સયાની ઘોષે લોકસભામાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સયાનીએ કહ્યું કે, મોદી સરકારનો પશ્ચિમ બંગાળ સાથે અલગ સંબંધ છે. આ એક ગીત ઠુકરા કે મેરા પ્યાર મેરા ઈન્તકામ દેખેંગી જેવો સીન છે. વોટ હૈ તો નોટ હૈ. સયાનીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

EVM પર બોલ્યા સિંધિયા

December 18, 2024 12:40 pm

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ EVM મુદ્દે વિપક્ષને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે સમાજવાદી પાર્ટી અને ટીએમસી તરફ જોવું જોઈએ. તેઓ ક્યારે સમજશે કે તેઓ જે રસ્તે ચાલી રહ્યા છે તે ન તો દેશની જનતા ઇચ્છે છે અને ન તો વિપક્ષી ગઠબંધન સાથીદારો. મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી કારણ કે, દેશની જનતા પોતે કહી રહી છે. મહારાષ્ટ્ર અને હરિયાણાના લોકોએ પણ જવાબ આપી દીધો છે. હવે તો ઈન્ડિયા એલાયન્સમાં તેમની સહયોગી પાર્ટીઓ પણ આવું કહી રહી છે.

આપ સાંસદો પણ રજૂ કરશે પ્રસ્તાવ

December 18, 2024 12:38 pm

આમ આદમી પાર્ટીના લોકસભા સાંસદ માલવિંદર સિંહ કંગ પણ આજે ગૃહમાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવમાં તેઓ ખેડૂત આંદોલન અને ખેડૂત નેતા જગજીત સિંહની ભૂખ હડતાલનો મુદ્દો ઉઠાવશે.

અમિત શાહ સામે સ્થગિત પ્રસ્તાવ

December 18, 2024 12:13 pm

ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આજે સંસદમાં સ્થગિત પ્રસ્તાવ લાવવામાં આવશે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોર લોકસભામાં આ પ્રસ્તાવ રજૂ કરશે. નોટિસ અનુસાર, ગૃહમંત્રીએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું છે, જેથી તેમની વિરુદ્ધ આ સ્થગિત પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે.

This Live Blog has Ended
Advertisement

.

×